સ્વાદમાં એકદમ ચટાકેદાર અને ટેસ્ટી, કાઠિયાવાડી ભરેલા ટિંડોળા નું શાક બનાવવવાની રીત

bharela tindora nu shaak

હેલો ફ્રેન્ડ આશા જોઈને મોઢામાં પાણી આવી જાય છે ને તું આપણે ટીટોડા, કારેલા, તુરીયા, દુધી વગેરે વેલાવાળા શાકભાજી ખાતા હોઈએ છીએ. આ વેલાવાળા શાકભાજી પચવામાં સરળ સાથે પોષણની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. તો આજે આપણે ટીંડોળા નું મસ્ત ભરેલું શાક બનાવીશું. સ્વાદમાં એકદમ ચટાકેદાર અને ટેસ્ટી તમારા ટિફિનમાં હોય તો પણ આપી શકશો અને આશા ઠંડુ કે ગરમ રોટલી કે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો શરુ કરીએ.

બનાવવા માટે સામગ્રી :

 • 250 ગ્રામ સુરતી ટીંડોરા,
 • મસાલા ભભરાવવા માટે 250 ગ્રામ ટીંડોરા,
 • 3 ચમચી ચણાનો લોટ,
 • 1/2 ટીસ્પૂન હળદર,
 • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર,
 • 1 ટીસ્પૂન ધાણા પાવડર,
 • મીઠું સ્વાદ પ્રમાણે,
 • 1/2 ટીસ્પૂન હીંગ,
 • 1 ટીસ્પૂન ગોળ,
 • 2 ચમચી તેલ,

વગાર કરવા માટે સામગ્રી:

 • 5 થી 6 ચમચી તેલ ,
 • 1 ટીસ્પૂન રાઈ દાણા,
 • 1/2 ટીસ્પૂન જીરું,
 • 1/2 ટીસ્પૂન હીંગ,
 • 2 સમારેલા ટામેટાં,
 • 1 સમારેલૂ લીલા મરચું,
 • મીઠું અને ગોળ સ્વાદ મુજબ,
 • 1 ચમચી મરચું પાવડર,
 • 1 ચમચી ધાણા પાવડર
 • 1/2 ટીસ્પૂન હળદર,

બનાવવાની રીત :

સૌ પ્રથમ 3 ટેબલસ્પૂન બેસનને મીડીયમ ફ્લેમ ઉપર શેકી લો. જ્યાં સુધી લોટ શેકવાની સુંગંધ ના આવે ત્યાં સુધી શેકો. હવે એક ડીશ માં કાઢી લો. હવે અડધી ચમચી હળદળ, 1 ચમચી ધાણાજીરું પાઉડર, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ટીસ્પૂન હીંગ, 1 ટીસ્પૂન ગોળ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી તેલ એડ કરીને બધા મસાલાને મિક્સ કરો.

ટીંડોરા ને ધોઈ લીધા બાદ, વચ્ચે થી કાપીને મસાલો ભરી લો. હવે એક કૂકરમાં પાણીની ગરમ વરાળથી ટીંડોરા ને બાફી લો. પાંચ થી છ વિસલ માં ટીંડોરા બફાઈ જશે.

હવે વગર માટે એક પેન માં 5 થી 6 ચમચી તેલ એડ કરો. 1 ટીસ્પૂન રાઈ દાણા, 1/2 ટીસ્પૂન જીરું એડ કરો. રાઈ અને જીરું તતડી જાય એટલે 1/2 ટીસ્પૂન હીંગ, 2 સમારેલા ટામેટાં અને 1 સમારેલૂ લીલું મરચું એડ કરો. હવે સાંતળી લો.

2 મિનિટ પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાઉડર એડ કરો. હવે 2 મિનિટ માટે સાંતળી લો.

તો ગ્રેવી તૈયાર છે તો બાફેલા ટીંડોરા ને એડ કરો અને બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ સુધી સાંતળો. તૈયાર છે કાઠિયાવાડી ભરેલા ટિંડોળા નું શાક અને ગરમા ગરમ સર્વ કરો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.