Kachi Keri No Sharabat
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ગરમીમાં શરીર ને રિફ્રેશિંગ કરતું આ શરબત ઘરે બનાવવુ એકદમ શહેલું છે. આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. જ્યારે પણ ગરમીમાં કઈક ઠંડું પીવાનુ મન થાય તો આ શરબત માં પાણી ઉમેરી તમે પી શકો છો. તો એકદમ સહેલી રીત થી કાચી કેરીનુ શરબત કઈ રીતે બનાવી શકાય તે જોઈલો.

સામગ્રી:

  • ૨ કાચી કેરી( ૪૦૦ ગ્રામ)
  • પાણી
  • ૧ ચમચી એલચી પાઉડર
  • ૧ ચમચી શેકેલા જીરાનો પાઉડર
  • સંચળ / મીઠુ
  • અડધી ચમચી મરી પાઉડર
  • ચાસણી માટે
  • ૨૨૫ ગ્રામ ખાંડ( દોઢ કપ)
  • ૨૦૦ ML પાણી

કાચી કેરી નો શરબત બનાવાની રીત:

સૌ પ્રથમ કાચી કેરી લઈ તેને છોલી લો. કેરી છોલાઈ ગયાં પછી તેના નાના નાના ટૂકડાં કરી લો.

Kachi Keri No Sharabat

કાચી કેરી નાં ટુકડાં બાફવા માટે

ગેસ પર એક કુકર મા ૨ કપ પાણી એડ કરી તેમાં કેરી નાં ટુકડાં એડ કરો. અહિયાં તમારે વધુ પડતું પાણી નો ઉપયોગ નથી કરવાનો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી બે વિશલ થવા દો. ૨ વિશલ થયા પછી ગેસ ને બંધ કરી બાફેલાં ટુકડાઓને ઠંડાં થવા દો.

Kachi Keri No Sharabat

બાફેલાં ટુકડાઓ ઠંડાં થાય પછી તેને મિક્સર બાઉલમાં લઇ લો. હવે તેમાં એલચી પાઉડર, જીરાનો પાઉડર, સંચળ અથવા તો મીઠુ, અને મરી પાઉડર એડ કરો. હવે મિક્સર બાઉલમાં ગ્રાઇન્ડ કરી લો. અહિયાં તમારી સ્મુથ પેસ્ટ તૈયાર થઇ ગઇ છે.

Kachi Keri No Sharabat

શરબત માટે ચાસણી બનાવાની રીત

એક પેન મા ખાંડ એડ કરી તેમાં પાણી ઉમેરી ખાંડ ને સારી રીતે ઓગળી લો. સારી રીતે ખાંડ ઓગળી જાય અને ચાસણી થોડી ઘટ્ટ થાય ત્યા સુધી થવા દો. ચાસણી થઈ ગયાં પછી ગેસ બંધ કરી મિશ્રણ ને ૪-૭ મીનીટ માટે ઠરવા દો.

હવે તૈયાર કરેલા કેરીના પલ્પ ને ચારણી ની મદદ થી ગાળી ચાસણી માં એડ કરો. હવે બરાબર બન્ને ને મિક્ષ કરી લો. જો મિક્ષ કર્યાં પછી પાણી નો ભાગ દેખાતો હોય તો પેન ને ફરીથી ગેસ પર ગરમી કરવા મુકી મિશ્રણ ને ઘટ્ટ કરી લો. ૧ તાર ની ચાસણી થાય ત્યાં સુધી મિશ્રણ ને ગરમ થવા દો.

Kachi Keri No Sharabat

તો અહિયાં તમારું કાચી કેરીનુ શરબત તૈયાર થઇ ગયું છે. હવે એક કાચની બરણી લઇ તેમાં આ તૈયાર થયેલા સરબત ને ભરી લો. આ શરબત તમે ફ્રીઝ મા ૧ વર્ષ સુધી અને બહાર ૪-૫ મહિના સુધી રાખી શકો છો. હવે જ્યારે શરબત નો ઉપયોગ કરવો હોય ત્યારે તમારે એક ગ્લાસ માં થોડાં બરફ નાં ટુકડાં એડ કરી, ૩-૪ ચમચી આ તૈયાર કરેલો શરબત અને ઠંડું પાણી એડ કરી તમે પી શકો છો.

Kachi Keri No Sharabat

આમ થોડાક જ ખર્ચા માં એકદમ સસ્તામાં આ કાચી કેરીનો શરબત બનાવવો એકદમ સરળ છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા