મસાલા ઈડલી ફ્રાય મુંબઈ નું સ્ટ્રીટ ફુડ | Masala idli recipe in gujarati

0
274
Masala idli recipe in gujarati

ઈડલી તો દરેક ના ઘરે બનતું જ હોય છે પણ અમુક વાર ઈડલી વધતી હોય છે તો આ વધેલી ઈડલી માંથી ચટાકેદાર અને ચટપટી વાનગી કઈ રીતે બનાવી શકાય,તો અહીંયા મસાલા ઈડલી કઈ રીતે બનાવાય છે એ જોઈશું.

મસાલા ઈડલી ફ્રાય સામગ્રી:

ઈડલી (૧ ઈડલી ના ૪ ટુકડા)

થોડું બટર

૮-૯ લસણ ની કળી

૧ ડુંગરી (નાની સમારેલી)

૧ ટામેટું (નાનું સમારેલું)

અડધી ચમચી હળદળ

૧ ચમચી લાલ મરચું

૧ ચમચી સાંભાર મસાલો

લીલાં ધાણા (કોથમીર)

મીઠું (સ્વાદ પ્રમાણે)

મસાલા ઈડલી ફ્રાય બનાવાની રીત:

સૌ પ્રથમ દરેક ઈડલી ના ૪ ટુકડા કરી લો.હવે ગેસ પર એક પેન માં બટર મેલ્ટ કરવા માટે  મૂકો. બટર ને મેલ્ટ કરતી વખતે ગેસ ધીમો રાખવાનો છે. હવે બટર મેલ્ટ થઈ જાય પછી ૮ થી ૯ ક્રશ કરેલી લસણ ની કળી એડ કરો અને શૌતે કરી લો.

Masala idli recipe in gujarati

શૌતે થઈ જાય પછી ૮-૯ મીઠાં લિંબડા ના પાન, ૧ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી ને મિક્સ કરી લો. (અહીંયા ડુંગરી ને ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, ટ્રાન્સસ્પ્રન્ટ જ કરવાની છે).

હવે ઝીણું સમારેલું ટામેટું એડ કરી મિક્સ કરી લો (ટામેટું એક રસ ના થાય ત્યાં સુધી હલાવતા રેહવાનું છે).એક રસ થઈ ગયા પછી અડધી ચમચી હળદળ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી સાંભાર મસાલો અને લીલાં સમારેલા ધાણા નાખી ને મિક્સ કરી લો.હવે આ મસાલા ને 2 મિનીટ સુધી સાંતરી લો.

Masala idli recipe in gujarati

હવે ઈડલી ના ટુકડા એડ કરો. હવે ઈડલી મસાલા માં સારી રીતે ભરી જાય એ પ્રમાણે મિક્સ કરી લો. મિક્સ થઈ ગયા પછી અડધી ચમચી લીંબુ નો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લો અને સારી રીતે મિક્સ કરી લો. હવે છેલ્લે ઉપર થી કોથમીર ના પાન થી ગાર્નિશ કરી લો. તો મિત્રો તૈયાર છે મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ મસાલા ઈડલી ફ્રાય.

Masala idli recipe in gujarati

જ્યારે પણ તમે ઈડલી બનાવો છો અને જો ઈડલી વધે છે તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો.

કાજુ નું શાક, કટલેસ બનાવવાની રીત, વટાણા અને બટેકા નો ઉપયોગ કરી બનતો નવો નાસ્તો, મગની દાળ નો આવો ટેસ્ટી નાસ્તો તમે ક્યારેય નહી ખાધો હોય

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.