અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વધારે પ્રમાણમાં ખાંડનું સેવન કરવાથી આપણે રોગને નોતરું આપીએ છીએ. ખાંડ વિષે વાત કરવાના છીએ. આયુર્વેદમાં છ રસ દર્શાવેલ છે. તે પૈકી મધુર,ખાટો, તીખો, કડવો, ખારો અને તૂરો.

આ રસ પૈકી આપણે જીભ વધુમાં વધુ મધુર પદાર્થ ટેવાયેલી છે અને મધુર પદાર્થમાં આપણે ખાંડ વધારે ખાઈએ છીએ. ખાંડનો વધુ પ્રમાણમાં ખાવાથી જે ગેર-ફાયદા થાય છે એની થોડીક વાત કરીએ. ખાંડ જે પદ્ધતિ બને છે અને જે કેમિકલ્સ એને બનાવવા માટેના પ્રયોગમાં લેવામાં આવે છે એને કારણે વિજ્ઞાનના સંશોધનો પ્રમાણે ખાંડ અનેક રોગોનું ઘર બને છે.

 

આજના યુગમાં આપણા દરેક ઘરના ખોરાક અને આપણાં બજારો ખોરાકમાં ગળ્યા પદાર્થોનું પ્રમાણ ખુબ જોવા મળે છે. આહારમાં આપણે ગળ્યા પદાર્થ માં ગોળને બદલે ખાંડ વધારે ઉપયોગ કરીએ છીએ. ગોળનું પણ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. ચા-કોફી જેવા પીણા સાથે બીજા ઠંડા પીણાં જેવા કે જ્યુસ, બિસ્કીટ છે, કેક છે, બેકરીની આઈટમો છે. આ બધી જ બનાવટમાં ખાંડનો વિપુલ પ્રમાણમાં, ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બિસ્કિટનું પેકેટ તથા પ્રત્યેક દિવસે દિવસે આપણા પ્રત્યેક ઘરોમાં ખૂબ ઉપયોગ વધતો જાય છે. ખાંડને કારણે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે એવું વૈજ્ઞાનિકો અને સંશોધકો કહે છે. ખાંડ વધારે પ્રમાણમાં ખાવાથી દાંત અને પેઢા નો આરોગ્ય જોખમાય છે.

નાના બાળકોના દાંત બગડે છે. કેવિટી પેદા થાય છે. શરીરમાં ગંભીર રોગના રૂપમાં વધારે પ્રમાણે ખાંડ નું ઘળપણ લેવાથી કે ખાંડની બનાવટના ગળ્યા પદાર્થો મીઠાઈઓ ખાવાથી,ડાયાબિટીસ, મધુપ્રમેહ નામનો રોગ થાય છે એને કારણે માથાનો દુખાવો થાય તે ખૂબ પીડા આપનાર હોય છે.

ખાંડના મધુર રસનું વધુ પડતું સેવન કરવાથી ચામડીના રોગ અને એલર્જીને આપણે નોતરૂ આપીએ છીએ અને ઘડપણથી કફદોષ વધે, કફદોષ વધવાને કારણે ચામડીના રોગ વધે એને મટાડવા પછી ખૂબ અઘરું થઈ જાય છે.

ખાંડ વધારે પ્રમાણમાં ખાવાથી વૃદ્ધત્વ વહેલો આવે છે. ચામડી ઓમાન વહેલી કરચલી પડવા માંડે છે આપણું લીવર તૂરા અને વધારે કડવા દ્રવ્યો ઇચ્છે છે પણ આપણે આપણા લીવરને ગળપણ આપીએ છીએ.

ખાંડ વધુ પ્રમાણમાં ખાવાથી હાડકામાં કેલ્શિયમ પણ ઓછું થઇ જાય છે અને એના વધારે પ્રમાણે આ પ્રયોગથી માતાઓ અને બહેનો ને માસિક સંબંધી વિકારો પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. વધુ પ્રમાણમાં ખાવાથી કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે અને પિત્તાશયમાં પથરી વધવાના કારણોમાં પણ વધારે પ્રમાણમાં ખાંડ નું સેવન એ પણ તેનું એક કારણ છે.

વધારે પ્રમાણે ગળપણ લેવાથી સ્થૂળતા આવે છે. આળસ ઉત્પન્ન થાય છે અને ઊંઘ પણ વધી જાય છે. વધારે પડતી ઊંઘ પણ શરીરને ખૂબ નુકસાનકારક છે. વધારે પ્રમાણમાં ખાંડ નું ઘરપણ ખાવાથી અરુચિ ઉત્પન્ન થાય છે. અગ્નિ પણ મંદ થઈ જાય છે. મોઢાનો સ્વાદ પણ બગડી જાય છે. કફ થાય છે. શરદી થાય છે. ઉધરસ થઈ જાય છે. ક્યારેક શ્વાસ-દમ પણ થઈ જાય છે અને ક્યારેક વધારે પ્રમાણમાં તાવ પણ આવી જાય છે એને કારણે ગેસ અને વાયુ પણ ઉત્પન્ન થાય છે. ઉલટી,ઉબકા થવા, શરીરમાં વિવિધ ગાંઠો થવી. ધમની પણ બ્લોક થઈ જવાના કિસ્સા બને છે.

વધારે પ્રમાણે ખાંડ પ્રમાણમાં ખાંડ નું ઘર પણ ખાવાથી આ બધા રોગને આપણે નિમંત્રિત કરીએ છીએ અને કફના વિકારોમાં પણ વધી જાય છે. આ રીતે અમારું નમ્ર સુચન છે કે ઘડપણમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ ટાળો આપણા ઘરમાં દેશી ગોળ તેના વિકલ્પે અપનાવો અને આપણા બાળકોને આપણા ભવિષ્યના રાષ્ટ્રની ધરોહર બનાવવાના છે. તો આપણા બાળકો પણ સશક્ત બને એ માટે ખાંડ જેવા ગળપણથી એમને આપણે દૂર રાખી એ એવું અમારું કહેવાનું થાય છે. 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા