આપણી આસપાસ એવા ઘણા ઉદાહરણ જોવા મળે છે કે માતા-પિતા ગુસ્સામાં પોતાના બાળકો પર હાથ છોડી દે છે. ખાવાનું ન ખાધુ તો થપ્પડ મારે છે, ભણવા ન બેઠો તો ગુસ્સામાં થપ્પડ મારે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રીતે બાળક પર હાથ ઉપાડવાથી બાલ;એક પર ઘણી આડઅસર થઈ શકે છે. આવો જાણીયે.
(1) બાળકના ભવિષ્ય પર પડે છે દુષ્પ્રભાવ : ઘણા સંશોધનો મુજબ, જે બાળકો શારીરિક સજા મેળવે છે તે બાળકો આક્રમક બને છે. તેઓ પણ તેમના સાથીમિત્રો સાથે કંઈક આવું જ વર્તન કરે છે અને ધીમે ધીમે તેની અસર તેમના સંબંધો પર પણ દેખાવા લાગે છે. એટલા માટે સારું રહેશે કે તમે તમારા બાળકને બને તેટલું પ્રેમથી સમજાવો.
(2) બાળક પર ખોટી અસર : બાળકો વડીલો પાસેથી જ શીખે છે. બાળકને શિસ્ત આપવા માટે તમે બાળપણથી જે પ્રકારનું વલણ અપનાવશો, બાળક પણ તેને જ અનુસરવાનું શરૂ કરશે. બાળકને લાગશે કે આ રીત સારી છે અને તેના કારણે તે શાળાથી લઈને કોલેજ સુધી તે તેના સાથીમિત્રો માટે પણ આ પ્રકારનું વલણ અપનાવી શકે છે.
(3) માનસિક રીતે પણ નુકસાન થાય છે : દરેક માતાપિતા બાળકોને ખૂબ પ્રેમથી ઉછેરે છે. જ્યારે તે ગુસ્સામાં બાળક પર હાથ ઉપાડે છે ત્યારે બાળક પોતાના વિશે ખરાબ વિચારવા લાગે છે અને તે એકલતા અનુભવવા લાગે છે. ઠપકો આપ્યા પછી ભલે તમે બાળકને ગળે લગાડો, પરંતુ તેના મનમાં પોતાના પ્રત્યેની ખોટી લાગણી ને પેદા થતી અટકાવી જરૂરી છે.
(4) બાળકો જીદ્દી બની જાય છે : બાળકોને નિયંત્રિત કરવા માટે હાથ ઉપાડવાથી બાળકો તે સમયે તો શાંત થઇ જાય છે પરંતુ તે વધુ જીદ્દી સ્વભાવના પણ બને છે. ઘણીવાર આપણે કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણે બાળક તરફ ધ્યાન આપતા નથી.
પરંતુ જયારે આપણે બાળકને કોઈ એક્ટિવિટીમાં સામેલ નથી કરતા ત્યારે તેના પર કાબૂ રાખવાને બદલે આપણે આપણો ગુસ્સો ગુમાવી બેસીએ છીએ અને હાથ ઉપાડી બેસીસે છીએ. આ પ્રકારનું વર્તન કરવાથી બાળકો પોતાની મનમાની કરવાનું શરૂ કરે છે.
(5) બાળક પર હાથ ઉપાડવાની આદત સારી નથી : જો તમે એકવાર બાળક પર હાથ ઉપાડો છો તો પછી તે માનશે નહીં. માતા-પિતા ઘણીવાર ગુસ્સાની સ્થિતિમાં પોતાનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને ખૂબ આક્રમક બની જાય છે.
આ પ્રકારનું વર્તન બંધ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે બાળક તમારી પાસેથી ઘણું બધું શીખે છે અને તમારા આ વર્તનની તેની માનસિક સ્થિતિ પર સારો પ્રભાવ નહીં પડે. તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે અને બાળકને પ્રેમથી સમજાવવું પડશે કે, તે ખોટું છે, આમ ના કરવું જોઈએ. એવી સ્થિતિ પેદા ના કરો કે તમારે બાળક પર હાથ ઉપાડવો પડે.
(6) મારવાથી સુધારો નથી આવતો : ઘણીવાર જોયું હશે કે માતા-પિતા થપ્પડ મારે ત્યારે બાળક વધુ આક્રમક બની જાય છે. તમે બાળકને જેટલું પ્રેમથી સમજાવશો, તેટલું જ તે સારી રીતે સમજશે. જો તમે ઈચ્છો તો થોડા સમય માટે બાળક સાથે વાત ના કરો અને પછી શાંતિથી બાળકને સમજાવો. તમે બાળકના વર્તનમાં ચોક્કસ ફેરફાર જોશો.
(7) બાળકોમાં આવે છે ડર કે બદલાની ભાવના : બાળકોને વાત વાતમાં ઠપકો આપવાથી કે મારવાથી તેમનામાં એક પ્રકારનો ડર પેદા થાય છે અને તેઓ પોતાના માતા-પિતાથી વાતો છુપાવવા લાગે છે.
ઘણી વખત બાળકો માતાપિતાના આ વર્તનને યાદ કરીને મોટા થાય છે અને તે તેમની ગંદી યાદોમાં સમાવેશ થઇ જાય છે. પ્રયાસ કરો કે તમે બાળકને સારું અને ખુશખુશાલ બાળપણ આપો અને સારા માતાપિતા બનો.
અમને આશા છે કે તમને આ માહિતી તમારા માટે જીવનમાં ખુબ ઉપયોગી સાબિત થશે. જો તમે પણ આવી જ જીવનમાં ઉપયોગમાં આવે તેવી જાણકરી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.