vagharelo rotlo dry recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું લસણિયો રોટલો અને કાઠીયાવાડી વઘારેલો સૂકો રોટલો પણ કહેવામાં આવે છે. રોટલો ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. રોટલો બનેલો તૈયાર હોય તો આ લસણીયા રોટલો બનાવતા ફક્ત પાંચ મિનિટનો સમય લાગશે અને આને તમે સવારના નાસ્તામાં કે સાંજની હલકી ભૂખ લાગે તો ખાઈ શકો છો.

  • સામગ્રી:
  • એક નાનો રોટલો,
  • પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ,
  • ૧ ટી.સ્પૂન રાઈ,
  • ૧ ટી સ્પૂન જીરું,
  • 1/4 ટીસ્પૂન હિંગ,
  • એક લીલુ મરચું,
  • એક આદુનો ટુકડો
  • થોડા લીમડાના પાન
  • ૨ ટેબલસ્પૂન લીલુ લસણ,
  • સ્વાદ પ્રમાણે મીઠું,
  • 1/4 ટીસ્પૂન ગરમ મસાલો

વઘારેલો રોટલો બનાવવાની રીત:

સૌથી પહેલાં લસણીયા રોટલો બનાવવા માટે એક મિડીયમ સાઈઝ નો રોટલો લીધો છે જે ચાર પાંચ કલાક અગાઉ બનેલો હોય એવો તમારે રોટલો લેવાનો છે. આ રોટલાનો હાથથી ભાગી લેવાનો છે. અહીં ખાસ ધ્યાન રાખવું, પાઉડર નથી કરવાનો.

મીડિયમ સાઇઝના ટુકડામાં રોટલા ને કટ કરી લેવાનું છે. લસણિયો રોટલો બનાવવા માટે, પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દેશો અહીંયા તમે તેલના બદલે ઘી નો પણ ઉપયોગ કરી શકો છો અને બંને મિક્સ માં પણ લઈ શકો છો.

તેલ ગરમ થાય એટલે ૧ ટી.સ્પૂન જેટલી રાઈ ઉમેરો, ત્યારબાદ ૧ ટી સ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, એક લીલુ મરચું, એક આદુનો ટુકડો પણ ઉમેરી શકાય, થોડા લીમડાના પાન અને ૨ ટેબલસ્પૂન જેટલું લીલુ લસણ ઉમેરો.

તમારે સૂકું લસણ લેવું હોય તો પણ લઇ શકાય. શિયાળા માં લસણ ખુબ જ આસાનીથી મળી જતું હોય છે તો લીલા લસણ નો સ્વાદ રોટલા માં ખુબ જ સરસ લાગે છે. હવે લસણને તેલ સાથે બરાબર મિક્સ કરી દો.

અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે લસણ વધારે કુક ના થવું જોઈએ. હવે એક ટે.સ્પૂન કરતા થોડી ઓછી હળદર ઉમેરી દેશો. હવે લીલા લસણ ના પાન ઉમેરો અને તરત જ રોટલો ઉમેરી દો. હવે ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી આ રોટલા ને કુક થવા દો.

બે મિનિટ પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી રોટલાને સારી રીતે મિક્સ કરી લેશો. ઘણા લોકો રોટલો બનાવતા સમયે મીઠું નથી ઉમેરતા તો જો તમે ત્યારે મીઠું ના ઉમેરતા હોય તો અત્યારે મીઠાની કોન્ટીટી થોડી વધારે રાખવાની.

હવે આમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને એની એકદમ હળવા હાથે ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેશો. થોડી આપણે સાથે મળીને સમારેલી કોથમીર ઉમેરી દેશો અને હવે બરાબર રોટલા ને મિક્સ કરી લો.

રોટલા ને સારી રીતે મિક્સ કરી દો પછી તમારે આમાં ઉપરથી થોડું ઝીણું સમારેલું લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. કાચા લસણ નો સ્વાદ પણ આ રોટલા માં ખુબ જ સરસ લાગે છે તો થોડું એવું લસણ એડ કરીને અને લીમડાના પાનને દૂર કરી લો.

તો કકડાયેલો લસણીયા રોટલો બિલકુલ તૈયાર છે.  આ રોટલાને ગરમાગરમ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. જો રોટલો તૈયાર હોય તો ફક્ત પાંચ જ મિનિટમાં હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઇ જાય છે તો તમે આ રીતે આ લસણીયા રોટલાને બનાવજો.

જો તમારે રોટલાનો કલર પીળો ના જોઈતો હોય તો હળદળને સ્કિપ કરી શકાય છે. આ રોટલા માં તમારે ડુંગળી લેવી હોય તો એક કે બે ડુંગળી ઉમેરી શકાય

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા