Bhakharwadi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભાકરવાડી એ મહારાષ્ટ્રિયન નાસ્તામાં સૌથી પ્રખ્યાત છે . જેમાં મસાલા અને કણકના વૈકલ્પિક સ્તરો સાથે રસપ્રદ સર્પાકાર આકાર હોય છે. ભાકરવાડી બનાવતી વખતે શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે બે બાબતો મહત્વપૂર્ણ છે. પ્રથમ, મસાલામાં બધાં મસાલાઓ યોગ્ય પ્રમાણમાં હોવી જરૂરી છે જેથી તમને મીઠાશ, ગુંચવણ અને મસાલેદારનું સંપૂર્ણ સંતુલન મળે. રોલ કરવાની કળામાં નિપુણતા લાવવાનું છે જેથી શેકીને મસાલા ન ફેલાય. આ રેસીપીમાં, અમે તમને બતાવ્યું છે કે ભાકરવાડી કેવી રીતે બનાવવી,

સામગ્રી

  • 400 ગ્રામ ચણાનો લોટ લેવો,
  • 100 ગ્રામ ઘઉંનો લોટ લેવો,
  • મીઠું, મરચું, હળદર, તેલ – પ્રમાણસર.
  • ફિલિંગ માટે
  • 1 ટેબલસ્પૂન ખસખસ,
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો લેવો,
  • 200 ગ્રામ ચણાનો લોટ લેવો,
  • 100 ગ્રામ ચણાની ઝીણી સેવ લેવી
  • 25 ગ્રામ સૂકું કોપરું,
  • 1 ટેબલસ્પૂન તલ,
  • 1 ટીસ્પૂન ધાણાજીરું મીઠું, મરચું, ખાંડ, આમચૂર.

Bhakharwadi

ચટણી : 

  • 50 ગ્રામ શિંગદાણા,
  • 10 કળી લસણ,
  •  1 ચમચો લાલ મરચું,
  • મીઠું અને ગોળ નાંખી વાટી, ચટણી બનાવવી.
  • વાટતી વખતે થોડું પાણી નાંખી ચોપડાય તેવી બનાવવી.

રીત

ચણાનો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, હળદર અને તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધી લો અને  કેળવી તૈયાર કરિ લો. હવે ચણાના લોટમાં મીઠું, મરચું અને તેલનું મોણ નાંખી, બરાબર ખીરું બાંધવું. પેણીમાં તેલ મૂકી, ભજિયાં તળી લેવાં. ઠંડા પડે એટલે ખાંડી, ચાળી, રવાદારા ભૂકો બનાવવો. તેમાં ચણાની સેવ નાંખવી. હવે  સૂકા કોપરાને છીણી, શેકી, અને ઠંડુ પડે એટલે હાથથી મસળી ને  ભૂકો કરી અંદર નાંખિ દો. હવે પછી શેકેલા તલ, શેકેલી ખસખસ, મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ અને આમચૂર નાંખીને ફિલિંગ માટે મસાલો તૈયાર કરિ લો. ત્યાર બાદ હવે કણકમાંથી પાતળો, મોટો રોટલો વણી, તેના ઉપર ચટણી લગાડી મસાલો પાથરવો. પછી તેનો સખત વીંટો વાળી કટકા કરવા. કટકાને હાથથી બરાબર દબાવી, તેલમાં તળવા.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા