Bajari khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘઉં નો ઉપયોગ એટલે કે ઘઉં માંથી બનતી વાનગીઓ આપણે રોજ ખાતા હોઈએ છીએ. પણ જ્યારે ચોમાસુ અને શિયાળો આવે ત્યારે આપણને બાજરો યાદ આવે છે. બાજરો એ શહેર કરતા ગામડાઓમાં વધુ ખવાય છે. બાજરાની રોટલી આપણા દેશ પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે.

ગુજરાત માં એટલે કે આપણા ત્યાં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બાજરાની રોટલી ખાવાના અનેક ફાયદા છે. રોજ ઘઉંને બદલે બાજરાની રોટલી ખાવા ની શરૂ કરી દેશો એટલે કે ઘઉં નો ઉપયોગ ઓછો કરી ને બાજરાનો ઉપયોગ કરશો તો તમારા શરીરને અનેક ફાયદા થશે. વજન વધવાની સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળી રહી છે.

વજન ઘટાડવા માટે અનેક લોકો ડાયટીગ કરવી શરૂ કરી દે છે કે પછી રોટલી ખાવાની બંધ કરી દેતા હોય છે, પણ આ બધું કરવું જરૂરી નથી. તમે ઘઉંને બદલે બાજરાની રોટલી ખાવાની ટેવ રાખો, કારણ કે આ રોટલી જલ્દી વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે અને સાથે જ અનેક બીમારીઓમાંથી મુક્તિ પણ અપાવે છે. હવે જાણીએ બાજરા ના બિજા ફાયદાઓ વિશે.

૧) ડાયાબીટીસ માટે ફાયદાકારક: નિયમિત રૂપે બાજરી ખાવો એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરી લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ રાખવા મદદ કરે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરી એક વરદાન સમાન ગણાય છે.

૨) હદયની તંદુરસ્તી માટે લાભદાયક: બાજરી મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. બાજરીનું સેવન હૃદયની બીમારીઓ ના જોખમને ઓછું કરે છે અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખે છે.

૩) પાચન ક્રિયા માટે મદદરૂપ: બાજરીમાં ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. જેને લીધે કબજિયાત ગેસ વગેરે જેવી બીમારીઓથી છુટકારો મળે છે.

૪) મોટાપાને દૂર કરે:  જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરીમાં ટ્રિપ્ટોફેન નામનું એમીનો એસિડ હોય છે. જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજન કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.

૫) હાડકાની મજબૂતી માટે: બાજરી કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાંને મજબૂતી આપે છે. કેલ્શિયમની ખામી લીધે ઓસ્ટીયોપોરોસિસ નામના રોગ થાય છે. જે બાજરીના સેવનથી દૂર થાય છે.

૬) એનર્જી માટે: બાજરીના રોટલા સ્વાદમાં જેટલા સ્વાદિષ્ટ હોય છે, તેટલા જ સ્વાસ્થ્ય માટે તેટલા જ ફાયદાકારક હોય છે. ઘઉં અને ચોખા ની તુલનામાં બાજરીમાં અનેક ગણી એનર્જી હોય છે. બાજરીના રોટલા ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેક ગણું વધી જાય છે. બાજરીના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.

૭) મગજને શાંત રાખે: બાજરી ખાવાથી અંદરથી શાંતિ મળે છે.બાજરી ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે. બાજરીમાં મેગ્નેશિયમ તત્વ મળી આવે છે જે માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે. આ સિવાય અસ્થમા, કેન્સર, લોહીની ખામીને દૂર કરવા, પ્રોટીન અને એમીનો એસિડના સ્તરને વધારવા માટે બાજરીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ મદદગાર સાબિત થાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા