astrological benefits of wearing gold earrings
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કાનમાં સોનુ પહેરવાના ફાયદા ભારતીય સંસ્કૃતિમાં શરૂઆતથી જ ઘરેણાં પહેરવાની પરંપરા છે. ખાસ કરીને સોનું પહેરવાનો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય છે. સોનું પહેરવું, માત્ર ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ ફાયદાકારક માનવામાં નથી આવતું, પરંતુ તેના જ્યોતિષીય ફાયદા પણ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના શરીરના દરેક અંગ પર ગ્રહોનો પ્રભાવ પડે છે. એટલે કે શરીરના દરેક અંગ કોઈને કોઈ ગ્રહ સાથે સંકળાયેલા હોય છે. એ જ રીતે કાનનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે. કાન સંબંધિત સમસ્યાઓ બુધની નબળાઈ દર્શાવે છે.

બીજી તરફ રાહુ ખરાબ સ્થિતિમાં હોવાથી રોગને જન્મ આપે છે અને કેતુની ખરાબ સ્થિતિ તે રોગને વધારે છે. આવી સ્થિતિમાં જો બુધ અને રાહુ એકસાથે પ્રભાવિત થાય તો વ્યક્તિને કાન સંબંધિત રોગોનો ભોગ બનવું પડી શકે છે.

એવું માનવામાં આવે છે કે સોનું એક એવી ધાતુ છે, જેના કારણે બુધની સ્થિતિ સુધરે છે અને રાહુની ખરાબ અસર દૂર થાય છે. કાનમાં સોનું પહેરવાથી કે સોનાની બુટ્ટી પહેરવાથી કાનની બીમારી થતી નથી અને સાંભળવાની ક્ષમતા પણ વધે છે.

આ ઉપરાંત, કાનમાં સોનું પહેરવાથી ગુરુ ગ્રહ ની કૃપા પ્રાપ્ત થાય છે. બુધ અને ગુરુના સંયોગથી શુભ પરિણામ જોવા મળે છે. કાનમાં સોનું પહેરવાથી બુદ્ધિ તેજ બને છે કારણ કે કાન વીંધવાથી મગજની ઉર્જા તીવ્ર બને છે અને સોનું પહેરવાથી તે શક્તિને બળ મળે છે.

બીજી તરફ વૈજ્ઞાનિક ફાયદાની વાત કરીએ તો કાનમાં સોનું પહેરવાથી આંખોની રોશની તેજ થાય છે અને તણાવ દૂર થાય છે. વૈજ્ઞાનિક આધાર મુજબ કાનમાં સોનું પહેરવાથી લકવો, સારણગાંઠ જેવી ગંભીર બીમારીઓ નથી નથી.

કાનમાં સોનું પહેરવાથી મન શાંત થાય છે અને પ્રતિકૂળ સંજોગોમાં પણ કાર્ય ક્ષમતા વધે છે. તો આ છે કાનમાં સોનું પહેરવાના જ્યોતિષીય અને વૈજ્ઞાનિક ફાયદાઓ. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

Image credit – Freepik

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “99% લોકોને ખબર નથી કાનમાં સોનું પહેરવાથી થતા અદ્ભુત ફાયદા વિશે”

Comments are closed.