besan bharela marcha recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પરાઠા અને રોટલી જોડે ટેસ્ટી અને હેલ્ધી શાક ખાવાનું કોને પસંદ નથી. પરંતુ જો તમે દરરોજ એક જ પ્રકારનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો તમે પરાઠા અથવા રોટલી સાથે બેસન મરચા ટ્રાય કરી શકો છો. જ્યારે પણ તમને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી બનાવીને ખાઈ શકો છો.

બેસન મરચાંને ચણાના લોટ સાથે કેટલાક મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે, જે તેને વધારે સ્વાદિષ્ટ અને ખાસ બનાવે છે. આ રાજસ્થાનની એક પ્રખ્યાત વાનગી છે જેને લોકો ચા અને પરાઠા સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તમે પણ તેને ઘરે સરળતાથી બનાવીને ખાઈ શકો છો. તો વિલંબ શેનો, ચાલો જાણીએ બેસન મરચા બનાવવાની રીત.

બેસન મરચા માટે જરૂરી સામગ્રી : 10 થી 15 જાડા લીલા મરચાં, અડધો કપ ચણાનો લોટ, tsp – લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, ચપટી આમચુર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી તેલ.

બેસની મરચા બનાવવાની રીત : બેસની મરચું બનાવવા માટે તમે સૌથી પહેલા મરચાને સારી રીતે ધોઈ લો અને તેને લંબાઈમાં કાપી લો. આ પછી એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં ચણાનો લોટ નાખીને સારી રીતે શેકી લો.

ચણાનો લોટ શેકાઈ જાય એટલે તેમાં મસાલાની બધી સામગ્રી નાખીને પાંચ મિનિટ પકાવો. જ્યારે મિશ્રણ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય પછી ગેસની ફ્લેમ બંદ કરીને ઉતારી લો અને તેને થોડીવાર ઠંડુ થવા માટે રાખો. હવે આ મિશ્રણને મરચામાં ભરી લો અને થોડી વાર માટે બાજુ પર રાખો.

ફરીથી એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ભરેલા મરચાંને ડીપ ફ્રાય કરો અને મરચાં ચમકદાર દેખાય ત્યાં સુધી તળો. તો તૈયાર છે તમારા બેસન મરચા. તમે તેને પરાઠા, રોટલી, દાળ વગેરે સાથે સર્વ કરી શકો છો.

જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો આવી જ બીજી વધારે કિચન ટિપ્સ અને રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા