bad habits cooking in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં કામ કરવું એ પણ એક ગુહિણીઓની કળા જ છે. એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ તેમના રસોડાને ખૂબ જ આર્થિક રીતે મેનેજ કરે છે અને એવી કેટલીક મહિલાઓ છે જે રસોડામાં ખૂબ સારી રીતે કામ કરે છે પરંતુ તેમની કમાણીનો મોટો ભાગ રસોડામાં જ ખર્ચ થાય છે.

તે લોકો સમજી પણ નથી શકતા કે આવું કેમ થઈ રહ્યું છે? અને આ બાબતમાં મહિલાઓ વધતી જતી મોંઘવારીને જવાબદાર માને છે. એ વાત પણ સાચી છે કે મોંઘવારી ક્યાંક ને ક્યાંક તમારા રસોડાને અસર કરે છે. પરંતુ તેનાથી પણ વધારે તમારી કેટલીક ખરાબ આદતો તમારી કમાણી પર બોજ વધારે છે.

જી હા, આપણા બધાને કોઈને કોઈ ખરાબ ટેવ તો હોય જ છે. તેનાથી પણ વધુ ખરાબ ટેવો તમારા રસોડા અને પૈસા માટે સારી માનવામાં આવતી નથી. રસોડાની આ આદતોથી તમારા મોટા ભાગના પૈસા વેડફાય છે અને તમને ખબર પણ નથી હોતી. તો આજે આ લેખમાં અમે તમને રસોડાની એવી કેટલીક ખરાબ આદતો વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે ખરેખર બદલવી જોઈએ.

(1) ખાદ્ય પદાર્થોનો ખોટી રીતે સ્ટોર કરવો : ઘણી મહિલાઓ એક અઠવાડિયા માટે અથવા તો દસ દિવસ માટે બજારમાંથી શાકભાજી લાવે છે, પરંતુ તેનો સાચી રીતે સ્ટોર ના કરવો એ પણ ખરેખર પૈસાનો બગાડ જ છે. હકીકતમાં જયારે તમે ખોટી રીતે સ્ટોર કરો છો ત્યારે ફળો અને શાકભાજી ઝડપથી બગડે છે અને પછી તમારે તેમને ફેંકી દેવા પડે છે.

આ રીતે તમારા પૈસાનો બગાડ થાય છે. તેથી તમે મર્યાદિત પ્રમાણમાં શાકભાજી ફળો લાવો અથવા તેને યોગ્ય રીતે સ્ટોર કરો. ઉદાહરણ તરીકે, સફરજનને હંમેશા તમારા ફ્રિજના ક્રિસ્પર ડ્રોઅરમાં સ્ટોર કરો, કારણ કે જ્યારે તે રૂમ ટેમ્પરેચર પર હોય છે ત્યારે તે ઝડપથી પાકે છે.

(2) દરેક વસ્તુ બનાવવા માટે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરવો : નૉન-સ્ટીક પૅન એ રાંધવાની સુવિધાજનક રીત છે, પરંતુ ઊંચા તાપમાન માટે આયર્નની કડાઈ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. નોન-સ્ટીક તવા પર વારંવાર ઊંચું તાપમાન તેને ઝડપથી બગાડી શકે છે. તેથી તમારે તેને ફરીથી ખરીદવાની જરૂર પડશે. આ રીતે તમારા ઘણા પૈસાનો બગાડ થશે.

(3) રસોડાના ઉપકરણોને હંમેશા પ્લગમાં લગાવી રાખવા : આ આદત મોટાભાગે ઘરના લોકોમાં છે કે તેઓ કોઈપણ ઉપકરણનો ઉપયોગ નથી કરી રહ્યા તો પણ તેને પ્લગમાં લગાવીને રાખે છે. તમે કદાચ જાણતા નહિ હોય પરંતુ રસોડાના ઉપકરણને હંમેશા પ્લગમાં રાખવાથી થોડી માત્રામાં ઊર્જા નીકળી જાય છે.

દેખીતી રીતે જ્યારે તમે તમારા ફ્રિજનો ઉપયોગ નથી કરતા હો ત્યારે તમે તેને હંમેશા માટે અનપ્લગ નથી કરી શકતા, પરંતુ તમારા રસોડાના કેટલાક નાના ગેજેટ્સ છે તમને અનપ્લગ કરવાનો પ્રયાસ કરો. જેમ કે ટોસ્ટર, કોફી મેકર અથવા ચાની કીટલી વગેરે વગેરે.

(4) જ્યારે ડીશવોશર ભરેલું ના હોય ને તેનો ઉપયોગ કરવો : ડીશવોશરમાં ડીશ સંપૂર્ણ લોડ થઈ જાય ત્યારે જ ડીશવોશર ચલાવવું વધુ સારું છે. કેટલીક સ્ત્રીઓ તેનો ઉપયોગ ત્યારે પણ કરે છે જ્યારે તેમની પાસે થોડાક કપ અને પ્લેટ હોય, પરંતુ તે વાસ્તવમાં પાણી અને ઊર્જા બંનેનો મોટો બગાડ છે.

જો જરૂરી હોય તો તમે તમારા હાથથી ધોઈને પણ જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારે વધારાના પૈસા બચાવવા માટે, હીટ-ડ્રાય ફીચરને બંધ કરો અને તેના બદલે તમારા વાસણોને બહાર હવામાં સૂકાવા દો.

તો આ રીતે તમે પણ આ આદતોને ટાળીને થોડા પૈસાનો બગાડ થતો અટકાવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય , આવા જ બીજા લેખો ઘરે બેઠા વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા