bleach upyog karavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા બ્લીચનો ઉપયોગ ઘરની તમામ વસ્તુઓને સાફ કરવા માટે કરીએ છીએ. પરંતુ ઘણી વખત લોકો ખોટી જગ્યાએ અને ખોટી રીતે બ્લીચનો ઉપયોગ કરે છે, તેઓ વિચારે છે કે તે વધારે સારી રીતે સાફ થઇ જશે. પરંતુ કોઈપણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ હંમેશા નુકસાન પહોંચાડે છે.

તેથી જ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે બ્લીચનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. આજે અમે તમને જણાવીશું કે બ્લીચનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ અને ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે તો ચાલો જાણીયે.

બ્લીચથી વાઇનના ડાઘ દૂર ના કરી શકાય : જો તમને તમારા કપડાં પર વાઇનના ડાઘ પડેલા તો તેને દૂર કરવું અઘરું બની જાય છે. આવી સ્થિતિ બની જાય તો તમે બ્લીચની મદદથી તે ડાઘથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમને જણાવીએ કે વાઇનના ડાઘ પર બ્લીચનો ઉપયોગ કરવાથી તે ડાઘ પીળા થઈ જાય છે. તેથી જ્યારે પણ કપડાં પર વાઇનના ડાઘ હોય તો ત્યારે તેને બ્લીચ ના કરો.

ટાઇલ્સ પર બ્લીચનો ઉપયોગ ના કરશો : વૉશરૂમમાં લગાવેલી ડિઝાઇનર ટાઇલ્સને સાફ કરવા માટે ક્યારેય બ્લીચનો ઉપયોગ કરશો નહીં. બ્લીચ ટાઇલ્સના રંગને ઉડાવી દે છે અને તે કદરૂપું દેખાય છે. જો તમે ટાઇલ્સ સાફ કરવા માંગતા હો તો તમે બીજી વસ્તુ સફાઈ માટે અજમાવી શકો છો.

તેવી જ રીતે જો તમારા રસોડાના ગેસ સ્ટોવનો સ્લેબ ગ્રેનાઈટ અથવા માર્બલનો બનેલો છે તો ભૂલથી પણ તેને બ્લીચથી સાફ ના કરો. તેનાથી પથ્થરની ચમક ઓછી થશે અને તે ડલ દેખાશે.

ઝાડ અથવ છોડ પર બ્લીચ ના નાખો : જો તમે તમારા ઘરમાં અંદર કે બહાર છોડ લગાવેલા હોય તો તેને ભૂલ થી પણ બ્લીચના સંપર્કમાં ના આવવા દો. આમ કરવાથી તે છોડ અથવા ઝાડ મરી જશે. એ પણ ધ્યાન રાખો કે જ્યાં તમે વૃક્ષો વાવ્યા છે તેની નજીક પણ તમારે બ્લીચનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમારે બ્લીચથી સાફ કરવું હોય તો પહેલા વૃક્ષો અને છોડને ત્યાંથી ખસેડી લેવા જોઈએ.

મેટલ અને સ્ટીલના વાસણોમાં ના લગાવો : જો તમારા મેટલ અને સ્ટીલના વાસણો કોઈપણ રીતે ડાઘ પડી ગયા હોય તો તેને બ્લીચથી સાફ કરવા વિશે વિચારવું પણ ના જોઈએ. જો તમે સ્ટીલ અથવા કોઈ પણ મેટલ પર બ્લીચનો ઉપયોગ કરો છો તો તે નાશ પામશે.

લાકડાના ફ્લોરિંગ પર ઉપયોગ ના કરો : જો તમારા ઘરમાં વુડન ફ્લોરિંગ છે તો તેને ક્યારેય બ્લીચથી સાફ ના કરવું જોઈએ. જો તમે આ કરો તો તમારા લાકડાના ફ્લોરિંગને નુકસાન થશે અને ફેડ જેવું દેખાશે.

બ્લીચનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ : જો તમે બજારમાંથી બ્લીચ ખરીદતા હોય તો તેની પાછળ જ જણાવવામાં આવે છે કે તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને કેટલી માત્રામાં કરવો જોઈએ. પરંતુ તેમ છતાં લોકો તેનો ખોટો ઉપયોગ કરે છે અને તેની ખોટી અસર ભોગવવી પડે છે.

જો તમે કપડાં પર બ્લીચનો ઉપયોગ કરો ત્યારે બ્લીચને પાણીમાં મિક્સ કરીને જ તેને કપડાં પર લગાવો. બ્લીચ મિશ્રણને કાપડ પર જ્યાં ડાઘ છે ત્યાં જ લગાવો અને પછી તેને 10 મિનિટ માટે રહેવા દો. ધ્યાનમાં રાખો કે તમારે બ્લીચમાં માત્ર પાણી મિક્સ કરવાની જરૂર છે.

ઘણા લોકો બ્લીચમાં વિનેગર પણ મિક્સ કરે છે અને આમ કરવાથી ગેસ ઉત્પન્ન થાય છે અને તેનાથી આંખોમાં બળતરા થાય છે. વધુ પડતા બ્લીચનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે કાપડ પર બ્લીચના નિશાન બની જાય છે.

હવે જયારે પણ બ્લીચ નો ઉપયોગ કરો તો અહીંયા ઉપર જણાવેલ ભૂલો ના કરો. જો તમને અમારી આ જાણકારી પસંદ આવી હોય તો, આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયાલે રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા