આજે વિટામિન C થી ભરપૂર એટલે કે લીંબુ પાણી પીવાના ફાયદા વિષે વાત કરીશું.લીંબુ, નારંગી, ચકોતરા, સંતરા, મોસંબી, પપનસ, ગળ્યું લીંબુ, બીજોરું, વગડાવ લીંબુ આ તમામ લીંબુની જ મૂળ બીજોરા ની જાતિ છે. લીંબૂના શરબત માટે સાકર લીંબુના રસથી અઢી ગણી લેવાની પરંપરા છે લીંબુને આમવાત, રક્ત પિત્ત તથા વાત્રક માપી શકાય છે. લીંબુ નું અડધું ફાડુ નો રસ એક ગ્લાસ પાણીમાં મેળવીને થોડું સિંધવ નાખીને પીવાથી તુરંત જ તાજગી આવે છે.
(શરીરને એનર્જી આવે છે). લીંબુ પાણી પીવાથી તુરંત જ અરુચિ દૂર થઈ જાય છે ચહેરા પર ચમક આવે છે જે લોકોને ઉદાસી, અરૂચિ હોય તેવા લોકો ખાસ આ પ્રયોગ કરે.
લીંબુ પાણી પીવાથી હૃદય ઉત્તેજિત થાય છે અને હૃદય સ્વસ્થ થવાથી બાકીની શરીર ક્રિયા સતેજ રહેવા પામે છે. લીંબુનું જળ ને પાચક જળ માંનવામાં આવ્યું છે. તે દીપક છે આંખ માટે બહુ જ હિતકર છે અતિ રુચિ આપનાર હોવાથી તે કફ વાયુ ઉધરસને પણ શાંત કરનારું છે લીંબુ પાણીથી ઊલટી અને કંઠરોગ પણ શાંત થાય છે લીંબુનું પાણી પીવાથી પેટનો ગોળો, ગુલ્મ મલસ્તંભ, ક્ષય તથા કૃમિ રોગમાં અતિ લાભ થાય છે
લીંબુ ની તમામ પ્રજાતિનું જળ ત્રિદોષહર એટલે કે વાત, પિત્ત અને કફને દૂર કરનાર ફળ છે. દરરોજ લીંબૂ નું પાણી પીનારાને કોલેરા થવાની સંભાવના રહેતી નથી. ભોજન પહેલા લીંબુ, આદુ અને સિંધવ પીવાથી અજીર્ણ દૂર થાય છે અને હોજરીનો અગ્નિ તેજ થાય છે અગ્નિ પ્રદીપ્ત થાય છે પિત્ત શમન માટે લીંબુનો રસ સાકર સાથે પીવાથી તરત લાભ થાય છે જે લોકોને એસીડીટીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ
ઉનાળામાં લીંબુનું સેવન કરવાથી ઉષ્ણતા નિવારણ થાય છે અને મૂત્ર જલન પણ શાંત થાય છે પરંતુ આ પ્રયોગ વૈધની સલાહ પ્રમાણે કરવાનું છે ઉનાળામાં લીંબુનું પાણી પીવાાથી દુર્બળતા પણ દૂર થાય છે તે પીવાથી શક્તિ, સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે એના સિવાય પણ દરેક ઋતુમાં આ પ્રયોગો તમે કરી શકો છો. માનસિક તાણ, તરસ, જુની ઉધરસ, તાવ, કૃમિ, કિડનીના રોગો, ચામડીનારોગો વગેરે માટે લીંબુ નું પાણી ખૂબ જ ઉપયોગી છે ઉનાળામાં લીંબુ તથા ડુંગળીનું સેવન કરવાથી લૂ લાગતી નથી અને લૂ લાગી હોય તો તે પણ શાંતિ મળે છે ઠંડુ લીંબુનું જળ પીવાથી લીવર શાંત રહે છે
બેચેની ગભરાહટ દૂર થાય છે બાળકો માટે લીંબુનો રસ ખૂબ જ હિતકારી છે લીંબુના જળ સાથે મધ પીવાથી તેમાં અનેક ગુણો થતા તે ઔષધી બની જાય છે. લીંબુના રસમાં મધ પીવાથી વજન પણ ઘટે છે માટે જે લોકોને વજન બાબતે પોતાના પ્રશ્નો હોય, વજન ઘટાડવું હોય તેવા લોકો લીંબુ અને મધનું સેવન અવશ્ય કરવું જોઈએ.
લીંબુનું જળ સમગ્ર શરીરની સફાઈ કરનારું છે. લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન C મળી રહે છે અને વિટામિન સી ની ઉપયોગીતા રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું છે માટે વિટામીન સી જે લોકોને ઘટતું હોય તેવા લોકો પણ લીંબુનું સેવન અવશ્ય કરે. ચામડી પર તેનો રસ લગાવવાથી ચામડી પણ ઉજ્જવળ બને છે. જે લોકોને ચામડીના રોગમાં ધાધરની પ્રશ્ન હોય તો તેવા લોકોએ ધાધર પર લીંબુનો રસ ચોપડવાથી ધાધર માં રાહત મળે છે.
લીંબુ તો દરેક ઘરમાં સહેલાઈથી આપણા રસોડામાં મળી રહે છે. દાળ ભાત શાક રોટલી આપણે બનાવીએ તેમાં પણ આપણે લીંબુનો પ્રયોગ કરતા જોઈએ છીએ તેથી તો કહેવાય છે કે ભારતીય રસોડા જ આપણી ઔષધિ છે. ભારતીય રસોડુ જ આપણા શરીરને રોગમુક્ત રાખનારું છે અનેક ઔષધિ જેેેેેવી કે હળદર, રાઇ, મીઠું, સિંધવ મીઠું, લવિંગ, એલચી, જાયફળ છે આ તમામ ઔષધિ ખૂબ જ લાભ આપનારા છે તેમ લીંબુ પણ એમાંનું છે, લીંબુનો ઉપયોગ શરીરમાં પ્રમાણસર કરવો જોઈએ, તો લીંબુ આપણને લાભ આપનારું ફળ છે.