best face mask for 30 year old
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક વ્યક્તિ પોતાની ઉંમર કરતા 10 વર્ષ નાની દેખાવા માંગે છે, ખાસ કરીને મહિલાઓ પોતાની સ્કિન માટે ઘણી બધી કાળજી રાખે છે. આવી સ્થિતિમાં, વધતી ઉંમરની સાથે વૃદ્ધત્વ અને ત્વચામાં ફેરફાર પણ ચહેરાની સુંદરતાને અસર કરે છે.

ઉંમર વધવાની સાથે ખાસ કરીને ત્વચા પર કરચલીઓ પડવી, ત્વચા ઢીલી પડી જવી અને વૃદ્ધત્વના નિશાન ઉભરી આવવા એ મોટી સમસ્યાઓ છે. હકીકત છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ ઘરડાં થવાં ચિન્હો આવવાના જ છે. જો કે તમે તેમાંથી છુટકારો તો નથી મેળવી શકતા, પરંતુ આ બધી સમસ્યાઓ ઓછી જરૂરથી કરી શકો છો, પરંતુ આ બધા માટે મહત્વપૂર્ણ વાત એ છે કે તમે પહેલાથી તમારી ત્વચાની યોગ્ય કાળજી લો.

30 વર્ષની ઉંમર વટાવ્યા પછી મહિલાઓએ પોતાની ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે ઉંમર વધવાની સાથે હોર્મોન્સમાં પણ ફેરફાર થાય છે, જેની અસર ત્વચા પર પડે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે જેને કોઈ રોકી શકાતી નથી, પરંતુ આ સમયમાં ત્વચાની યોગ્ય કાળજી લઈને તમે તેને અમુક હદ સુધી પ્રભાવિત થવાથી રોકી શકો છો.

આ લેખમાં અમે કેટલાક ફેસ માસ્ક વિશે જણાવીશું, આ ફેસમાસ્ક બનાવવા માટે બધી સામગ્રી ઘરે જ મળી જશે. તો ચાલો ત્વચાને કોમળ અને જુવાન રાખવા માટે તમે ઘરે કેવી રીતે ફેસ માસ્ક બનાવી શકો છો.

1. કોફી ફેસ માસ્ક : 1 ટીસ્પૂન કોફી, 1 ચમચી મધ અને 1/2 ચમચી લીંબુનો રસ. વિધિ : એક બાઉલમાં બધી સામગ્રીને મિક્સ કરો. હવે આ મિશ્રણને સ્ક્રબ કરતા ચહેરા પર લગાવો અને પછી તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. પછી પાણીથી ચહેરો ધોઈ શકો છો. તમારે સારા પરિણામો જોવા માટે આ ફેસ માસ્કનો અઠવાડિયામાં 2 દિવસ જરૂર ઉપયોગ કરવો જોઈએ.

ત્વચા માટે કોફીના ફાયદા : આ માસ્ક ત્વચામાં રક્ત પરિભ્રમણ સુધારે છે. જો બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે તો ત્વચાનો રંગ પણ અમુક અંશે જરૂર સુધરશે. કોફી ત્વચાને અમુક અંશે કોમળ બનાવે છે. કોફીમાં ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવાની ક્ષમતા પણ હોય છે.

કોફી ત્વચામાં ગ્લો પણ લાવે છે અને ત્વચા પર પડેલા ડાઘ પણ હળવા કરે છે. કોફીમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો પણ હોય છે જે ત્વચાને કડક બનાવે છે અને કોલેજનને બુસ્ટ કરે છે. સાવધાની : આ ફેસ માસ્કથી આંખોની નજીક સ્ક્રબ ના કરવું જોઈએ. જો તમારા ચહેરા પર પિમ્પલ્સ હોય તો એલોવેરા જેલમાં કોફી મિક્સ કરીને લગાવો અને ભૂલથી પણ ત્વચાને સ્ક્રબ ના કરો.

2. અળસીના બીજ ફેસ માસ્ક : 1 કપ અળસીના બીજ, 2 કપ પાણી, 1 મોટી ચમચી લીંબુનો રસ અને 1 વિટામિન-ઇ કેપ્સ્યુલ. વિધિ : પહેલા અળસીના બીજને પાણીમાં નાખીને ઉકાળો. આમ કરવાથી પાણી ઘટ્ટ થશે અને અળસીની જેલ નીકળી જશે. હવે આ જેલમાં લીંબુનો રસ અને વિટામીન-ઈ કેપ્સ્યુલ નાંખો અને આ મિશ્રણને ચહેરા પર લગાવીને 15 થી 20 મિનિટ રહેવા દો. શ્રેષ્ઠ રહેશે કે તમે આ જેલને રાત્રે સૂતા પહેલા લગાવો.

ત્વચા માટે અળસીના બીજના ફાયદા : અળસીની જેલ ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને સૌથી પહેલા તો કરચલીઓની સમસ્યા માત્ર શુષ્ક ત્વચા પર જ જોવા મળે છે. તેથી શુષ્ક ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જરૂરી છે. અળસીની જેલ ત્વચાને ચમકદાર બનાવે છે અને ડાઘ દૂર કરે છે. સાવધાની : જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો તમારે અળસીની જેલ ના લગાવવી જોઈએ.

3. ઇંડાનો સફેદ ભાગ ફેસ માસ્ક : 1 ટીસ્પૂન મુલતાની માટી, 1 નાની ચમચી ઇંડાનો સફેદ ભાગ અને 1/2 ચમચી મધ. વિધિ : જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમે બધી સામગ્રીને મિક્સ કરીને હોમમેઇડ ફેસ માસ્ક તૈયાર કરો. હવે આ મિશ્રણને બ્રશથી ચહેરા પર લગાવીને 15 મિનિટ સુકાવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો. જો ત્વચા શુષ્ક હોય તો મુલતાની માટીને બદલે ચણાના લોટનો ઉપયોગ કરો.

ત્વચા માટે ઈંડાના સફેદ ભાગના ફાયદા : ઈંડાના સફેદ ભાગ ત્વચા પર ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે અને તે વૃદ્ધત્વના સંકેતોને ત્વચા પર વહેલા દેખાવાને રોકે છે. જો તમારી ત્વચા પર ડેડ સ્કિનથી ઢંકાયેલી છે તો તેને દૂર કરવા માટે ઈંડાની સફેદી સારો વિકલ્પ છે.

તમને જણાવી દઈએ કે ઈંડાનો સફેદ ભાગ કુદરતી એક્સફોલિએટ તરીકે કામ કરે છે. સાવધાની : આ ફેસ માસ્ક લગાવ્યા બાદ ચહેરાને ઠંડા પાણીથી જ ધોવો અને આ ફેસ પેક લગાવીને ગરમ જગ્યાએ ના બેસો. આ ફેસ માસ્ક લગાવ્યા પછી તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે મોઈશ્ચરાઈઝરનો પણ જરૂર ઉપયોગ કરો.

નોંધ- જો તમારી ત્વચા ખુબ જ સંવેદનશીલ છે તો તમારે ત્વચા નિષ્ણાતની સલાહ લીધા પછી જ ઉપર જણાવેલ કોઈપણ ફેસ પેકનો ઉપયોગ કરવો. જો તમને આ બ્યુટી ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા