જો કોઈ વ્યક્તિને સ્વસ્થ રહેવું છે તો, તેનો ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોવો ખુબજ જરૂરી છે. આજના સમયમાં ઘણી બધી બીમારીઓ જોવા મળે છે અને તેનાથી બચવા માટે આપણે વિવિધ ઉપાયો કરીએ છીએ. આપણા ખોરાકમાં પ્રોટીન, વિટામિન અને પોષક તત્વો હાજર હોવા ખુબજ જરૂરી છે.
સ્વસ્થ રહેવું હોય તો સવારે સમયસર નાસ્તો કરવો, બપોરે સારો આહાર લેવો અને રાત્રે પણ હેલ્ધી ફૂડ લેવું એ પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ આ સિવાય લોકો એક બીજી વસ્તુનું વધુ સેવન કરે છે, જેથી તેમના શરીરને તેનો ફાયદો મળી શકે અને તે વસ્તુ છે બદામ. લોકો સવારે બદામનું સેવન દૂધ સાથે કરે છે અથવા રાત્રે સૂતી વખતે પલાળીને કરે છે.
બધા લોકો જાણે છે કે બદામના ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો કે જો તમે બદામનું વધુ સેવન કરવામાં આવે તો તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કયા નુકશાન થાય છે.
માથાનો દુખાવો અને ઝાડા થવાનું જોખમ: 4-5 બદામમાં લગભગ 7.5 મિલિગ્રામ વિટામિન-ઈ જોવા મળે છે. 5-12 વર્ષના બાળકોને 300-600 મિલિગ્રામ અને 14 વર્ષથી વધુ ઉંમરના લોકોને 800-1000 મિલિગ્રામ વિટામિન-ઈની જરૂર હોય છે.
આવી સ્થિતિમાં જો વિટામીન-ઈનું આ પ્રમાણથી વધુ સેવન કરવામાં આવે તો તેનાથી માથાનો દુખાવો, ઝાડા, સુસ્તી અને આંખો ખરાબ થવી એવી ઘણી સમસ્યા થઈ શકે છે.
ગેસની સમસ્યા: જો આપણે મુઠ્ઠીભર બદામ વિશે વાત કરીએ, તો તેમાં લગભગ 170 ગ્રામ ફાઇબર હોય છે. જ્યારે આપણા શરીરને દરરોજ 25-40 ગ્રામ ફાઈબરની જરૂર હોય છે. આવી સ્થિતિમાં દરરોજ 4-5 બદામ ખાવી એ ઠીક છે, પરંતુ બદામ વધારે ખાવાથી પેટમાં ગેસ, ડાયેરિયા અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.
વજન વધી શકે છે: બદામમાં ચરબી અને કેલરી વધુ હોય છે. આ સાથે જો તમે દરરોજ મુઠ્ઠીભર બદામ ખાઓ છો, તો તમે 500 થી વધુ કેલરી અને 40-50 ગ્રામ ચરબીનું સેવન કરો છો. આ સાથે તમે જે પણ ખાઓ છો તેમાંથી પણ તમને કેલરી અને ચરબી મળે છે.
આવી સ્થિતિમાં વજન વધવાનું જોખમ રહેલું છે. દરરોજ 70 ગ્રામ સારી ચરબી શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી છે. દવાની અસર ઓછી થવાની સંભાવના: બદામમાં મેગ્નેશિયમ પણ વધુ માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ વધુ બદામનું સેવન કરો છો, તો તે તમારા શરીર પર દવાઓની અસર ઘટાડવામાં ફરક લાવી શકે છે.
લોહીમાં મેગ્નેશિયમનું ઊંચું પ્રમાણ એન્ટિસાઈકોટિક દવાઓ જેમ કે એન્ટાસિડ્સ, રેચક દવાઓ, બ્લડ પ્રેશરની દવાઓ અને ઘણી એન્ટિબાયોટિક્સની અસરને ઘટાડી શકે છે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.