આજે આપણે વાત કરીશું હાડકા અને સાંધામાં થતાં દુઃખાવા વિશે. અત્યારે મોટા ભાગના લોકોને હાડકા અને સાંધામાં દુખાવાની સમસ્યા જોવા મળે છે. હવે તો ખુબજ નાની ઉંમરે પણ આ સમસ્યા ખુબજ વધી રહી છે.
તો આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જે ફળ હાડકાં અને સાંધાના દુખાવા માટે ખુબજ કારગત સાબિત થાય છે. ખાસ કરીને આ ફળ વૃદ્ધાવસ્થા એટલે કે ૫૦-૬૦ વર્ષ પછી ની ઉંમર માટે ખૂબ જ લાભદાયક છે.
તો આપણે જે ફળની વાત કરી રહ્યા છીએ એ ફળનું નામ છે કેળુ. અત્યારે આ ફળ માર્કેટ માં ખુબજ પ્રમાણમાં મળી રહે છે. એક નાનકડા કેળામાં ખુબજ વધુ પ્રમાણ માં કેલ્સિયમ હોય છે. ૫૦-૬૦ વર્ષે જ્યારે હાડકા અને સાંધાના દુઃખાવા થાય ત્યારે આ નાનકડું કેળુ કેલ્સિયમ ની કમી પુરી કરી શકે છે. વૃદ્ધાવસ્થા માં નિયમિત બે થી ત્રણ કેળા ખાવા જોઇએ.
નિયમિત રીતે બે થી ત્રણ કેળા ખાવાથી શરીર માં નબળાઈ દૂર રહે છે અને શરીર ને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. આ સિવાય વધારે ઉમરની વ્યક્તિઓમાં હૃદય અથવા હૃદય રોગની જે લોકોને સમસ્યા હોય, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
કેળામાં એક મહત્વપૂર્ણ તત્વ રહેલું છે જેનું નામ છે પોટેશિયમ. પોટેશિયમ ની માત્રા ખુબજ વધુ હોવાથી તે તમારા હૃદયની કાર્યક્ષમતાને ખૂબ મજબૂત બનાવે છે, જેથી બને છે જેથી હૃદયની તકલીફવાળા લોકો માટે કેળુ અમૃત સમાન છે.
જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, બીપી વધી જવાની સમસ્યા હોય તેવા લોકો માટે પણ કેળા રામબાણ છે સાથે સાથે રોજ કેળાનુ સેવન કરવાથી પાચનતંત્ર પણ ખુબજ મજબૂત બને છે એટલે પેટમાં ગેસ, એસિડિટી અને કબજીયાતની સમસ્યા થતી નથી.
હવે કેળા ક્યારે ખાવા જોઇએ જેથી તેનો ભરપૂર લાભ મળી શકે. તો દરરોજ જમ્યા પછી એક કેળુ ખાવું જોઇએ. આ કેળુ પાકું હોય એવું ખાવાનુ છે. દિવસમાં બે થી ત્રણ વાર જમતા હોય તો જમ્યા પછી એક કેળુ ખાઈ લેવાનુ છે જેથી પેટની સમસ્યા થશે નહી.
કેળામાં એક બીજો ગુણ રહેલો છે જેનું નામ છે આયર્ન. જે લોકોને લોહીની સમસ્યા હોય તેમના માટે રોજ એક કેળું ખુબજ ફાયદકારક છે. ખાસ કરીને જે બહેનો છે તે લોકોમાં લોહીની ઉપણ વધુ જોવા મળે છે જેથી તેમના માટે રોજ એક કેળુ ખાવું ખુબજ ગુણકારી સાબિત થાય છે.
એક વાતનું ધ્યાન રાખવું કે કેળું પાકુજ ખાવાનુ છે. કાચું કેળું ખાવાથી પેટની સમસ્યા વધી શકે છે અને પેટ ભારે ભારે થઈ ગયું હોય એવું લાગી શકે છે. એક સાથે વધુમાં વધુ બે જ કેળા ખાવા. વધુ કેળા એકસાથે ખાવા ન જોઇએ. આ સિવાય શરીર ના કોઈ ભાગ પર દાઝી ગયા હોય ત્યાં કેળાની છાલની પેસ્ટ બનાવી લગાવવાથી દાઝી ગયેલી ભાગ ઝડપથી સારો થઈ જાય છે.
તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.