કાકડીના અઢળક ફાયદાઓ – kakdi khavana fayda

kakdi khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની મોસમ અત્યારે એની તીવ્રતા પર છે. જ્યારે કાકડી ખાવાના ફાયદા જાણી લેવાની જરૂર છે. આ મોસમમાં કાકડીનું દરેક ગ્રુપમાં સેવન કરવાથી આરોગ્ય માટે અનેક ફાયદા મળે છે. કાકડીમાં ૯૦ ટકા પાણી રહેલું છે. તેથી કાકડી શરીરને હાઈડ્રેટ કરવામાં મદદરૂપ થાય છે.

કાકડી ખાઈને શરીરને પાતળું રાખી શકાય છે. કારણ કે એમાં કેલરીની માત્રા નહીંવત છે. કાકડીની છાલ મા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. શારીરિક તંદુરસ્તી માટે અનેક પ્રકારના સલાડ ખાવાનું સલાહભર્યું છે. જે સલાડ મા કાકડીના હોય એ સલાડ અધૂરું ગણાય છેેે. પછી એ હોટેલ હોય કે ઘર.

કાકડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર રહેલા હોય છે. કાકડીનો રસ ઊંચા અને નીચા બંને બ્લડ પ્રેશરમાં પણ અતિ લાભદાયી છે. એક થયેલા અધ્યયનમાં જાણવા માં આવ્યું છે કે કાકડી સાથે ઓછી સ્ટાર્ચને પ્રોટીનવાળો આહાર ખાવાથી હાઈ બી પી થી પીડિત લોકોના રક્તચાપ માં ૫.૫ અંકનો ઘટાડો જોવા મળ્યો છે.

કાકડીમાં ઉચ્ચ માત્રામાં પાણી અને ફાઇબર હોય છે. જે પાચનતંત્ર માટે ફાયદાકારક છે.  એસિડિટી, કબજિયાત, છાતીમાં બળતરા, ગેસ અને અલ્સર જેવા વિવિધ પાચનક્રિયા સંબંધિત વિકારોમાં ઘરબેઠા એક ગ્લાસ કાકડીનું જ્યૂસ પીને ફાયદો મેળવી શકાય છે. કાકડીમાં વિટામીન એ, પોટેશિયમ, ફોસ્ફરસ લોહ તત્વ જેવા અનેક પ્રકારના પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે.

નિયમિત કાકડી ખાવાથી મેમરી લોસ એટલે કે સ્મરણ શક્તિ ઘટી જવાની તકલીફ ઊભી થતી નથી. ઉંમર વધે તેમ લોકોને સાંધાના દુખાવાની ફરિયાદ વધે છે. એ વખતે ગાજરની સાથે કાકડીનું સેવન કરવાથી સાંધાની પીડામાં ઘટાડો થાય છે. કાકડી ખાલી કેન્સરથી જ બચાવતી નથી પરંતુ કાકડી ખાવાથી તમારા શરીરને કેન્સરથી લડવાની ક્ષમતા પણ વધે છે.

પાકેલી કાકડી પિત્તથી ઉત્પન્ન થતા દોષોને દૂર કરે છે પણ કાકડીનું વધારે સેવન કરવાથી વાયુ અને કફ થાય છે. દરરોજ રાતે સૂતા પહેલા કાકડીનું એક ગ્લાસ જ્યૂસ પીવાથી શરીરમાં વધી ગયેલી ચરબી ઘટે છે.  કાકડીમાં સિલિકોન અને  સલ્ફર પણ વધારે માત્રામાં હોય છે જે વાળ નો ગ્રોથ અત્યંત વધારે છે. કાકડીના રસથી વાળ ધોવા અને કાકડીના રસમાં ગાજર, પાલકનો રસ મેળવીને પીવો તો વાળ વધશે.

જો તમે શ્વાસ લેતા સમયે કે વાર્તાલાપ કરતી વખતે આવતી દુર્ગંધથી પરેશાન છો. તો કાકડીની એક સાઈડ કરીને જીભની મદદથી તાળવે ચોંટાડી રાખો. કાકડીમાં રહેલા તત્વો લાળનું ઉત્પાદન કરે છે અને દુર્ગંધ ફેલાવતા બેકટેરિયાને નષ્ટ કરે છે. આ સિવાય પેટમાં થતી ગરમી અટકાવે છે જે શ્વાસની દુર્ગંધનું એક કારણ છે. કાકડી ખાવાથી દાંત તેમજ પેઢાની પર લાગેલા તત્વો ઓછા થાય છે અને મોઢામાં રહેલી દુર્ગંધ પૂર્ણ વિરામ પામે છે.

કાકડીમાં રહેલું એસ્કોર્બિક એસિડ અને અમુક એન્ઝાઈમ આંખમાં થતાં સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. કાકડી ની સ્લાઈસ કાપી ફ્રીજમાં ઠંડી થવા રાખી દો. દસ મિનિટ પછી એક-એક સ્લાઈસને તમારી બંને આંખ પર લગાવો. પછી આંખને ગરમ પાણીથી ધોઇ લો. એક અઠવાડિયા સુધી દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી આંખના સોજા અને આંખની નીચે પડી ગયેલા કાળા દાગ માં રાહત મળે છે.

 કાકડી ના ઉપયોગ થી લગભગ દરેક સ્ત્રી પરિચિત હશે. કાકડી નો સ્વભાવ શીતળ અને સ્વાસ્થ્ય સંબંધિત માટે પ્રભાવશાળી છે. કાકડીને બ્લેન્ડ કરી પ્રભાવી ત્વચા પર લગાવો. પછી તેને સુકાવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી નાહી લો. થોડા દિવસો સુધી આ કરવાથી તમને સકારાત્મક પરિણામ મળશે.

કાકડી કાર્બોહાઇડ્રેટને ઊર્જામાં પરિવર્તિત કરવામાં સહાય કરે છે. અમેરિકા મધુપ્રમેહ અનુસાર કાકડીનું સેવન બ્લડ શુગરના સ્તર ઓછું કરવામાં સૌથી સરળ રીત છે.  કાકડી ના ફાયદા જાણવા ની સાથે કાકડીનું સેવન કરતી વખતે કેટલીક ધ્યાનમાં લેવા જેવી બાબતો પણ આપણે યાદ રાખવું જોઈએ.

 જે લોકો એલર્જીથી પીડિત છે તે લોકોએ કાકડીનું સેવન પહેલા સલાહ અવશ્ય લેવી જોઇએ. જો તમે જૂની શ્વાસની બીમારીથી પીડિત છો તો કાકડી ખાવાનું ટાળવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન કાકડીનું વધારે સેવન ન કરવું. તેમજ વધારે પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો થાય છે અને ફુલેલા હોય તેવુ મહેસુસ થાય છે. કાકડીને હંમેશા ધોઈને ખાવી તેમજ યોગ્ય માત્રામાં જ ખાવી તેનાથી આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. 

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.