bimar thavana lakshano
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા કહેતા હોઈએ છીએ કે, જો તમારું સ્વાસ્થ્ય સારું છે, તો બધું સારું છે પણ તમે તમારા સ્વાસ્થ્યનું કેટલું ધ્યાન રાખો છો અને ક્યારેક તો આપણે પોતે જ અવગણીએ છીએ. આપણી જીવનશૈલી અને આપણા ખોરાકને કારણે આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ જતું હોય છે. આ બધાની વચ્ચે, આપણું શરીર આપણને કેટલાક સંકેત આપીને કહે છે કે તમે અસ્વસ્થ છો. આવો જાણીએ આવા જ કેટલાક શરીરના સિગ્નલો વિશે.

1. અચાનક વજનમાં વધારો અથવા ઘટાડો થવો : વજન ઘટાડવું સારી બાબત છે, પરંતુ જો વજન વારંવાર વધઘટ થતું હોય તો તે ચિંતાનો વિષય જરૂરથી બની શકે છે, તેના કેટલાક મુખ્ય કારણો આ પણ હોઈ શકે છે. વજનમાં અચાનક ફેરફાર થવું આ સંકેત હોઈ શકે છે કે તમારું થાઇરોઇડ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી.

હોર્મોન્સમાં ફેરફારને કારણે પણ તમારું વજન વધી અથવા ઘટી શકે છે. જો માસિક સ્રાવ દરમિયાન પણ આવું થઈ રહ્યું હોય, તો તમારા જરૂર ડૉક્ટરનો સંપર્ક કરો. વજન ઘટવું તમારી ઊંઘ સાથે પણ સંબંધ હોઈ શકે છે. જો તમે યોગ્ય રીતે ઊંઘતા નથી તો તમારું વજન ઘટી શકે છે.

2. આંખનો રંગ : શું તમે ક્યારેય તમારી આંખોને જોયું છે? શું તમે જાણો છો કે તમારી આંખો તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહી જાય છે? આંખના સફેદ ભાગના રંગમાં ફેરફાર બતાવે છે કે તમારા સ્વાસ્થ્યમાં થોડી ગડબડ ચાલી રહી છે. જો તમારી આંખો પીળી છે, તો તેનો મતલબ એ છે કે તમારા લીવરમાં કોઈ સમસ્યા છે.

જો તમારી આંખો વારંવાર લાલ થઈ જતી હોય, તો તેનો અર્થ એ છે કે તમારી આંખોમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન છે. કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવાથી આંખોની આસપાસ લાલાશ થઇ જાય છે અથવા સોજો આવે છે તો આંખોની લાલાશનો અર્થ છે કે આંખમાં તાણ હોઈ શકે છે.

3. જીભનો રંગ : જો તમારી જીભ ગુલાબી રંગની છે, તો તેનો અર્થ એ છે કે તમે બરાબર છો પણ જો તમારી જીભ પર વધારે પડતો પીળો અથવા સફેદ રંગનું પડ હોય, તો તેનો અર્થ એ કે તમે બીમાર છો. તમારી જીભ પર સફેદ રંગનું નિશાન હોય તો એનો અર્થ એ છે કે તમે પાચનની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો.

જો તમને કડવો સ્વાદ આવી રહ્યો છે અને જીભનો રંગ પીળો થઈ રહ્યો છે, તો તેનો અર્થ એ કે તમે પિત્તાશય અથવા લીવરની સમસ્યાથી પીડિત છો. જો તમારી જીભ હળવા સફેદ અને રાખોડી રંગની થઈ છે, તો તેનો અર્થ એ છે કે તમે ડિહાઈડ્રેડ છો અને તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર છે.

4. પેઢાનો રંગ : આપણા હેલ્ધી પેઢા સહેજ ગુલાબી રંગના હોય છે. જો પેઢા લાલ, કાળા, પીળા અથવા કાળા રંગના હોય, તો તેનો અર્થ એ છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. પેઢાની નજીક લાલાશ એટલે પેઢાની સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી, જેના કારણે કળતર થાય છે.

જો તમે સતત કોઈ પણ દવા લઈ રહ્યા છો, તો તેની આડઅસરને કારણે પણ પેઢાનો રંગ ધીમે ધીમે કાળો થવા લાગે છે. કેરાટિનાઇઝ્ડ લેયરને કારણે કાળા પેઢાની સમસ્યા મેલનોસાઇટ કોશિકાઓને કારણે થાય છે જે જીંજાઇવા ના કેરાટિનાઇઝ્ડ લેયરમાં કાળા રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છે. જેના કારણે પેઢા ગુલાબી રંગને બદલે કાળા દેખાય છે.

5. પગમાં સોજો : શું તમે પગને નીચે લટકાવીને રાખો છો તો સોજો આવી જાય છે અને ત્યારે દુખાવો શરૂ થાય છે? જો તમારા પગમાં નસો પણ ભેગી થઇ જાય છે, તો તેનો અર્થ એ કે તમે આ સમસ્યાઓથી પીડિત છો. એવું હોઈ શકે છે કે તમે એડીમાથી પીડિત છો. આ હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યાઓને કારણે પણ થઈ શકે છે. તેથી તમારા બ્લડ પ્રેશરની તપાસ નિયમિત રીતે કરાવો.

પગમાં સોજો આવવાનું બીજું કારણ એ પણ હોઈ શકે છે કે તમારી કરોડરજ્જુમાં સમસ્યાઓ વધી રહી છે અને એક બાજુ નસ દબાવાને કારણે પણ પગમાં સોજો વધે છે. વજન વધવું, લાંબા સમય સુધી ઉભા રહેવાથી, ચહેરા અને આંખો પર સોજો આવવાને કારણે પગમાં સોજો થાય છે. આ માટે તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ.

6. શરીર પર ઈજાના નિશાન : શું તમારા શરીર પર જાતે જ ઇજાના નિશાન થવા લાગે છે ? આવું એટલા માટે થાય છે કારણ કે આપણા શરીરને પૂરતું પોષણ જોઈએ તે મળતું નથી. આ માટે બીજા ઘણા કારણો છે

જ્યારે તમારું શરીર પૂરતા પ્રમાણમાં થ્રોમ્બોસાયટ્સ અથવા પ્લેટલેટ ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય, ત્યારે તમે આવા જખમ દેખાવાના અનુભવ કરી શકો છો. જો તમારા શરીરમાં વિટામિન-સી ની ઉણપ હોય, તો તમારું મેટાબોલિઝમ પ્રભાવિત થઈ શકે છે, જેથી ઇજાના નિશાન દેખાઈ શકે છે.

જો તમે પણ આ સંકેતો અનુભવી રહ્યા છો, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને તમારો ખ્યાલ રાખો. જો તમને આ લેખ ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરો. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે હંમેશા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા