bajri no rotlo banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કાઠીયાવાડી વસ્તુ તો બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડી સ્વાદ બધાને પ્રિય હોય છે. તો આજે આપણે જોઇશું રોટલાની રેસિપી. તમે રોટલાને થાબડીને કે ટીપીને રોટલો બનાવેલો હસે પણ આજે આપણે જોઇશું કે વેલણની મદદથી કેવી રીતે રોટલો બનાવી શકીએ.

પણ ઘણી બહેનોને મૂંઝવણ હોય કે બાજરીના રોટલા કેવી બનાવવા અથવા તો અમને આવડતા નથી. તો તમારા માટે એકદમ નવીજ રીતે એટલે કે રોટલાને ટીપીને કે થાબડ્યા વગર આ રોટલો બનાવવાની રીત જોઈશુ.

ઘણા લોકોને એવું થાય છે કે તેમણે રોટલા થાબડતા કે ટિપતા તો આવડે છે પણ રોટલા શેકતી વખતે રોટલામાં તિરાડ પડે છે. તો આજે તે વિશે પણ જોઈશું, તેની પણ ટીપ્સ આપીશું જેથી તમારા રોટલા ફૂલીને દડા જેવા થશે.

સૌ પ્રથમ બાજરીના રોટલા માટે લોટ બાંધવાનો છે. લોટ બાંધવા માટે પહેલાં મોટું વાસણ લઇલો જેમાં તમે સહેલાઈથી બાજરીનો લોટ મસળી શકો. સૌથી પહેલા લોટ ચાળી લો. હવે લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને લોટને મિક્ષ કરી દો.

હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈને લોટ બાંધી લો. તમારે એક્સાથે પાણી ઉમેરીને લોટ બાંધવાનો નથી. થોડું થોડું પાણી ઉમેરીને સારી રીતે લોટ મસળતા જેઇને લોટ બાંધવો. હાથની એડી વારો ભાગ છે તેની મદદથી લોટ ને મસળવો. લોટ સારી રીતે મસળાઇ જશે એટલે લોટમાં થોડી ચીકાશ આવે જસે.

હવે બાંધેલા લોટમાંથી ગોળ લુવા બનાવી લો. હવે એક રોટલી વણવાની પાટલી અને વેલણ લઈ લો. આ પાટલી પર એક પ્લાસ્ટિક પેપર રાખી લો. તમે પ્લાસ્ટિક ની કોથળી ને ગોળ કાપીને રાખી શકો છો. (પાપડ બનાવવામાં ઉપયોગ મા લઈએ છીએ તે). હવે લુવાને પ્લાસ્ટિક પેપર પર મુકો. હવે લુવા પર ફરીથી એક બીજો પ્લાસ્ટિક પેપર મુકો.( પાપડ બનાવીએ છીએ તે રીતે).

હવે રોટલાને રોટલી ની જેમ વણી લો. અહિયાં તમારે તમારા માપ પ્રમાણે જાડો કે પાતળો રોટલો વણી શકો છો. અહિયાં તમારે રોટલાને ફાટવાની કે તિરાડ પડવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આરામ થી આ રોટલાને વણી શકો છો.

રોટલો વણાઈ જાય એટલે પ્લાસ્ટિક પેપર ને ઉપર અને નીચેથી સાચવીને કાઢી લો. હવે માટીની તાવડી(કલાવડી) હોય તેમાં રોટલાને સાચવીને એટલે કે નીચે હવા નાં રહી જાય તે રીતે રોટલાને પાથળી દો. જો રોટલાની નીચે હવા રહી જશે તો તેમાં ભમરો પડી જશે.

ભમરો પડવો એટલે કે રોટલાની નીચે ગોળ રાઉન્ડ થશે અને રોટલો ત્યાં બળી જશે. રોટલો નાખ્યા પછી ઉપર હળવેથી હાથ ફેરવી દો જેથી તેમાં હવા રહેશે નહિ. તાવડી જ્યારે બરાબર ગરમ થાય ત્યારે જ રોટલો નાખવાનો છે નહિ તો તમારા રોટલામાં તિરાડ પડી જશે.

રોટલાનું પહેલું પડ કાચુ-પાકું થાય એટલે તેને બીજી બાજુ પલટાવી નાખવો. રોટલાની બીજી બાજુ ને સારી રીતે પકાવો. બીજી બાજુ સારી રીતે શેકાઈ જાય એટલે ફરીથી તેને પલટાવી દો. હવે તમે જોઈશે શકસો કે તમારો રોટલો ફુલવા લાગ્યો હશે. તો અહિયાં તમારે રોટલાને દડા જેવો સારી રીતે શેકાઈ જાય એટલે તેને તાવડીમાંથી બહાર કાઢી લો.

જો તમારે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રોટલો ખાવો હોય તો તમારે આ રોટલાની ઉપર નું પડ (રોટલાની પોપટી કહી શકો) છે તેને કાઢી લો. હવે રોટલામાં ઘી એડ કરીને ચમચીની મદદથી આખા રોટલા પર લગાવી દો. હવે ઉપર નું પડ બંધ કરી દો. તો અહિયાં તમારો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રોટલો બનીને તૈયાર છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા