ખાવાનો સોડાનું બીજું નામ સોડિયમ બાયકાર્બોનેટ છે, બેકિંગ સોડા આપણા ઘરના રસોડાની એક મહત્વપૂર્ણ સામગ્રી છે. તેને માત્ર કેક અને કૂકીઝ બનાવવા માટે જ ઉપયોગ નથી કરતા, આ સિવાય પણ લોકો તેનો ઉપયોગ રાજમા, છોલે, પાણીપુરી બનાવવા માટે પણ કરે છે.
આ એક સામગ્રીનો માત્ર રસોઈ માં જ તેનો ઉપયોગ ઘણો વધી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ખાવાની વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા બેકિંગ સોડા સિવાય પણ તેના ઘણા અનોખા ઉપયોગો પણ છે.
બેકિંગ સોડાનો ઉપયોગ સ્કિન કેરથી લઈને દાંતની ગંદકી દૂર કરવા સુધી અને ફર્નિચર અને કપડામાંથી ડાઘ દૂર કરવા માટે કામ આવી શકે છે. આ એક ખૂબ શક્તિશાળી સામગ્રી છે કે જેનો આપણે હંમેશા ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જાણીએ તેના ઉપયોગો વિષે.
1. રૂમ ફ્રેશનર : બેકિંગ સોડાનો ઉપયોગ રુમ ફ્રેશનર તરીકે કરી શકાય છે. તમે કાર્પેટ, ગાદલા અને પગ લૂછણીયુ વગેરેમાંથી દુર્ગંધ આવે છે તો તેના પર થોડો ખાવાનો સોડા છાંટી દો.
2. નહાવાના પાણીમાં બેકિંગ સોડા : અડધી ચમચી ખાવાનો સોડા અને બે થી ત્રણ ટીપાં એસેન્શિયલ ઓઈલ ત્વચાના પીએચ સ્તરને વધારવા માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેથી તેને નહાવાના પાણીમાં મિક્સ કરી શકાય છે. આ સિવાય બેકિંગ સોડાનો ઉપયોગ સ્પા માં સ્કિન પૈપરિંગ કરવા માટે પણ થાય છે.
3. ટૂથપેસ્ટ અને માઉથવોશ તરીકે : તમે બેકિંગ સોડાથી ટૂથપેસ્ટ અને માઉથવોશનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડામાં થોડું વધારે પાણી મિક્સ કરીને કોગળા કરો. તે મોં ની સ્વચ્છતા માટે ખૂબ સારું છે. આ સિવાય ખાવાનો સોડા, નારિયેળ તેલના થોડા ટીપાં અને થોડું પાણી મિક્સ કરીને તેને દાંત પર ઘસવાથી ટૂથપેસ્ટ તરીકે વાપરી શકાય છે.
4. જીવ જંતુઓ ભગાડવા : જો તમારા રસોડામાં વંદાઓ, કીડીઓ અથવા બીજા કોઈપણ પ્રકારના જીવજંતુઓ હોય તો તે જગ્યા પર ખાવાના સોડાનો છંટકાવ કરો. એકવાર તે જીવજંતુઓ તેને ખાઈ ગયા પછી તેઓ ફરીથી રસોડામાં ભટકશે પણ નહીં.
5. પાઇપમાંથી ગંદકી દૂર કરવા : ખાવાનો સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અને સફેદ વિનેગારનું રિએક્શન ખૂબ જ જોરદાર હોય છે. જો તમે કિચનની પાઈપ બંદ થઇ ગઈ છે તો, તેમાં થોડો બેકિંગ સોડા અને તે માત્રામાં વિનેગરને બંદ પાઈપમાં રેડશો તો તે મિનિટોમાં ખુલી જશે.
6. એસિડિટી : ખાવાનો સોડા એસિડિટી દૂર કરવા માટે પણ વાપરી શકાય છે. તમારે કંઈ વધારે કરવાનું જરૂર નથી, બસ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને પી જાઓ. Eno જે કામ કરે છે તેવું જ કામ કરશે.
7. ગંધનાશક : બેકિંગ સોડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે અને જો તમને અંડરઆર્મ્સમાં ખૂબ જ ખંજવાળ અથવા પરસેવો થાય છે તો ત્યાં થોડો બેકિંગ સોડાને લગાવો. ત્યાં દુર્ગંધ અને ખંજવાળ બંને દૂર થઈ જશે.
8. ડેન્ડ્રફ : શેમ્પૂ સિવાય, જો તમે તમારા ભીના માથાની ખોપરી ઉપરની ચામડીને બેકિંગ સોડાથી મસાજ કરો છો, તો તેનાથી વાળમાં ખોડો પણ દૂર થાય છે. આ પછી તમારા વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જ્યાં જરૂરી ના હોય ત્યાં સુધી શેમ્પૂનો ઉપયોગ કરશો નહીં.
9. ચાંદીની સફાઈ માટે : ખાવાનો સોડાનો ઉપયોગ ચાંદીને સાફ કરવા માટે પણ કરી શકાય છે. ગરમ પાણીમાં બેકિંગ સોડા ભેળવી તેનો ઉપયોગ કરો. તેનાથી ચાંદી પર જમા થયેલ ગંદુ લેયર સાફ થઈ જશે.
10. સ્કિન ટ્રીટમેન્ટ : બેકિંગ સોડાની મદદથી ત્વચાની ગંદકી પણ દૂર કરી શકાય છે. આ માટે માત્ર 3 ચમચી ખાવાના સોડામાં થોડું પાણી ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો. ચહેરા પર જ્યાં મૃત ત્વચા અથવા બ્લેકહેડ્સ દેખાય છે તેને લગાવો અને મસાજ કરો. સ્કિન પરના બ્લેકહેડ્સ દૂર થઈ જશે.
જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી અને કિચન ટિપ્સ, રેસિપી વિશે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી ટિપ્સ – ટ્રીક અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.
[…] આ પણ વાંચો : તમે રસોઈ સિવાય ખાવાના સોડાનો ઉપયોગ આ ર… […]
Comments are closed.