beauty tips for face in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બેસનનો ઉપયોગ પ્રાચીન સમયથી સુંદરતા વધારવા માટે થતો હતો અને આજે પણ ઘણી મહિલાઓ ચણાનો લોટ ચહેરા પર લગાવે છે. ચણાના લોટમાં આવા અનેક પ્રાકૃતિક ગુણો જોવા મળે છે જે ચહેરાની ડેડ સ્કિનથી લઈને ગંદકીને સાફ કરે છે.

આજના સમયમાં મહિલાઓમાં ફેશિયલ કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કોઈપણ પ્રસંગ હોય, ફેસિયલ તો કરાવવું જ પડે, પરંતુ ઘણી વાર કેટલીક મહિલાઓ ફેશિયલ કરાવતા નથી, તેમને લાગે છે કે તે ખૂબ ખર્ચાળ હશે. પરંતુ તે એવું નથી.

તમે ઘરે બેસીને પણ 15 મિનિટમાં ચણાના લોટથી ફેશિયલ કરી શકો છો. ચણાનો લોટનુંફેસિયલ કરવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ચમક આવી જશે. તો હવે પાર્લરમાં પૈસા બગાડવાના બદલે આ વખતે આ ફેશિયલ ટ્રાય કરો. તો ચાલો જાણીએ ચણાના લોટથી ફેશિયલ કરવાની રીત.

સ્ટેપ 1 ક્લીંજર : ફેશિયલ માટે પહેલું સ્ટેપ હોય છે ચહેરાને સાફ કરવો. તેથી તમે ચણાના લોટમાં દહીં મિક્સ કરીને તમારા ચહેરાને ઊંડાઈથી સાફ કરી શકો છો. આ માટે તમારે 1 ચમચી બેસન અને 1 ચમચી દહીંની જરૂર પડશે.

આ બંને વસ્તુઓને બરાબર મિક્સ કરો અને આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો. લગભગ 10 મિનિટ પછી રાખીને, પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.

સ્ટેપ 2 મોઇશ્ચરાઇઝ : હવે ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર છે. ચહેરાની સફાઈ કર્યા પછી મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારા ચહેરા પર નમી જળવાઈ રહે છે. આ માટે તમારે ચણાના લોટમાંથી ટોનરનો બનાવવાનું છે.

આ માટે 1 ચમચી બેસન, અડધી ચમચી હળદર અને થોડું ગુલાબજળ લેવાનું છે. એક બાઉલમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને, હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. 20 મિનિટ સુધી રાખ્યા પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

સ્ટેપ 3 સ્ક્રબ કરો : ચહેરાને મોઇશ્ચરાઇઝ કર્યા પછી એક્સફોલિએટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી ચહેરાની ડેડ સ્કિન દૂર થાય છે. તેથી તમે ચણાના લોટમાંથી બનાવેલા આ સ્ક્રબનો ઉપયોગ કરીને ચહેરા પરની ગંદકી સાફ કરી શકો છો.

આ માટે, 2 ચમચી બેસન, 1 ચમચી પીસેલા ઓટ્સ, 2 ચમચી મકાઈનો લોટ અને 1 ચમચી કાચું દૂધ લો. આ બધી સામગ્રીને સરખી માત્રામાં મિક્સ કરીને પેસ્ટ બનાવો.હવે આ પેસ્ટથી તમારા ચહેરાને હળવા હાથે સ્ક્રબ કરો. ગોળ ગતિમાં લગભગ 5 મિનિટ સુધી તમારા ચહેરાની મસાજ કરો.

સ્ટેપ 4 ફેસ પેક : ફેશિયલનું છેલ્લું સ્ટેપ ચહેરા પર ફેસ પેક લગાવવાનું હોય છે. આ બેસન ફેસ પેક લગાવીને તમને ચહેરા પર ઇન્સ્ટનર ગ્લો મળશે. આ માટે 1 ચમચી બેસન, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મલાઈ લેવાની છે.

એક બાઉલ લો. તેમાં આ 3 વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને બ્રશથી ચહેરા પર લગાવો અને લગભગ 15 થી 20 મિનિટ રહેવા દો. નિર્ધારિત સમય પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તો તમારો ફેશિયલ થઇ ગયો. ફેસિયલ કર્યા પછી અડધા કલાક સુધી ચહેરાને સ્પર્શ ના કરો.

ચણાનો લોટ ચહેરા પર લગાવવાના ફાયદા : ચણાનો લોટ પ્રોટીન અને આયર્નથી ભરપૂર હોય છે જેના કારણે તેનો ઉપયોગ કરવાથી ત્વચા યુવાન દેખાવા લાગે છે. ચણાનો લોટ લગાવવાથી ત્વચાનું સીબમ લેવલ સંતુલિત રહે છે કારણ કે તે કુદરતી ભેજને દૂર કર્યા વગર વધારાનું તેલ દૂર કરે છે.

બેસન તમારી ત્વચાને સોફ્ટ બનાવે છે. જો તમને ત્વચા પરના અનિચ્છનીય વાળની ​​સમસ્યા છે તો ચહેરા પર નિયમિતપણે ચણાના લોટનો ઉપયોગ કરવાથી તેને દૂર કરવામાં મદદ કરે છે. બેસન ચહેરાની ગંદકી દૂર કરે છે અને તેનાથી ચહેરો એકદમ સાફ થઈ જાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા