dahi kone khavu ane kone na khavu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે સ્વાભાવિક રીતે આખા દેશમાં સાંજના સમયે કોઈ ધાબા પર, રેસ્ટોરન્ટ માં કે લોજમાં જઇએ ત્યારે આપણે હોંશે હોંશે રાત્રે દહીં ખાતા હોઈએ છીએ. આજે વાત કરીશું કે, ક્યારે દહીં ખવાય અને ક્યારે દહીં ના ખવાય. દહીં એના સ્વભાવથી ગરમ છે અને ભારે છે. દહીં રુચિ આપનાર છે અને દહીં ઓજસ તત્વ વધારનાર છે.

દહીં કોણે ના ખાવું જોઈએ : તાવ આવ્યો હોય એને દહીં ખાવાનું નથી. સોજા ચડ્યા હોય એમણે દહીં ખાવાનું નથી. રક્તપિત્ત વાળાને દહીં ખાવાનું નથી. કફ વાળાએ દહીં ખાવાનું નથી. પિત્ત વાળાએ દહીં ખાવાનું નથી.

ચામડીના રોગ વાળાઓ નહીં ખાવાનું નથી. વેદ વૃદ્ધિ જેને થયો અને દહીં ખાવાનું નથી. કમળો હોય એમને દહીં ખાવાનું નથી. જેને સતત લોહી વિકાર રહેતો હોય એમને દહીં ખાવાનું નથી. જેને ચામડીમાં અલગ-અલગ પ્રકારના વ્રણ નીકળતા હોય તેમણે દહીંનું ખાવાનું નથી.

શુષ્ક અને પાંડુરોગ વાળા એ ખાવાનું નથી. દાહ રોગવાળા એ પણ દહીં ખાવાનું નથી. વસંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુમાં દહીં ખાવાનું નથી. આયુર્વેદની પરંપરાગત છે કેળા સાથે, ગોળ સાથે અને દૂધ સાથે દહીં ખાવાનું નથી.

રોજ દહીં ખાવાનું નથી. રાત્રે તો ક્યારેય ખાવાનું નથી. ગરમ કરીને પણ દહીં ખાવાનું નથી. વધારે પ્રમાણમાં પણ દહીં ખાવાનું નથી. જમવા માં છેલ્લે દહીં ખાવું નહીં.

અત્યાર સુધી તમને કદાચ કંટાળો આવ્યો હશે કે દહીં ખાવાનું કોને છે તો. દહીં શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જે ને ઝાડા થયા હોય એને દહીં ખાવું જોઈએ. અરુચિ વાળાએ દહીં ખાવું જોઈએ અને નબળાઈ રહેતી હોય એમને દહીં ખાવું જોઈએ.

હરસ થયા હોય એમને દહીં ખાવું જોઈએ. વાયુ પ્રકૃતિ હોય એમને દહીં ખાવું જોઈએ. હેમંત, શિશિર અને વર્ષા ઋતુ માં દહીં ખાવું જોઈએ. ઘી અને મધ મેળવીને દહીં ખાવાનું મહિમા છે.

આમળા મેળવીને પણ દહીં ખાવું જોઈએ અને છેલ્લે ગાય ના દૂધ નું દહીં ખૂબ જ ઉપયોગી છે. શરીર ને ચારે કોરથી પુષ્ટતા આપનાર છે મીઠું મધુરું છે.

જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે..

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા