એસીડિટી તીખું, તળેલું, આથાવાળું આ બધું ખાવાથી જ થાય છે એ વાત સાચી જ છે, પણ તીખું તળેલું ખાવાથી એસિડિટી થાય એવું જરૂરી નથી. બીજા અનેક કારણોથી એસીડીટી થાય છે એ કારણોને સમજવા પડશે. તો એસીડીટી વાળી વ્યક્તિઓ આ આર્ટિકલ ખાસ વાંચો.
એસિડિટી એટલે કે અમ્લપિત્ત રોગીઓ દિવસે દિવસે વધતા જાય છે. આપણે સૌ એના કારણોમાં જ ઊંડા ઊતરીએ તો તીખું, તળેલું, આથાવાળું, મસાલાવાળું, મરી મસાલા વાળો, મરચાં, ખટાશ, છાશ, ટમેટા,બાજરો આ બધું ખાવાથી જ થાય એવું માનીયે છીએ.
પરંતુ આની સાથે સાથે આ કારણો પણ જવાબદાર છે તો આ વાત આપણે સમજીએ તો મટી જશે, બાકી તમને પરેશાન કર્યા જ કરશે. તો અન્ય કયા કયા કારણો જવાબદાર છે તેના વિશે આપણે જાણીશું.
માનસિક કારણોમાં જોઈએ તો, વધુ પડતો તણાવ, સ્ટ્રેસ લેશો તો પણ એસિડિટી તમને થઈ જશે તો આપણે હંમેશાં તણાવ, સ્ટ્રેસને આપણાથી દૂર રાખવાનો છે આપણે તેના કારણોમાં ઊંડું નથી ઉતરવાનું પરંતુ, આપણે માનસિક ચિંતાઓથી દૂર રહેવાનું છે કારણ કે તમે માનસિક ફ્રેશ રહેશે તો તમે એસિડિટીથી મુક્તિ રહેશો.
આ સાથે ભય, ચિંતા, ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, બેચેની, અરૂચિ આ બધા કારણો પણ જવાબદાર છે. આ બધા રોગો અથવા તો આ બધા શરીર જન્ય પ્રોબ્લેમો જે વ્યક્તિઓ ધરાવતી હોય એવી વ્યક્તિઓને પણ એસિડિટી થઇ શકે છે તો એસીડીટી ની દવાઓ લેવા કરતાં તમારે આ બધા રોગોથી મુક્ત થવું હોય તો તમારા મનને હળવું રાખજો અને આ બધા રોગોથી તમારે દૂર રહેવાનું છે અને તમારે પ્રાણાયમ, યોગ, તમને જ્યાં ગમતું હોય એવા સ્થળ ફરવાનું આવું બધું કરશો તો પણ તમારી એસીડીટી કુદરતી રીતે મટવાપાત્ર છે.
આપણે આપણા મન સાથે યુદ્ધ કરીએ છીએ. મન પાસે વધારે પડતાં કામ લઈએ છીએ. તો આપણું મન પણ એક સમયે થાકી જાય છે, જેમ આપણું શરીર થાકે છે તેમ આપણું મન પણ થાકે છે એમ આપણું લીવર પણ થાકે છે.
આપણું પિત્તાશય પણ થાકે છે. તો આપણે આપણા મન સાથે જો સતત યુદ્ધ કર્યા કરશું. વિચારશીલ મગજ રાખીશું તો પણ એસિડિટી થવાની પૂરી શક્યતાઓ છે, તો આપણે વધારે પડતું વિચારવાનું નથી, ન બોલવાનું બોલવાનું નથી, ન વિચારવાનું વિચારવાનું નથી. આ બધું આપણે ધ્યાન રાખીશું તો પણ આપણને એસીડીટી આપમેળે માટી શકે છે.
અન્ય કારણોમાં જોઈએ તો વધારે પડતો ગુસ્સો કરવાથી, વધારે સમય જાગવાથી, મોડે સુધી સુતા રહેવાથી, એકધારી સતત ચિંતા કરવાથી, એકની એક વાત મનમાંથી જાતિ ના હોય, કોઈ એ કાંઈ કીધું હોય તો મનમાં રહી જતું હોય, સતત મોડે સુધી વાંચન કરવાથી, ઊંધા એકધારા સૂવાથી, ઈર્ષા દ્વેષ કરવાથી, મન સાથે યુદ્ધ કરવાથી આ બધા કારણોથી પણ હોજરીમાં એસિડનું પ્રમાણ વધે છે અને એસીડીટી ઉત્પન્ન થાય છે,
પેટમાં બળતરા થાય છે, આંખોમાં બળતરા થાય છે, છાતીમાં બળતરા થાય છે, નબળાઈ જેવું લાગે છે. આપણે શરીરમાં ટેમ્પરેચર જેવું લાગે છે, પરંતુ આપણે જ્યારે એ ટેમ્પરેચર માપવા જઈએ ત્યારે તાવ બિલકુલ નથી આવતો અને પગ ના તળિયા બળે છે આ બધા કારણો એસીડીટીના છે
તો આ બધું ન થવા દેવું હોય તો મેં તમને આગળ જણાવ્યું તે બધી આપણી કુટેવો બંધ કરજો આના મૂળમાં ઉતરીએ તો મનને પ્રસન્ન રાખવાનું છે અને મન તમારું પ્રસન્ન છે તો તમને આ એસીડિટી જડમૂળમાંથી મટી શકે છે અને ક્યારેય પણ દવાઓ લેવાની નહિ પડે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.