અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે હાડકાના દુખાવા વિશે વાત કરવાનો છે. હાડકાના દુખાવા માં કયું શાકભાજી ખૂબ જ ઉપયોગી છે અને તે દરરોજ પણ ખાઈ શકાય છે એકાતરા પણ ખાઈ શકાય છે અને અઠવાડિયામાં એક થી બે વખત પણ ખાઈ શકાય છે તે શાકભાજી હાડકાઓને મજબૂત રાખે છે. આ શાકભાજી નું નામ છે સરગવો. સરગવો અનેક ઔષધીય ગુણ ધરાવતુ શાકભાજી છે. ભારતમાં સર્વત્ર સરગવા ના ઝાડ જોવા મળે છે પરંતુ ખાસ ઉત્તર ભારતમાં સવિશેષ જોવા મળે છે.

saragavana fayda

હિમાલયમાં પણ આ ઝાડ જોવા મળે છે. આ ઉપરાંત પાકિસ્તાન, ભારત, મલેશિયા, એશિયા, આફ્રિકા શ્રીલંકા,  ફિલિપાઇન્સ, મેક્સિકો, કંબોડિયા જેવા દેશોમાં વધારે સરગવાની માંગ રહે છે એનું કારણ છે સરગવો શરીરને સ્વાસ્થ્ય આપનારું એક માત્ર શાક છે આયુર્વેદમાં તો અનેક રોગોના ઉપચારમાં સરગવાનો વિશેષ ઉલ્લેખ જોવા મળ્યો છે. આથી આ શાકને અમૃત પણ કહેવાયું છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે આમ પણ સરગવો સ્વાસ્થ્યવર્ધક છે.

saragavana fayda

 

જે લોકો હાડકાં સંબંધી સમસ્યાઓ ધરાવે છે જેના હાડકાં નબળા પડી ગયા છે, જેઓને સાંધાઓ દૂખ્યા કરે છે, જેઓને કેલ્શિયમ ઘટતું હોય, જેઓને અનેક પોષક તત્વો ઘટતા હોય એવા લોકો આ સરગવાના શાકનું સેવન ખાસ કરે. વીટામીનની ગોળી, કેલ્શિયમની ગોળી,  વિટામિન્સની કોઈપણ પ્રકારની ગોળીઓ ખાવા કરતા આ ઘરેલું પ્રયોગો ખૂબ જ અસરકારક નીવડે છે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને લાંબા અંતરે આપણા કીડની અને લીવરને પણ કોઈ નુકસાન થતા નથી કારણ કે વનસ્પતિ આધારિત કોઈપણ વસ્તુ લેવાથી જો આપણને રોગ મટતા હોય, આપણને વિટામિન અને કેલ્સિયમ  પુરવાર થતા હોય તો વનસ્પતિ ને આધીન જ કોઈપણ પ્રયોગો કરવા જોઈએ જે આપણે લાંબા સમયે આપણા શરીર માટે ઉપયોગી નીવડે છે.

saragavana fayda

 

સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે આથી સરગવાના સેવનથી હાડકા મજબૂત બને છે બધી જ વયના લોકો સરગવાનું સેવન સહેલાઈથી કરી શકે છે.

સરગવો એક માત્ર એવું ઝાડ છે કે તેમાં કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. માટે તે આપણા હાડકાઓ માટે ઉપયોગી છે કારણ કે હાડકા ના બંધારણ માટે કેલ્શિયમ જરૂરી છે. સરગવાના મૂળમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને સિલિયમ ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ તમામ તત્વો હાડકાઓ માટે ખૂબ જ જરૂરી છે. હાડકાની મજબૂતી માટે જરૂરી છે. હાડકાના બંધારણ માટે જરૂરી છે. આથી સરગવાના મુળ હાડકાંને મજબૂતી આપે છે.

saragavana fayda

 

સરગવામાં કેલ્શિયમ દૂધ ની તુલના ચાર ગણું વધારે છે. સરગવામાં કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ આયરન, સિલિયમ, ઝિંક, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી પ્રચૂર માત્રામાં હોય છે. આના માટે સરગવો હાડકાના રોગીઓ માટે વરદાન રોગ અને સ્વાસ્થ્યવર્ધક છે.

આજકાલ અનેક લોકો હાડકાં સંબંધી દુખાવામાં પીડાઈ રહ્યા છે અને નવી દવાઓ લીધા કરે છે પરંતુ સરગવો એક એવું ઝાડ છે જે ઈશ્વરે આપણને આપેલું છે અને તેનું શાક પણ બહુ જ મીઠું થાય છે અને આ પ્રકારે સરગવાનો ઉપયોગ કરીશું તો આપણને સહેલાઈથી મેં તમને આગળ જણાવ્યું તે તમામ પોષક તત્વો મળી રહી છે અને ખાસ કેલ્શિયમ મળી રહી છેે.

saragavana fayda

પરંતુ સરગવામાંથી શું બનાવીને ખાઈ શકાય તે પણ આપણે જોઈએ. તો સરગવામાંથી સરગવાના પાનની કઢી, સરગવાના પાન ની દાળ, સરગવાના પાનનો શુપ બને, સરગવાની સિંગ નું લોટવાળું શાક બને છે દરેક લોકોને પ્રિય હોય છે, સરગવાનું મસાલા વાળું   શાક બને, સરગવાના પાનનો હાંડવો બને, સરગવાના પાનની પેટીસ બને, સરગવાના ફુલ ના ભજીયા પણ બને. સરગવા નું રાયતું અને સરગવાના પાન ના મુઠીયા પણ બંને.

ખાવાના શોખીનો હોય તે સરગવામાંથી તો આ બધી વસ્તુઓ બનાવશે તો એ સ્વાદિષ્ટ પણ લાગશે અને બીજી બાજુ જોઈએ તો આપણા હાડકા પણ મજબૂત થશે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે. આગળ આપણે જોયું કે સરગવામાંથી અનેક પોષક તત્વો મળે છે પણ તે પોષક તત્વોના અનેક કાર્યો છે. તો તે પણ આપણે ટૂંકમાં જોઈએ.

કેલ્શિયમ : કેલ્શિયમ હાડકા અને દાંતના બંધારણ ઉપરાંત સ્નાયુઓને કાર્યરત રાખવામાં મદદ કરે છે.

પોટેશિયમ : પોટેશિયમ અનેેે ચયાપચય ની ક્રિયા માં ઉપયોગી તથા શરીરમાં ક્ષાર અને પાણીનું સંતુલન જાળવી રાખે છે માટે પોટેશિયમ પણ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે.

પ્રોટીન: પ્રોટીન શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે કોષો, પેશીઓ અને અંગોની રચના માટે તથા અંતઃસ્ત્રાવોની બનાવટમાં ખૂબ જ ઉપયોગી છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેમ જ હાડકાના બંધારણ માટે પ્રોટીનની ખૂબ જ આવશ્યકતા છે માટે પ્રોટીન જરૂરી છે.

મેગ્નેશિયમ: મેગ્નેશિયમ સ્નાયુઓ અને ચેતાતંત્ર ને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે અને દાંત તથા હાડકા નું બંધારણ જાળવી રાખે છે શક્તિ, પ્રોટીન અને ચરબી ના ચયાપચાય માં મદદ કરે છે માટે મેગ્નેશિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે.

saragavana fayda

ઝિંક: ઝિંક અનેક આંતરિક પ્રક્રિયાઓ માં તેમજ રોગપ્રતિકારક શક્તિ માટે તથા ચેતાતંત્રના યોગ્ય કાર્ય માટે ખૂબ જ જરૂરી છે આ જ રીતે મિત્રો વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી એ તમામ વિટામીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. હાડકાના બંધારણ માટે પણ ઉપયોગી છે. તદુપરાંત રોગ પ્રતિકારક શક્તિ, આંખ, વાળ ત્વચાની તંદુરસ્તી માટે, શરીરની ચયાપચયની ક્રિયાઓમાં, આપણા શરીરની તંદુરસ્તી માટે અને શરીરની રચનામાં તથા હાડકાંના બંધારણ માટે ખૂબ જ જરૂરી વિટામિન્સ છે.

મિત્રો આજે અમે તમને જે સરગવા નો ટૂંકમાં પરિચય આપવાનો પ્રયાસ કર્યો અને હાડકાઓ માટે કઈ રીતે જરૂરી છે તેમાંથી શું શું મળે છે જેનાથી આપણે હાડકાઓ મજબુત થાય છે તેના વિશે બહુ ટૂંકમાં આપણે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે જો ગમે તો બીજા લોકોને પણ શેર કરજો જેનાથી તેને પણ ઘરગથ્થુ પ્રયોગો દ્વારા હાડકાં મજબૂત થાય અને તેમનું શરીર પણ સ્વાસ્થ્ય પણ સુધરે. 

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “હાડકાને નબળા ન પડવા દેવા હોય તો આ શાકભાજી ખાવાનું શરૂ કરી દેજો”