best kitchen tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને એવી ૮ કિચન ટીપ્સ વિશે જણાવીશું જે તમે કદાચ જાણતા નહિ હોય. આ ટીપ્સ જો તમને ખબર નહિ હોય તો તમે ઘણી બઘી મુશ્કેલી માં મુકાઈ જતા હસો. તો આ 7 ટીપ્સ વિશે જાણી અને આગળ તમારે મિત્રો સુઘી આ માહિતી શેર કરવાનુ ભૂલતા નહિ.

ટિપ્સ 1 : વધારે લસણને એક સાથે ફોલવું (છાલ કાઢવી) હોય તો તમે એક વાસણમાં ગરમ પાણી ઉમેરો અને 30 સેકન્ડ માટે લસણ ને ગરમ પાણી માં નાખીને ઢાંકણું બંદ કરી દો. ફટાફટ લસણ ફોલાઈ જશે. 30 સેકન્ડ થી વધારે પાણીમાં રાખવાનું નથી, નહિ તો બફાઈ જશે.

ટિપ્સ 2 : ઘણા શાકભાજી એવા હોય છે, વચ્ચે થી કાપી ને ફ્રિજ માં મુકો છો પછી તે થોડા કરમાઈ જાય છે અને જ્યાંથી કાપેલું હોય તે ભાગ પહેલા જેવો ફ્રેશ નથી રહેતો. તો કોઈ પણ શાકભાજી ને કાપીને તમે એલ્યુમિનિયમ ફોઈલ થી કવર કરીને ફ્રિજમાં મુકવાથી તે પહેલા જેવું ફ્રેશ રહેશે.

ટિપ્સ 3 : તાંબાના વાસણ નો એક જ પ્રોબ્લમ હોય છે કે તે જલ્દી ગંદુ થઇ જાય છે. તો આ માટે તમે એક પેસ્ટ બનાવી શકો છો. એક વાટકી માં 1 ચમચી ઘઉં નો લોટ, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ડીશ વોશ લીકવીડ અને 1 ચમચી વિનેગર ને બરાબર મિક્ષ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટથી તાંબાના વાસણ ઝડપથી ક્લીન થઇ જશે.

ટિપ્સ 4 : કિચન માં વાપરવામાં આવતા લાકડાના ચમચાને લાંબો સમય પહેલા જેવા જ રાખવા માટે, અઠવાડિયા માં એક વાર ઓઇલ લગાવીને 8 થી 9 કલાક સુધી રાખીને પછી પાણીથી ધોઈ લોલો. રાત્રે સુતા પહેલા આ કરી શકો છો.

ટિપ્સ 5 : મિક્સરનો ઉપરનો ભાગને સાફ કરવા માટે, તમે પાણીનો ઉપયોગ ના કરી શકતા હોવ તો, તમે જ્યાં ગંદુ થયું હોય ત્યાં ટૂથપેસ્ટ લગાવી ને એક ટીશ્યુ પેપરની મદદથી સરળતાથી સાફ કરી શકો છો.

ટિપ્સ 6 : કાચના ગ્લાસ પર hard water stain ને કાઢવા માટે તમે વિનેગરને એક ટીશ્યુ પેપર મદદથી અંદરથી અને બહારથી સાફ કરી શકો છો. બરાબર સાફ કરશો તો વિનેગરની સ્મેલ પણ નહિ રહે અને ગ્લાસ પહેલાના જેવો નવો થઇ જશે.

ટિપ્સ 7 : રાજમા અને છોલે ને બનાવવા માટે આખી રાત પાણીમાં પલાળીને રાખવા પડે છે, પરંતુ જો તમે તેને તરત જ બનાવા માંગતા હોય તો તમે 1 કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી રાખો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા