tips and tricks kitchen hacks
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને બતાવીશું એવી પાંચ પ્રકાર ની કિચન ટિપ્સ જે તમને ખુબજ ઉપયોગી થઇ શકે છે. તમે આ કિચન ટિપ્સ પહેલાં કોઇ દિવસ સાંભળી નહિ હોય અથવા તો તમે આ ટિપ્સ નો ઉપયોગ કોઈ દિવસ કર્યો પણ નહિ હોય. તો ચાલો જોઇલો આ પાંચ કિચન ટિપ્સ જે તમને ખુબજ ઉપયોગી થવાની છે.

૧) લોટમાંથી વાસ આવવી કે લોટ કાળાશ પડતો થઇ જવો:  ઉનાળાની ગરમીમાં જ્યારે પણ ઘરે રોટલી માટે લોટ બાંધવાની વાત આવે ત્યારે મોટા ભાગની ગૃહિણીઓ આખા દિવસ નો લોટ સવારે જ બાંધી લેતી હોય છે. પણ જ્યારે તમે સવારે બાંધેલા લોટ ને સાંજે ઉપયોગ કરો છો ત્યારે લોટમાંથી વાસ આવતી હોય છે અને લોટ નો કલર કાળાશ પડતો થઈ જાય છે.

તો તેની માટે શું કરી શકીએ? તો તમે જ્યારે પણ આખા દિવસ માટે લોટ બાંધો છો ત્યારે તમારે લોટ મા એકદમ ઠંડુ પાણી ઉમેરીને લોટ બાંધવો. આ ઠંડા પાણીથી બાંધેલા લોટ ને તમે સાંજે ઉપયોગ મા લેશો તો લોટમાંથી વાસ આવશે નહિ અને તમારો લોટ એકદમ ફ્રેશ જેવો જ લાગશે. તો એકવાર આ ટિપ્સ નો ઉપયોગ કરીને લોટ બાંધવાનો ટ્રાઈ કરી જોજો.

૨) દહીં જમાવવાની માટેની ટીપ્સ: જો મીઠું દહીં ખાવા માટે મળી જાય તો મજા આવી જતી હોય છે. પણ જ્યારે આપણે રાતે દહીં જમાવવા માટે મુકીએ છીએ અને સવારે જોઈએ છીએ ત્યારે દહીંમાં ગણું પાણી જોવા મળે છે અને દહીં ખાટું થયેલું હોય છે.

તો હવેથી તમારે સાંજે ૪ થી ૫ વાગે દહીં જમાવવા મૂકવાનુ છે. ખાસ યાદ રાખી કે આ દહીંને તમારે એક માટીના વાસણ મા જમાવવા મૂકવાનુ છે. માટીના વાસણમાં મુકવાથી દૂધમાં રહેલો પાણી નો બધો ભાગ શોષી લે છે. રાતે ૧૦-૧૧ વાગે આ દહીં જામી જશે. હવે આ દહીંને ફ્રીઝ મા મુકી દો.

સવારે તમે આ દહીં જોશો તો એકદમ સરસ રીતે જામી ગયું હસે. આ દહીં ખાવામાં માં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો જરૂર થી આ ટિપ્સ થી દહીં જમાવી જોજો.

૩) ડ્રાય ચટણી બનાવવાની રીત: ચટણી માટે એક બીજી પણ ટીપ્સ છે, જો તમારે રોજ ચટણીની ઉપયોગ થતો હોય અને તમને ચટણી બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે ડ્રાય ચટણી બનાવી શકો છો. આ ચટણી બનાવવા માટે તમારે કોથમીર નાં પણ, ફૂદીનાના પાન, આદુનો ટુકડો, સમારેલા લીલા મરચા, લાલ મરચું, મીઠું વગેરે મસાલા સાથે તમે ખાવાની પાપડી, ચણા કે ખાવામાં આવતી સેવ ને એડ કરી મિક્સર બાઉલ માં ગ્રાઇન્ડ કરી લો.

હવે જ્યારે ચટણી ખાવાનુ મન થાય ત્યારે આ ડ્રાય ચટણીમાં થોડું પાણી એડ કરીને ચમચીની મદદથી હલાવી ચટણી બનાવીને ખાઈ શકો છો.આ રીતે ડ્રાય ચટણી બનાવવાનો ટ્રાઇ જરૂર કરી જોજો.

૪) ફ્રીઝમાંથી વાસ આવવી: જ્યારે પણ ફ્રીઝ મા ફ્રૂટ, શાકભાજી, દુધ, છાશ વગેરે જેવી વસ્તુઓ ભેગી થાય છે ત્યારે ફ્રીઝમાથી વાસ આવવા લાગે છે. જ્યારે પણ ફ્રીઝ ખોલો છો ત્યારે વાસ આવવા લાગે છે. આ વાસ શેમાંથી આવે છે એ આપણે ઘણી વખત નક્કી કરી શકતા નથી કે આ વાસ ફ્રૂટ માંથી આવે છે કે કોઈ બીજી વસ્તુમાંથી.

તો જ્યારે પણ આવું થાય એટલે કે ફ્રીઝ માંથી વાસ આવે ત્યારે તમારે ઘરમાં રહેલા બેકિંગ સોડાને એક ડબ્બી માં લઇ તેને ફ્રીઝ મા એકબાજુ મૂકી દો. અહિયાં તમે ડબ્બી માં કે કોઈ બીજા માં બેકિંગ સોડા ભરીને મુકો છો, તો તેના પર તમારે ઢાંકણું બંધ કરવાનુ નથી. એટલે કે બેકિંગ સોડાને ખુલ્લોજ રાખવાનો છે.

બેકિંગ સોડાને ફ્રીઝ માં એક દિવસ ખુલ્લો મુકી રાખવાથી તમારા ફ્રીઝમાંથી જે પણ વાસ આવે છે તે વાસ આવવાની બંધ થઈ જશે. અહિયાં બતાવેલી ટીપ્સનો તમે ઉપયોગ કરશો તો તમને ઘણો જ ફાયદો થશે.

5)  ચટણી બનાવવાની રીત: જ્યારે પણ જમવાનું હોય અને જો પીરસતી વખતે લીલી ચટણી જોવા મળે તો મોંમાંથી પાણી આવી જતું હોય છે. તો તમારા ઘરે પણ રોજ લીલી ચટણી નો ઉપયોગ થતો હોય તો આ ટિપ્સ થી ચટણી બનાવો.

જ્યારે પણ ચટણી બનાવો ત્યારે તેમાં બરફ નાં ટુકડાનો ઉપયોગ કરો. બરફ નાં ટુકડાઓ નો ઉપયોગ કરવાથી તમારી ચટણી બનાવામાં એકદમ લીલી બને છે અને જો લાંબો સમય આ ચટણી રાખવાની થાય ત્યારે તેમાંથી વાસ પણ આવતી નથી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા