ફક્ત 3 દિવસ માં તાવ, શરદી, ખાંસી, માઈગ્રેન, ડાયાબીટીસ, લીવરના રોગોને કહો બાય બાય

adu khavathi thata fayda ane nuksan

આદુ એક મસાલા તરીકે ઉપયોગ થાય છે. આજે જમવામાં તથા અનેક નુસખાઓ માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદિક દવામાં, અને અન્ય રોગોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આદુ ના કેટલાક ફાયદા પણ છે સાથે સાથે તેના નુકશાન પણ છે. તો જોઇ લઇએ તેના ફાયદા વિશે.

આદુ ના ફાયદા:  આદુમાં ઘણા બધા ગુણ મળી આવે છે. આદુમાં વિટામિન્સ, મિનરલ્સ અને  પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેનો વિભિન્ન રીતે ઉપયોગ કરવામાં પણ આવે છે. કેટલાક લોકો ચામાં નાખીને પીવે છે, તો કેટલાક આદુ ના જ્યુુુસનું સેવન કરે છે આદુ પાચન શક્તિમાં વધારો કરે છે. આદુનું સેવન કરવાથી પાચન ક્રિયામાં સારી અસર પડે છે.

લીવર માટે ગુણકારી : આદુનું સેવન કરવાથી લિવર પણ ઘણી સારી અસર પડે છે અને લીવર એકદમ બરોબર રીતે કાર્ય કરે છે.  આદુ લીવર ના ઝેર ને પણ રોકવાનું કામ કરે છે. તેની સાથે સાથે લીવર મા ફેટ જમા થવા દેતું નથી. 

માઈગ્રેન નો દર્દ: આદુનો ઉપયોગ માઈગ્રેનના રોગીઓના દર્દ દુર કરવાા માટે પણ કરે છે. એક રિસર્ચ સાબિત થયું છે કે આદુ ખાવાથી માઈગ્રેન નો દર્દ એકદમ બરાબર થઈ જાય છે.  આદુની ચા પીઓ તો પછી તેની પેસ્ટ બનાવીને માથા પર લગાવી લો.  તેના દર્દ માં પણ ખૂબ જ રાહત મળે છે.

આદુ ખાવાથી જમવાનું  સારી રીતે પચી જાય છે. આદુ ની અંદર ઘણા એવા તત્વો મળે છે જે પેટની રક્ષા કરે છે. ગેસ તથા કબજિયાતની સમસ્યા પણ દૂર રાખે છે.

ડાયાબીટીસ થી આરામ આપે: ડાયાબીટીસ વાળા દર્દીઓને આદુનું સેવન કરવું જોઈએ. આદુ ખાવાથી લોહીમાં શુગર કંટ્રોલ રહે છે અને સાથે-સાથે ઈન્સ્યૂલિન પ્રતિરોધક ક્ષમતા પણ વધારો કરે છે. તેથી ડાયાબિટીસ તમારું નિયંત્રિત રહે છે. આદુ ના ફાયદા સાથે સાથે કેટલા બધા નુકશાન પણ છે.

મનમાં બેચેની દુર કરે: અમુક લોકોને અમુક વખત ઊલટી થાય છે, કાતો ઊલટી જેવું લાગે છે. મનમાં બેચેની થયા કરે છે. ત્યારે તમે જો આદુવાળી ચા અથવા તો આદુને શેકીને ખાઈ લો તો તમારું મન એકદમ બરાબર થઈ જાય છે અને બેચેની પણ દૂર થઈ જાય છે .

દર્દ થતો – દુખાવા થી દૂર રાખે છે : આદુવાળી ચા પીવાથી ઘણા બધા દુખાવા જેવા કે માથું દુખવું, શરીર દુખવું, કામનું ટેન્શન વગેરે દૂર થઈ જાય છે. અને તમે એકદમ રિલેક્સ ફીલ કરો છો. તાવ, શરદી, ખાંસી થી દૂર રાખે: આદુનું સેવન તમારું તાવ, શરદી, ખાંસી પણ દૂર રાખે છે. આદુવાળી ચા પીઓ, કાતો પછી આદું, લીંબુ અને થોડું મીઠું નાખીને પીવાથી ઘણો આરામ મળે છે.

વજન ઘટાડે:  આદુ વજન ઓછું કરવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે રૂટિનમાં રેગ્યુલર ડાયટમાં આદુનું સેવન કરો  તો તમારું વજન પણ ઘટશે. સાથે સાથે તમારા મોટાપણ ઓછો થઈ જશે. 

આદુ ખાવાથી થતુ નુકસાન:  આદુ નુ વધારે પડતું સેવન ઘણી વખતે તબિયત બગાડી શકે છે. તેથી આદુનું સેવન સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ. વધારે આદુ ખાવાથી સુગર નુ સ્તર પણ ઓછું થઈ જાય છે અને એવું થવાથી ચક્કર આવી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીએ આદુનું સેવન સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ.

આદુ રદયને પણ નુકસાન પહોંચાડે છે.: વધારે માત્રામાં આદુ ખાવાથી રદયને નુકશાન પહોંચી શકે છે તેથી રદયના દર્દિ ને આદુનું સેવન સમજી-વિચારીને કા તો પછી તમારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ. 

ત્વચામાં બળતરા: આદુની પેસ્ટ ત્વચા પર લગાવવાથી ઘણી વખત ત્વચામાં બળતરા થવાનું શરૂ થઇ જાય છે. જ્યારે પણ આવું થાય ત્યારે તમે તમારી ત્વચા પણ આદુ ની પેસ્ટ ન લગાવો.  કાતો પછી તેને થોડાક ભાગમાં લગાવીને ચેક કરી લેજો અને એલર્જી થાય છે તો તે ઉપયોગ ન કરો.

પેટમાં બળતરા : આદુ ખાવાથી ઘણા લોકોને પેટમાં બળતરા થાય છે.  એવી ફરિયાદ હોય છે કે મને પેટમાં બળતરા થાય છે. એવા સમયે તમારે આદુ નુ સેવન સંતુલિત કરવું જોઈએ અને ઉનાળાની સિઝનમાં એટલે કે ગરમીની ઋતુમાં આદુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી વધારે પ્રોબ્લેમ થઈ શકે છે.

જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે.