banana hair pack for hair growth
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે વાત કરવાના છીએ માથામાં રહેલા વાળ વિશે. માથામાં રહેલા વાળ દરેક લોકોને પસંદ હોય છે. માથામાં રહેલા વાળથી તમારો દેખાવ ભરાવદાર અને સુંદર લાગે છે. જો સ્ત્રીઓની વાત કરીએ તો તેમને પોતાના વાળ પ્રતે ખુબજ પ્રેમ હોય છે.

દરેક લોકોના વાળ જુદા જુદા જોવા મળતા હોય છે. જેમકે કોઈના વાળ લાંબા, ટૂંકા, ભરાવદાર અને કોઈના આછા જોવા મળતા હોય છે. પણ આજના સમયમાં વાળ ખરવાની, વાળ સફેદ થવા અને વાળ ના બે ભાગ થવા એટલે કે વાળના નાના નાના ટુકડા થઇ ખરી જવા.

આ બધી સમસ્યા અત્યારના દરેક માણસમાં જોવા મળે છે. અહીંયા તમને કેટલાક ઉપાય વિષે જણાવીશું જેથી તમારા વાળ ભરાવદાર, લાંબા અને મજબૂત થશે. અહીંયા આપણે વાત કરીશું દહીં વિષે જે તમારા વાળને સારા બનાવવાની સાથે વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે.

દહીંમાં એન્ટી ફંગલ ગુણ રહેલા હોય છે જે વાળ માટે ખુબજ લાભદાયી સાબિત થાય છે. તો હવે આપણે જોઈશું દહીં માંથી બનાવવામાં આવતા કેટલાક હેર પેક વિષે. આ પેકથી તમારા વાળનો ગ્રોથ તો થાય છે સાથે સાથે તમારા વાળ મજબૂત અને વાળ ખરવાની સમસ્યા દુર થાય છે.

1) દહીં અને ઓલિવ ઓઇલ

જો દહીંમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળમાં લગાવવામાં આવે તો વાળને ઘણો લાભ થાય છે. જો તમારી વાળ ઉતરવાની સમસ્યા છે તો તે પણ આ ઉપાય થી દૂર થઇ જાય છે. હવે જાણીએ હેર પેક બનાવવાની અને ઉપયોગ કરવાની રીત:

સૌથી પહેલાં બે કપ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી લેવાનો છે અને તેને અલગ બાજુમાં રાખી દેવું. ત્યારબાદ દહીંને ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરી લેવું. ઓલિવ ઓઇલ અને દહીંના માસ્કને તમારા વાળમાં લગાવી લેવું અને આશરે 30 મિનિટ માટે રાખી મૂકવું. ત્યાર બાદ તમારે લીંબુવાળું પાણી માથા માં નાખીને શેમ્પૂથી વાળ ધોઈ લેવા.

2) દહીં અને એલોવેરા

એલોવેરા ના ફાયદા વિશે તો બધાને ખબર જ હોય છે. એલોવેરામાં ઘણા ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે. એલોવેરામાં જે વિટામિન અને એમીનો એસિડ હોય છે એ એક સ્કેલ્પ અને વાળ બંનેને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. હવે જાણીએ તેના ઉપાય વિષે.

સૌ પ્રથમ તમારે એક બાઉલમાં દહીં, એલોવેરા જેલ, મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરી લેવું અને એ સ્કેલ્પ પર લગાવવું. પછી એકદમ હળવા હાથે એની મસાજ કરવી. આ પેકને 40 થી 45 આપ એક ૪૫ મિનિટ સુધી લગાવી રાખવું અને પછી સાદા શેમ્પૂથી માથું ધોઈ લેવું. આ ઉપાય વાળને લાંબા કરવા માટે ઘણું જ ઉપયોગી છે.

3) દહીં અને કેળા

ઉપર જણાવ્યા પેક સિવાય તમે આ પેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. આ પેક માટે એક સ્વચ્છ બાઉલ લઈ લો. તેમાં પાકેલા કેળાને મિક્સ કરી લો અને તેની એક સારી પેસ્ટ બનાવી લેવી અને પછી તેમાં દહીં, મધ અને તાજા લીંબુનો રસ ઉમેરી લેવો.

ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવી. ત્યારબાદ બ્રશની મદદ વડે આ પેસ્ટને માથામાં લગાવી લેવી અને ૩૦ મિનીટ માટે રાખી ને નોર્મલ શેમ્પૂથી તમારા વાળ ધોઈ લેવા. આ માસ્કથી સ્કેલ્પના હાઈડ્રેટ અને તેને સાફ રાખવામાં મદદ મળે છે અને એના કારણે સ્વસ્થ વાળ મળે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા