ડાયાબિટીસથી બચવાના તેમજ ડાયાબિટીસ ને કઈ રીતે ઘરગથ્થુ પ્રયોગ દ્વારા મટાડી શકાય છે તેના વિશે જોઈશું. મનુષ્ય એ પ્રાચીન સમયથી ભૌતિક સુખ-સુવિધાઓનો પ્રયાસ કરતો રહ્યો છે જેને કારણે શરીરમાં અનેક રોગો થતા આવ્યા છે જેમાંનો એક મહારોગ છે ડાયાબિટીસ. ડાયાબિટીસને મધુપ્રમેહ પણ કહેવામાં આવે છે.સૌ પ્રથમ આપણે તેના ઘરેલુ પ્રયોગો જાણીશું.
ડાયાબિટિસ ઘરગથ્થુ પ્રયોગ થી કઈ રીતે મટી શકે છે
- જાંબુ :- જાંબુ નો રસ તથા જાંબુના ઠળિયાનું ચૂર્ણ નો પ્રયોગ સવારે તથા સાંજે પાણીની સાથે કરવો જોઈએ. આ પ્રયોગ શુગર લેવલને કંટ્રોલ કરે છે .
- કારેલા:- કારેલા માં કરેટીન નામનું રસાયણ હોય છે જે આ શુગર લેવલને કંટ્રોલ કરે છે તથા કારેલા નો પ્રયોગ સવારે ખાલી પેટે કરવાથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે.
- મેથી :- મેથી શુગર લેવલને નિયંત્રિત કરવા માટે સૌથી શ્રેષ્ઠ જાણવામાં આવ્યું છે. લગભગ ૧ ચમચી રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે લેવાથી ખૂબ જ લાભ થાય છે.
- નિત્ય ચાલવું: સવારે ઊઠીને દરરોજ ચાલવું જોઈએ આનાથી શુગર લેવલ એકદમ કાબૂમાં રહે છે સાથે સાથે બીજા અનેક સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ પણ થાય છે.
- ત્રિફળા ચૂર્ણ:– જો ડાયાબિટીસ સાથે કબજિયાતની તકલીફ છે તો એક ચમચી ત્રિફળા સહેજ નવશેકા ગરમ પાણી સાથે લેવાથી પેટ સાફ આવે છે સાથે સાથે ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે.
- કેરી :- કેરીની ગોટલીનું ચૂર્ણ સવાર સાંજ સવારે અને સાંજે લેવાથી સુગર લેવલ કાબુમાં આવે છે
ડાયાબિટીસના દર્દીઓએ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ??
તમને અગત્યની વાત જણાવી શું જેથી તમે ડાયાબિટીસને કાબૂમાં રાખી શકો છો અથવા તો ડાયાબિટીસ મટાડી શકો છો.
- ડાયાબિટીસના દર્દીઓએ લીલા પાંદડાવાળી શાકભાજી વધુમાં વધુ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ પ્રોટીન સારી માત્રામાં મળે તેવું ભોજન લેવું જોઈએ ડાયાબિટીસના દર્દીએ ખાવાનું નિયમિત રાખવું જોઈએ આવું ન કરવાથી કમજોરી ,વધારે ભૂખ લાગવી, પરસેવો થવો, હૃદયની ગતિ તેજ થવી વગેરે પ્રૉબ્લેમ થઈ શકે છે .
- ડાયાબિટીસ નાં દર્દીએ એક તો ઉપવાસ બિલકુલ કરવા ન જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ઉપવાસ કરવાની મનાઈ છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવામાં વધારે મોડું ક્યારે કરવું ન જોોઈએ. હંમેશા સમયસર જ ભોજન કરી લેવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ પેટ ભરીને ક્યારે ખાવું ન જોઈએ. હંમેશા થોડુંક ઓછું જમાઈ તેટલું જમવું જોઈએ. ભરપેટ ક્યારે જમવું જોઈએ નહીં
- ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે હંમેશા હલકું ભોજન કરવું જોઇએ. રાત્રે કદાપિ ભારે ભોજન કરીને સુવાનું નથી. ડાયાબિટીસના દર્દીઓએ યોગા અને વ્યાયામ નિયમિત કરવા જોઈએ જેનાથી ખૂબ જ લાભ થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ કે તેલ મરી મસાલા વગેરેનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
- ડાયાબિટીસ જીવન સાથે જોડાયેલો રોગ છે. ઔષધિ કે દવાની સાથે જો જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે, જેમ કે સવારે અને સાંજે ચાલવું , હળવું ભોજન કરવું, ગળપણ છોડી દેવું, વજન વધે તો તેના પર ખાસ ધ્યાન આપવું, ચિંતા, તણાવ. આ બધાની તો અનેક પ્રકારના રોગ થાય છે એમાં ડાયાબિટીસ પણ છે. વગેરેથી સદંતર દૂર રહેવાથી પણ ડાયાબિટીસ કાબૂમાં રહે છે.નિયમિત યોગાભ્યાસ કરવું વગેરે ફેરફાર કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ માં રાખી શકાય છે અથવા ડાયાબિટીસથી મુક્તિ મળે છે.
ડાયાબિટીસ થવાનાં કારણો વિષે જાણીશું
- ઇન્સ્યુલીન ની કમી. આપણા શરીરમાં પેંક્રિયાસ ગ્રંથિ હોય છે જેમાં ઇન્સ્યુલીન હોર્મોનનો સ્ત્રાવ થાય છે જે બ્લડશુગરને નિયંત્રિત કરે છે. આ ઇન્સ્યુલીન ની કમી થાય તો બ્લડ શુગર વધવા લાગે છે જેને ડાયાબિટીસ કહેવામાં આવે છે. તો આ ઇન્સ્યુલીન ની કમી ક્યારેય ન થવી જોઈએ .
- મોટાપા:- મોટાપાયે એટલે કે વધુ વજન ધરાવતી વ્યક્તિ વધુ વજન ધરાવતી વ્યક્તિમાં પેનક્રિયા ગ્રંથિની ક્રિયાશીલતા ઓછી થઇ જાય છે માટે વધુ વજન ધરાવતી વ્યક્તિમાં ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે.
- વારસાગત :- ડાયાબિટીસ વારસાગત આપણને થઈ શકે છે. આપણા પૂર્વજો તથા આપણા માતા-પિતાને ડાયાબિટીસ હોય તો વારસાગત આપણને થઈ શકે છે .
ડાયાબિટીસ થવાના લક્ષણો જોઈએ તો કંઈ રીતે ખબર પડે ક કે આપણે ડાયાબીટીસ થયો છે?
આપણે ડાયાબિટીસ નું ટેસ્ટ કરાવી લેવું જોઇએ. જે લોકોને વારંવાર મૂત્ર લાગે છે એટલે કે વારંવાર પેશાબ ફરિયાદ રહે છે, જે લોકોને વારંવાર તરસ લાગ્યા કરે છે કે વારંવાર પાણી પીધા કરવું પડે છે, આંખમાં ધૂળ દેખાવા લાગે છે, વજન એકાએક ઘટવા લાગે છે, ભૂખ વારંવાર લાગે છે, એમાં પછી તરત જ ભૂખ લાગે છે, વારંવાર બીમાર પડી જાય છે, કાંઈ પણ વાગ્યું હોય તો રૂઝ આવતી નથી અથવા તો આવે તો રૂઝ મોડી આવે છે.
આ તમામ લક્ષણો જણાય તેવા લોકોએ અવશ્ય એક વખત ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવી લેવો જોઈએ.આવું કરવાથી વહેલી ખબર પડશે ડાયાબિટીસ આવ્યો છે કેે નહી. તો આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે ધ્યાન રાખીશું.તો આપણે ડાયાબિટીસને કાબૂમાં રાખી શકો અથવા તો શરૂઆતથી જ આપણે તેને મટાડી શકો છો.
ડાયાબિટીસ દર્દીઓની દિનચર્યા કેવી હોવી જોઈએ?
ડાયાબિટીસના દર્દીઓએ સવારે વહેલું ઊઠવું જોઈએ અથવા ચાલવા સાથે યોગ કરવો જોઈએ અને ચાલતા ચાલતા લીમડાનાં કુમળાં પાન ચાવવા જોઈએ. આવું કરવાથી ડાયાબિટીસમાં ખૂબ જ લાભ થાય છે.
રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી પલાળવી ત્યારબાદ સવારે છ વાગ્યે ઊઠીને તેનું સેવન કરવું જોઇએ સાથે કારેલા અને ગળોનો રસ પણ લઈ શકો છો. આ પ્રયોગ કરવાથી પણ ડાયાબિટીસ કાબૂમાં રહે છે અથવા તો ડાયાબિટીસ મળવાપાત્ર છે.
સવારે સાત વાગ્યે એક કપ સુગર-ફ્રી ચા પી શકો છો. જો પિતા હોય તોજ પીવાાંની છે, અન્યથા ચા પીવાની નથી.
- નાસ્તામાં એક ગ્લાસ ક્રીમ વગરનું હળદરવાળું દૂધ પણ લઇ શકો છો. પણ હળદર વાળું દૂધ જ પીવું. હળદળ વાળા દૂધ પીવાના અનેક ફાયદાઓ છે એમાંનો એક છે ડાયાબિટીસ.
- ૧૦ અથવા ૧૦ વાગ્યા બાદ એક નાનું ફળ અથવા લીંબુ પાણી પી શકો છો. બપોરે એક વાગ્યે તમે સાદું ભોજન જમીન શકો છો. સલાડ ખાઇ શકો છો મિક્ષ લોટની મિક્સ રોટલી પણ ખાઈ શકો છો. બને એટલા લીલા શાકભાજી ખાવા જેનાથી ડાયાબિટીસમાં ખૂબ જ લાભ થશે.
- ૪ વાગે એક કપ સુગર-ફ્રી ચા પી શકો છો સાથે સાથે સુગર-ફ્રી નાસ્તો પણ કરી શકો છો. ૬ કલાકે ૧ કપ લીલા શાકભાજી ઓ નું સૂપ પી શકો છો જે પીવાથી તમને ખૂબ જ લાભ થશે.
- સાંજે પણ હળદર વાળું દૂધ પી શકો છો સાથે રોટલી રોટલી ભાખરી વગેરે ખાઈ શકો છો. દૂધ ક્રીમ વગરનું તેમજ હળદર વાળું દૂધ પીવાનું રાખવું. આટલુ ધ્યાન રાખીશું તો પણ આપણે ડાયાબિટીસથી મુક્ત પામીશું અથવા તો ડાયાબિટીસ છે આપણે મુક્ત રહી શકીશું.
ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબીટીસ ન થવા દેવો હોય તો લીમડાની ઉપર છે ગળો ના વેલા ચડે છે તેમાંથી એક ગળોઘન નામની ઔષધી બને છે જે લીમડાની ઉપર ગળો ચડે છે તેના રસમાંથી બને છે. તો આ વૈદ્યની સલાહ નીચે આ ગળોઘન નું સેવન કરવાથી પણ ડાયાબિટીસ ન થવા દેવા હોય તો ખૂબ જ ઉપયોગી છે. આ ડાયાબિટીસ મટાડવા માટે નું રામબાણ ઔષધ છે જે મિત્રો આ રીતે આપણે ડાયાબિટીસ માં ધ્યાન રાખીશું તો આપણે ડાયાબિટીસ મટી શકે છે.
ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.