આજે આપણે કડવા લીમડાના ઘરગથ્થુ પ્રયોગો વિશે જાણીશું, તો કડવો લીમડો વિશે તો આપ સૌ સારી રીતે જાણો છો પરંતુ તેના ફાયદાઓ પણ અનેક છે. તો તેનાં ફાયદાઓ કયા છે, તેના ઘરગથ્થુ પ્રયોગો કયા છે જેના દ્વારા આપણે સરળતાથી નાના-મોટા રોગોના નિવારણ ઘરે લાવી શકીએ. તો તેના વિશે આજે જાણીશું.
મિત્રો એક તો કડવા લીમડાના પાનનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવીને તેની લુગદી બનાવી ને આખા શરીરે ચોળીને સ્નાન કરવાથી ચામડીના રોગો શાંત થઈ જાય છે. લીમડાના પાનનું ચૂર્ણ તથા હરડેનું ચૂર્ણ આ બંને ચૂર્ણ સાથે લેવાથી ચામડીના રોગો શાંત થવા લાગે છે. તો ચામડીના રોગોથી કોઈપણ દર્દી પીડાતો હોય તો તેવા લોકોએ લીમડાના પાનનું ચૂર્ણ તથા હરડેનું ચૂર્ણ સવાર-સાંજ બે ટાઈમ લેવાથી ચામડીના રોગો શાંત થઈ જાય છે. લીમડા ની તાજી કૂંપળો લઈ તેમાં જીરૂ- મીઠું નાખી તેની ચટણી બનાવીને ખાવાથી પણ ચામડીના રોગો મટે છે. જે લોકો ખાવાના શોખીન છે અને ચામડીના રોગો મટાડવા છે તેવા લોકોએ આ ચટણીનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. લીમડાના પાન કાળા મરી તથા તુલસીના પાનનું ચૂર્ણ લેવાથી ફ્લૂ અને મેલેરિયા બેધડક મટવાપાત્ર છે એટલે કે ફ્લુ અને મેલેરિયાના જો તમે આવ્યા હોય તો આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ.
લીમડાના કુણા પાન છ તથા કાળા મરી પાંચ નંગ સાથે ઘૂંટીને લેવાથી મેલેરિયા મટી જાય છે અને તેનું અગાઉ સેવન કર્યું હોય તો મેલેરિયા થતો નથી. મિત્રો મેલેરિયા થયો હોય તો અને મેલેરિયા ન થવા દેવો હોય તો આ પ્રયોગ ખૂબ જ હિતકારી છે. લીમડાના પાન,ગળો તથા તુલસીના પાન સમાન ભાગે લઈ તેમાં 10 ગ્રામ કાળા મરી પીસી વાટીને તેની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓ ત્રણ સવાર-સાંજ લેવાથી કફ તાવ મટી જાય છે પરંતુ આ ગોળીઓ નવશેકા ગરમ પાણીમાં લેવાની છે તે નવશેકા ગરમ પાણીમાં લેશો તો કફનો તાવ મટવા લાગે છે.ઉનાળામાં જો લૂ લાગી ગઈ છે તો લીમડાના પંચાલ નું ચૂર્ણ સાકર સાથે લેવાથી લૂ શાંત થઈ જાય છે. લીમડાના પાનનું ચૂર્ણ ગાયના ઘી સાથે લેવાથી જૂનો શિળશ મટી જાય છે જે લોકો શીળસનો શિકાર થયા હોય અથવા તો શીળસ થી પીડાતા હોય તેવા લોકો ઉપયોગ ખાસ કરવો જોઈએ.
લીમડાની અંતરછાલ ઉકાળો પીવાથી પ્રમેહ પણ મટવા લાગે છે એટલે કે જે ડાયાબિટીસથી પીડાય છે તેવા લોકોએ લીમડાની અંતરછાલનો ઉકાળો સવાર-સાંજ અવશ્ય પીવો જોઈએ. લીમડાની અંતરછાલ ચાર ગ્રામ જુનો ગોળ ૩૦ ગ્રામ લેવો અને તેને પાણી સાથે ગરમ કરીને તેમાં જરૂરિયાત મુજબ થોડી સૂંઠ મેળવી આ લેવાથી માસિક સુખપૂર્વક આવે છે એટલે કે માસિક નિયમિત આવે છે.લીમડાના પાનને આદુ સાથે લસોટીને લેવાથી પણ માસિક સુખપૂર્વક એટલે કે માસિક નિયમિત આવે છે. લીમડાની અંતરછાલ ચંદન અને જેઠીમધ નો ઉકાળો પીવાથી શરીર ની ખંજવાળ મટવા લાગે છે. જે લોકોને શરીરે ખંજવાળ આવતી હોય તેવા લોકોએ આ ઉકાળો અવશ્ય પીવું જોઈએ.
લીમડાના પાનના રસમાં સાકર મેળવીને પીવાથી ગરમીના ઝાડા સંપૂર્ણ મટી જાય છે.ગાઉંટનો રોગ બહુ છે લીમડાની અંતરછાલ, હળદર, તથા ગળોનો ઉકાળો પીવાથી ગાઉટ મટવાપાત્ર છે. લીમડાના પાનનો રસ બિલીપત્ર નો રસ અને લીમડાની અંતરછાલ તથા મેથી આ બધું સમાન ભાગે લઈ તેને ઉકાળીને તે ઉકાળો પીવાથી ગમે એટલે ડાયાબિટીસ મટવાપાત્ર છે એટલે ધીરે ધીરે ડાયાબિટીસ કાબૂમાં આવી જાય છે.
લીમડાના પાનના રસમાં મધ મેળવીને પીવાથી કમળો મટી જાય છે કે જે લોકોને કમળો થયો હોય તે લોકોએ આ પ્રયોગ ખાસ કરવો જોઈએ. નિત્ય ૨૫ ગ્રામ લીમડાનાં પાનનો રસ પીવાથી હાઇ બી.પી શાંત રહે છે. જે લોકોને હાઈ બી.પી.ની તકલીફ હોય તેવા લોકોએ લીમડાના પાનનો રસ અવશ્ય પીવો જોઈએ. લીમડાની અંતરછાલ, દેશી બાવળ ની અંતરછાલ આ બંને સમાન ભાગે લઈ તેનો અધકચરો ભૂકો કરી તેનો ઉકાળો પીવાથી રક્ત પ્રદર મટી જાય છે.
જે બહેનો દીકરીઓ ને રક્તપ્રદર ની સમસ્યા હોય તેવા લોકોએ આ પ્રયોગ ખાસ કરવો જોઈએ. લીમડાના કુણા પાન ના રસ થી કૃમિનો નાશ થાય છે. માટે જે લોકો કૃમિ નો શિકાર થયા હોય તેવા લોકોએ લીમડાના કુણા પાન નો રસ અવશ્ય પીવો જોઈએ. લીમડાના પાનનો રસ સહેજ ગરમ કરવાથી ઉલટી થાય છે અને ઊલટી થશે તેને લીધે તરસ રોગ મટી જસે. માટે જે લોકોને તરસ બહુ જ લાગ્યા કરે છે , વારંવાર લાગ્યા કરે છે તેવા લોકોએ આ પ્રયોગ કરવાથી તેમને લાભ થશે.
લીંબોડી ની મજજા ને ઘી તથા સાકર સાથે લેવાથી અજીર્ણ મટી જાય છે એટલે કે જેને અજીર્ણ ની તકલીફ છે, પેટની સમસ્યા છે તેવા લોકો માટે આ પ્રયોગ ખૂબ જ સારો છેે. ધારા ચાંદા મટાડવા માટે લીમડાના પાનની ચટણી બનાવીને તેને ઘણા ચાંદા ઉપર લગાવી જોઈએ, જો તે ચટણીને ચાંદા પર લગાડશો એટલે કે લીમડાના પાનને વાટીને તેમાં સહેજ પાણી નાખીને તેની પેસ્ટ કરવાની ને એ પેસ્ટને ધારા અને ચાંદા પર લગાડવાનું છે તેનાથી ધારા અને ચાંદા મટી જશે. ખંજવાળ આવતી હોય ત્યાં ત્યાં લીમડાના પાનની લુગદી લગાવો, લીમડાના પાનને ખાટા દહીં સાથે લસોટીને ધાધર પર ચોપડસો તો ધાધર મટાડવા માંડશે. તમે જો ધાધર થી પીડાતા હોય અને તમને જો રીંગ થઈ ગઈ હોય, ખૂબ જ ખંજવાળ આવતી હોય તો લીમડા નાં પાપને દહીં સાથે લસોટીને લગાડવાથી ધાધર મટી જાય છે.
લીમડાના તાજા પાનને છાંયડામાં સૂકવી તેની રાખ કરવી આ રાખ દાંતે ઘસવાથી દાંત ના રોગો પણ મટી જાય છે. મિત્રો આ અજાયબ પ્રયોગ છે જેને દાંતના રોગો થયા હોય તેવા લોકોએ આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ.લીમડાના પાન માંથી અનેક ઉકાળા બને છે તેને કારણે પિત્તનો તાવ શાંત થાય છે જે લોકોને પિતનો તાવ આવ્યો હોય તેવા લોકોએ લીમડા નો ઉકાળો અવશ્ય પીવો જોઈએ. મિત્રો આ તો આપણે લીમડાના ઘરગથ્થુ ફાયદાઓ જાણ્યા. પરંતુ લીમડામાંથી અનેક ઔષધિઓ પણ બને છે. તો તમને થોડી ઔષધીઓ વિશે પણ માહિતી આપીએ.
લીમડા માંથી એક તો આરોગ્યવર્ધિની નામની ઔષધી બને છે લીમડાના રસના ભાવનાથી તૈયાર થાય છે આ ઔષધી અનેક રોગોની મુખ્ય ઔષધ ગણાય છે જેમ કે ચામડીના રોગો, પેટના, રોગો લીવરના રોગો, મગજના રોગો, માનસિકતા જેવા અનેક રોગોમાં આ ખુબ જ દવા ઉપયોગી છે જે લીમડા માંથી બને છે.જે પેટ , તાવ આવા અનેક રોગોમાં ખુબ જ ઉપયોગી છે. પંચતીકત ધૃત જે કોટ તેમજ ચામડીના તમામ રોગોમાં વપરાય છે તે પંચતત્વ પણ ખૂબ જ ઉપયોગી છે અને તે કડવા લીમડા માંથી જ બને છે.
લીંબોળીનું તેલ
આ લીંબોળીનું તેલ સાબુ, રોશન બનાવવા ઉપરાંત ચામડીના અનેક રોગોમાં માલિશ કરવા માટે વપરાય છે.આ નિમિત્તે ખૂબ જ ઉપયોગી થયેલ છે આ મલમની ત્રણથી ચાર બનાવટો છે જે જખમ,દડા તેમજ ચામડીના જખમને રૂઝ લાવનારું છે. પગ ના ચીરા મટાડનાર છે.
નીંબ ગુલકંદ
લીમડાના ફુલનો ગુલકંદ બને છે જે ગાંડપણ, રક્તવિકાર તેમજ પિત્ત જન્ય દોષોમાં વપરાય છે. ઉપરાંત લીમડાનો સાબુ ધૂપ, દાંતે ઘસવાની પેસ્ટ, કાજલ, સુરમો, અંજન વગેરે બને છે. લીમડાના મૂળ, છાલ, અંતરછાલ, ગુંદ ,લીમડાનો રસ, લીંબુડીના પાન વગેરે દ્રવ્યોમાંથી ઔષધિઓ બને છે.
કેન્સરથી માંડીને કિડની, કમરના દુખાવા સુધીમાં લીમડાના દ્રવ્યોમાંથી બનેલા ઔષધોની દવા આજે પણ બજારમાં ખુબ જ પ્રચલિત બન્યા છે. લીમડાનીઉપર ગળોનો વેલો ચડે છે તો આ ગળોમાંથી ગળોનું ચૂર્ણ, ગળો ઘન બને છે. રોગ પ્રતિકારક શક્તિ માટે આ ગળો ઘન ખુબ જ જરૂરી છે. મિત્રો મેં જે તમને કડવા લીમડાના ઘરઘથ્થુ પ્રયોગો કીધા તે જો કોઈ નિષ્ણાત વૈદની નીચે કરશો તો તે હિતકારી રહેશે કારણ કે કોઈ પણ રોગ છે તે શરીર ની તાસીર પ્રમાણે થતો હોય છે. તો કોઈ નિષ્ણાત વૈદ ની સલાહ મળશે તો તે પ્રયોગ તમને અશરકારક થશે માટે કોઈ પણ પ્રયોગ નિષ્ણાત વૈદ કે ડોક્ટરની સલાહ પ્રમાણે જ હિતકર છે.