રોજ એક પીસ ખાસો તો શિયાળા માં પણ કફ કે શરદી નહી થાય.

0
411
aadu pak recipe

આજે આપણે શિયાળામાં ખુબ જ ઉપયોગી આદુપાક બનાવાના છીએ. શિયાળાની સિઝન માં જો તમે રોજ એક આદુ પાક નો પિસ ખાસો તો તમને શરદી કે કફ ની કોઈ તકલીફ નહી થાય.

સામગ્રી:

 • ૩૦૦ ગ્રામ ઝીણો સમારેલો ગોળ
 • ૨૦૦ ગ્રામ ઘી
 • ૫૦ ગ્રામ બદામ
 • ૫૦ ગ્રામ કાજુ
 • ૫૦ ગ્રામ ખારેક( બીજ કાઢી લેવા)
 • ૫૦ ગ્રામ કોપરાનું છીણ
 • ૫૦ ગ્રામ બાવળ નો ગુંદર
 • ૨૦ ગ્રામ ગંઠોડા
 • ૨૦ ગ્રામ મગતરી નાં બીજ
 • ૨૫૦ ગ્રામ આદું

બનાવાની રીત:-

Aadu Pak Recipe

 • સૌ પ્રથમ ખારેક ને મિક્ષર માં ગ્રાઇન્ડ કરી લો. એજ રીતે કાજુ અને બદામ ને પણ ગ્રાઇન્ડ કરી લો. તમે કાજુ અને બદામ ને  નાના નાના ટૂકડાં કરીને પણ ઉપયોગ માં લઇ શકો. ગાઈન્ડ કરતા સમયે મિક્સર ને ૩-૪ વાર ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવું જેથી કાજુ બદામ નું તેલ ના નીકળે. એજ રીત ગુંદર ને પણ ગ્રાઇન્ડ કરી લો.
 • બધું ગ્રાઇન્ડ થયા પછી આદુ લઈ તેને ધોઈ, તેની છાલ કાઢી લો. હવે આદું ના નાના-નાના ટુકડા કરી લો અને તેને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લો.

Aadu Pak Recipe

 • હવે એક પેન માં ૨૦૦ ગ્રામ ઘી માંથી ૨ મોટાં ચમચા ઘી પેન માં એડ કરો. ઘી બરાબર ગરમ થઇ ગયાં પછી તેમા ગુંદર ને એડ કરી, સાંતળી લો. જો ઘી બરાબર ગરમ નહી હોય અને ગુંદર નાખશો તો ગુંદર બરાબર સંતળાસે નહી અને જયારે આદું પાક ખાસો ત્યારે મોઢામાં ગુંદર ચોટસે. જયારે ગુંદર ને એડ કરો ત્યાર પછી ગેસ ધીમો કરી દેવો, અને ધીમા ધીમા ગેસ પર ગુંદર ને સાતળવો જેથી ગુંદર બળે નહી. ૩-૪ મિનિટ માં ગુંદર ફૂલી જસે અને કલર પણ બદલાઈ જસે. હવે ગુંદર ને એક પ્લેટમાં કાઢી લો.

Aadu Pak Recipe

 • હવે એજ પેન માં થોડું ઘી એડ કરી તેમાં આદુની પેસ્ટ એડ કરી તેને ૮-૧૦ મિનિટ માટે સાંતળી લો. આદુને ધીમા તાપે બરાબર સેકી લો જેથી આદું કાચું નાં રહી જાય.આદુ શેકાસે ત્યારે તેની સારી સુગંધ આવશે અને આદુમાંથી ઘી પણ છૂટું પડશે. હવે ગેસ બંધ કરીને તેને એક પ્લેટ માં લઇ લો.

Aadu Pak Recipe

 • હવે પેન માં વધેલું ઘી એડ કરીને તેમાં ગોળ એડ કરો. ધીમા ગેસ પર ગોળ ને હલાવતા જાઓ. ૨-૩ મિનિટ માં ગોળ સારી રીતે પીગળી જશે. ૩-૪ મીનીટ માં ગોળ પર બબલ્સ  આવે ત્યારે આદુને ગોળ અને ઘી માં મિક્ષ કરી લો. થોડું હલાવતા જાઓ અને તેમાં ગુંદર ને એડ કરો. હવે ખારેક, સુકું ટોપરાનું છીણ એડ કરીને બરાબર મિક્ષ કરી લો. બરાબર મિક્ષ થયા પછી તેમાં મગતરી નાં બીજ એડ કરો. મગતરી નાં બીજ એડ થયા પછી તેમાં કાજુ બદામ નો પાઉડર એડ કરો. બધું બરાબર એડ થઈ ગયાં પચી તેમા ગંઠોડા નો પાઉડર એડ કરો. બધું બરાબર મિક્ષ કરી લો. બધુ બરાબર મિક્ષ થઇ ગયા પછી એક ગ્રીસ કરેલી થાળી માં તેને ઠાળી દો.

Aadu Pak Recipe

 • હવે તમેં એની પર ડ્રાયફ્રુટ એડ કરી શકો છો. હવે ફ્રીઝ માં ૩-૪ કલાક માટે સેટ થવા મુકી દો. ૩-૪ કલાક પછી સેટ થઈ જાય ત્યારે  ચપ્પા વડે તેના નાના નાના પીસ કરી દો. તો તૈયાર છે તમારો આદું પાક.

નોંધ:- તમે આ આદું પાક ૧ મહિના સુધી સ્ટોર કરી ને ઉપયોગ માં લઇ શકો છો.

તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો 👉 રસોઈ ની દુનિયા