આજે આપણે બનાવીશું બજાર જેવું જ બટર. આમતો આપણે બટર બજારમાંથી તૈયાર લાવીએ છીએ પરંતુ તમે આ રેસિપી દ્વારા જોઈ શકશો કે બિલકુલ બજારમાં મળે એવું સમટર બટર ઘરે કઈ રીતે બનાવી શકાય .આ બિલકુલ આસાન છે અને સરળતાથી તેમજ ઝટપટ બની જાય છે તો ચાલો જોઈ લઈએ
સામગ્રી:-
- મલાઈ
- બરફ
- મીઠુ
- હળદળ
બટર બનાવાની રીત:-
જ્યારે પણ આપણે ઘરેથી બટર બનાવીએ છીએ ત્યારે એ પ્રોસેસ દરમિયાન મલાઈમાં પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવીને તેમાંથી માખણ છૂટું પાડી દઈએ છીએ. આપણે બ્લેન્ડર ને ૨-૩ ફેરવીને તેમાંથી માખણ કાઢી, પાણીનો ભાગ અલગ કરી લઈશું. અહિયાં આપણું આ બટન બનીને તૈયાર થઈ ગયું છે પરંતુ આ મોળુ માખણ છે. આપણે તેમાંથી થોડું માખણ અલગ કાઢી લઈશું અને તેમાંથી અમુક જ બટર બનાવીશું જ્યારે બાકીનાને ગરમ કરીને ઘી બનાવવા માટે ઉપયોગમાં લઇ શકો છો. તેના માટે થોડું બટર અલગ બાઉલમાં લઈ લીધું લેવું અને તેમાં ૧ ટે.સ્પૂન જેટલું મીઠું અને એક ચપટી હળદર એડ કરો.
જેનાથી તે સર્ટી પણ બનશે અને થોડો કલર પણ ચેન્જ થશે. હવે તેને સરસ રીતે લહાવી દો. જેથી પ્રોપર રીતે મિક્સ થઈ જાય. હવ અહી આઠથી દસ બરફના ટુકડા ઉમેરી શું અને હાથની મદદ થી તેને હલવતા જઈશું. અહિયાં બરફ એડ કરવાથી તે ખટાશ ને દુર કરશે.બટર બનાવતી વખતે ખુબ સરસ રીત હલાવવું અગત્યનુ છે. હવે પાણી જે બરફ માંથી છૂટું પડ્યું છે તેને અલગ કરી અને માખણ ને ૪-૫ મીનીટ માટે હલાવો. ૪-૫ મીનીટ પછી તમે જોઈ શકશો કે એકદમ સરસ ક્રિમી લાગે તેવું તૈયાર થઈ ગયું હસે.
આપણે હવે કોઇ પણ સ્ટીલ અથવા પ્લાસ્ટિક નો ડબ્બો લઈ લેશો અને તેમાં નીચેની તરફ બટર પેપર સેટ કરી દઈશું.અને તૈયાર કરેલું બટન તેમાં લઈશું. તમે તેની જગ્યાએ એલ્યુમિનિયમ ફોઇલ નો પણ ઉપયોગ કરી શકો છો. ચમચીથી બટર નું લેવલ બનાવી દઈશું, તેમજ પાંચથી સાત વખત ટાઈપ કરી દઈશું. તેમજ ઉપરની તરફ એલ્યુમિનિયમ ફોઈલ કે બટર પેપર થી કવર કરી દઈશું અને ફ્રિજમાં તેને બે કલાક માટે સેટ કરવા માટે મૂકી દેશું. બે કલાક પછી આપણે એને જોઈ લેશો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું હસે.
તમે જોઈ શકો છો બિલકુલ બજારમાં મળે છે તેના જેવો જ ટેસ્ટ પણ આવ્યો હસે. અહિયાં તમે બટર ને ફ્રીઝમાં ૧૫ થી ૨૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ઈચ્છો ત્યારે ઉપયોગમાં લઇ શકો છો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Images Credit: Busy Brains