બ્રેડ મંચુરિયન બનાવવાની રીત – Manchuriyan Recipe In Gujarati

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Manchuriyan Recipe In Gujarati: બ્રેડ મંચુરિયન એ કોઈપણ સમયે ચળવળ માટે એક સુપર સરળ, નવીન અને આકર્ષક નાસ્તાની રેસીપી છે. બ્રેડ, તેલ, અને કેટલીક ઘરેલુ ઘટકો માંથી  સરળ બનાવેલ છે. અન્ય શાકાહારી મંચુરિયન વાનગીઓનો પ્રયાસ કરવાને બદલે તમે તમારી સ્વાદની કળીઓને સારવાર આપવા માટે પ્રયત્ન કરી શકો છો. તમે આ મનોરમ રેસીપી પણ બચેલી બ્રેડથી બનાવી શકો છો. તેને તૈયાર કરવાની ઘણી રીતો છે પરંતુ અમે એક સરળ પ્રયાસ કરીશું.

સામગ્રી

 • ૧ વાટકી બ્રેડનો ભુક્કો લેવો
 • ૧/૨ વાટકી પાતળું અને લાંબુ સમારેલ કોબી
 • ૧/૨ દૂધીનું છીણ
 • ૧ ચમચી ઝીણું સમારેલ આદુ  લેવું
 • ૧ ચમચી ઝીણું સમારેલ લસણ  લેવું
 • ૧- લીલા મરચા લેવા
 • ૧ ચમચી લાલ મરચું  લેવું
 • મીઠું  લેવું
 • ૧ ચમચી કોર્ન ફ્લોર
 • ૧ ચમચી સોયા સોસ લેવો
 • ૧/૨ ચમચી વિનેગર
 • ૨ ચમચી ટોમેટો સોસ લેવો
 • ૧ વાટકી પાણી  લેવું
 • ૨ ચમચી તેલ લેવા
 • ૧ ચમચી ઝીણું સમારેલ આદુ લેવું
 • ૧ ચમચી ઝીણું સમારેલ લસણ
 • ૩/૪ વાટકી ઝીણી સમારેલ ડુંગળી

Bread Manchurian

બનાવવાની રીત

4

સૌ પ્રથમ દુધીના છીણને કપડામાં લઇ દાબી લેવું જેથી બધુ પાણી નીકળી જાય. હવે એક બાઉલમાં બ્રેડના ભૂક્કામાં કોબી, દુધી, લીલા મરચાની કટકી, આદુ- લસણની કટકી, લાલ મરચું અને મીઠું બધુ ઉમેરી મિક્ષ કરી નાના ગોળ ગોલ  બોલ વાળી લેવા. હવે મીડીયમ તાપે તેલમાં ગોલ્ડન તળી લેવા. હવે એક બાઉલમાં સોયા સોસ, ચીલી સોસ, વિનેગર, ટોમેટો સોસ, કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી મિક્ષન તૈયાર રાખો . હવે એક પેનમાં તેલ લઇ તેમાં આદુ અને લસણની કટકી ઉમેરી સાંતળવી પછી તેમાં ડુંગળીમાં મીઠું ઉમેરી સાંતળવી. હવે તેમાં બનાવેલ મિક્ષન ઉમેરી ઘટ ગ્રેવી થાય ત્યાંસુધી હલાવતા રહો.ડીશ કે બાઉલમાં મંચુરિયન લઇ ઉપરથી ગ્રેવી રેડવી. કોથમીર અને ડુંગળીથી ગાર્નીશ કરી લેવુ . તો તૈયાર છે બ્રેડ મંચુરિયન.

નોંધ:

જૈન કરવા હોય તો લસણ, ડુંગળી ઉમેરવી નહિ . મંચુરિયનના મિક્ષનમાં ગાજર, કેપ્સીકમ ઘરમાં અને જે સીઝન હોય તે પ્રમાણે ઉમેરી શકો છો . ગ્રેવી બનાવતી વખતે લીલી ડુંગળી ઉમેરવાથી વધારે સારું લાગે છે. અહિ ૧૧-૧૨ જેવા મંચુરિયન બનશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

%d bloggers like this: