કિસમિસ તો ખાધી હશે પણ તેનુ પાણી પીવાથી થાય છે આ અદભુત ફાયદા – Kisamis khavathi thata fayda in gujarati

kisamis khavathi thata fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સુકા મેવામા ઘણા લોકો કિસમિસ ખાવાનું પસંદ કરતા હોય છે તો ઘણા લોકો  કાજુ, અખરોટ ખાવાનું પસંદ કરતા હોય છે. પણ કિસમિસ એક એવો સૂકો મેવો છે. જે લગભગ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. નાના હોય કે મોટા દરેકને કિસમિસ ભાવતી હોય છે. તેનો ખાટો મીઠો સ્વાદ બધાને ખૂબ જ પસંદ આવે છે.

કિસમિસ એટલે કે સુકી દ્રાક્ષ જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ ગુણકારી પણ છે. તે સુકી ખાવામાં જેટલી ગુણકારી છે તેટલી જ પાણીમાં પલાળીને તેનું પાણી પીવાથી ખૂબ જ લાભ થાય છે. હાર્ટ, કિડની, લીવર, પેટની ગરમી ઘણી તકલીફોમાં કિસમિસ ખૂબ જ અસર કરે છે. તો જાણી લઈએ કિસમિસ ના લાભ વિશે.

૧) હાર્ટ ને તંદુરસ્ત રાખે છે:  કિસમિસ ના સેવનથી અને તેનું પાણી પીવાથી શરીરમાં ચારેતરફ લોહીનું પરિભ્રમણ વધારે સ્વસ્થ બને છે. તેનાથી લોહીની નળીઓમાં જમા થતો કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે અને રોજિંદા જીવનમાં તેનું સેવન લોહીની નળીઓમાં કોલેસ્ટ્રોલ જમા જ નથી થતો. આ કારણે હાર્ટ તો સ્વસ્થ રહે છે સાથે સાથે હાઇ બીપી અને હાર્ટએટેક જેવી તકલીફ છે પણ તમે બચી શકો છો.

૨) રેડ બ્લડ સેલ્સ માટે લાભદાઇ છે : જો તમે રોજ કિસમિસ ના પાન નુ સેેેેવન કરશો તો તેનાથી રેડ બ્લડ સેલ્સ પણ હેલ્ધી રહે છે. તેની અંદર રહેલું આયર્ન અને કોપર રેડ બ્લડ સેલ્સ ને હેલ્ધી રાખવાની સાથે સાથે નવા રેડ બ્લડ સેલ્સ ડેવલપ કરવાનું પણ કામ કરે છે. જેનાથી એનીમીઆ પણ દૂર થાય છે.

૩) કિસમિસ લીવર ને હેલ્ધી રાખવા મા મદદ કરે છે.  કિસમિસ ને રાત્રે પલાળી, સવારે તેનું પાણી પીવાથી લીવર સાફ રહે છે. લીવર નો કચરો દૂર થાય છે, કારણ કે તેની અંદર ઘણા વિટામિન અને મિનરલ્સ હોય છે. તેથી તેના સેવનથી શરીરમાં રહેલા ટોક્સિન એટલે કે શરીરનો કચરો દૂર થાય છે.  શરીરના ટોક્સિન દૂર થવાથી શરીરની અંદર રહેલા અંગો સાફ થઈ જાય છે અને તે વધારે કાર્યરત બને છે.

૪) એસીડીટી માટે ગુણકારી : પેટની ગરમી હોય, પેટમાં એસિડ વધી જવાને કારણે પેટમાં બળતરા અને તકલીફ હોય છે .અવારનવાર કંઇક પણ ખાવાથી, ટેન્શન લેવાથી, પેટની અંદર એસિડનું પ્રમાણ વધી જવાથી એસીડીટી થતી હોય છે. ખોરાકનું પાચન ના થવું ત્યારે કિસમિસને પાણીમાં પલાળી તેનું સેવન કરવાથી આ તમામ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાશે. તેની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ નુ પ્રમાણ વધારે હોવાને કારણે આ સમસ્યાથી પણ છુટકારો મળે છે.

૫) એનર્જી વધારવા: કિસમિસના સેવનથી શરીરને ઊર્જા મળી રહે છે. તેથી તેનું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ લાયક બની રહે છે. ખાસ કરીને જ્યારે ડાયટ કરતા હો ત્યારે ચોક્કસ તેનું સેવન કરવું જોઇએ .તેનાથી ભૂખ સંતોષાય છે અને વજન પણ નથી વધતુ. કિસમિસ ણી હંમેશા માટે સવારે જ પીવું જોઈએ. રાત્રે બે વાટ્કા માં પાણી સાથે કિસમિસ પલાળીને સવારે તે પાણી પી જવું.

તમે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે.