હવે ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે તો હવે એર કંડિશનરની સૌથી વધારે જરૂર પડશે. એર કંડિશનર ઉનાળાની ઋતુમાં ગરમીમાંથી રાહત અપાવીને ઠંડીનો અહેસાસ કરાવે છે.
મોટાભાગના ઘરોમાં પહેલા કુલર હતા પણ હવે એર કંડિશનરે કૂલરની જગ્યા લઈ લીધી છે. પરંતુ શું તમારા ઘરમાં હજુ સુધી એર કંડિશનર નથી અને તમે નવું એર કંડિશનર ખરીદવાનું વિચારી રહ્યા છો?
જો તમારો જવાબ હા છે તો અમે તમને જણાવી દઈએ કે એર કંડિશનર ખરીદતા પહેલા તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો આજે આ લેખમાં અમે તમને એર કંડિશનર ખરીદવા માટે કેટલીક ટિપ્સ જણાવીશું, જે ચોક્કસથી તમને કામ લાગશે. તો ચાલો જાણીએ કે એર કન્ડીશનર ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ.
વિન્ડો એર કંડિશનર ઇન્સ્ટોલ કરવાના ફાયદા : વિન્ડો એર કન્ડીશન લગાવવું સરળ છે. મોટાભાગના ઘરોમાં બારીઓ હોય છે તેથી વિન્ડો એર કંડિશનર ઇન્સ્ટોલ કરવા માટે વધારે મહેનત લાગતી નથી. નાના રૂમ માટે વિન્ડો એર કંડિશનર ફાયદાકારક છે.
આ દિવસોમાં વિન્ડો એર કંડિશનરમાં બિલ્ટ-ઇન હીટર હોય છે જેનો ઉપયોગ તમે શિયાળા દરમિયાન ઘરને ગરમ રાખવા માટે પણ કરી શકો છો.તો હવે જોઈએ સ્પ્લિટ એર કંડીશનર લગાવાના ફાયદા વિશે.
સ્પ્લિટ એર કંડિશનર ઇન્સ્ટોલ કરવાના ફાયદા : સ્પ્લિટ એર કંડિશનર ઘરને ઝડપથી ઠંડુ કરે છે કારણ કે તેમાં વિશાળ બ્લોઅર હોય છે જે મોટી માત્રામાં હવાને બહાર ફેંકે છે. જ્યારે સ્પ્લિટ એર કંડિશનર ચાલી રહ્યું હોય અને સ્પ્લિટ એર કન્ડીશનરમાં કન્ડેન્સર બહારની તરફ હોય ત્યારે ઓછો અવાજ આવે છે.
સ્પ્લિટ એર કંડિશનર ઇન્સ્ટોલ કરવા માટે કોઈ વિન્ડોની જરૂર નથી પડતી. તમે તેને તમારા ઘરની કોઈપણ દિવાલ પર સરળતાથી ફીટ કરી શકો છો.
પાવર વપરાશ : જે એર કંડિશનરની વધારે રેટિંગ હોય છે તે મોંઘા હોય છે. પરંતુ વધારે રેટિંગવાળા એર કંડિશનરમાં ઓછી વીજળીનો વપરાશ થાય છે. એટલે કે જો તમે વધારે રેટિંગવાળું એર કંડિશનર ખરીદીને લાવો છો તો તમારું વીજળીનું બિલ ઓછું આવે છે.
એર કંડિશનર 1 સ્ટારથી લઈને 5 સ્ટાર સુધી આવે છે. સ્ટાર જેટલો ઊંચો હોય છે તેટલો જ ઓછો પાવર વપરાશ થાય છે. ઉદાહરણ તરીકે જો તમે 5 સ્ટાર એર કંડિશનર ખરીદો છો તો તમારું 5 સ્ટાર એર કંડિશનર 3 સ્ટારની સરખામણીમાં ઓછી વીજળીનો વપરાશ કરે છે.
કિંમત જરૂરથી તપાસો : એર કંડિશનર ખરીદતા પહેલા તમારે કિંમત જરૂર તપાસવી જોઈએ. એર કંડિશનરની કિંમત 25 હજારથી લઈને 50 હજાર સુધીની હોય છે. તો તમારે તમારા બજેટ પ્રમાણે એર કંડિશનર ખરીદવું જોઈએ અને એવું ક્યારેય વિચારશો નહીં કે સસ્તું એર કંડિશનર સારું નથી હોતું.
એર કંડિશનરની અન્ય વિશેષતાઓ : શું તમને ખબર છે કે હવાને ઠંડુ કરવા માટે કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે? જો નથી જાણતા તો તમને જણાવી દઈએ કે મોટાભાગના એર કંડિશનરમાં કોપર કોઇલનો ઉપયોગ થાય છે, કારણ કે તે હવાને ઝડપથી ઠંડુ કરે છે.
કોપર કોઇલ લાંબા સમય સુધી ચાલે છે અને તેને મેનટેન કરવું પણ સરળ હોય છે. એર કંડિશનરમાં સ્લીપ મોડનો વિકલ્પ હોય છે. સ્લીપ મોડ દર કલાકે આપમેળે કૂલિંગ બંધ કરે છે, જેનાથી તમને તમારા વીજળીના બિલમાં બચત થશે.
ઘણા એર કંડિશનરમાં ઓટો-ક્લીન નામનું ફંક્શન હોય છે જે ભેજનું સર્જન કરીને હાનિકારક સૂક્ષ્મજીવોને વધતા રોકે છે. તમે એવું એર કંડિશનર પસંદ કરો જેમાં કુલિંગ અને હિટિંગ બંને સુવિધાઓ હોવી હોય. જેથી તમે ઉનાળા અને શિયાળા બંનેમાં તેનો ઉપયોગ કરીને ઘરને ગરમ અને ઠંડુ રાખી શકો.
આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો : એર કંડિશનરની ઓનલાઈન ખરીદી ક્યારેય ના કરવી જોઈએ. સારી બ્રાન્ડનું એર કંડિશનર જ ખરીદવાનો આગ્રહ રાખો. એવું એર કંડિશનર ખરીદો જેમાં વોરંટી અને ગેરંટી હોય. જો તમારું એર કંડિશનર બગડે છે તો તેને રિપેર અથવા બદલી શકો છો.
જો તમને અમારો આર્ટિકલ વાંચીને ઉપયોગી માહિતી મળી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને જીવનઉપયોગી લેખો ઘરે બેઠા જાણવા મળશે.