અત્યાર નું જીવન સમય સાથે ખુબજ ઝડપી થઈ ગયું છે. આ ઝડપી જીવન માં બધાને ખુબજ ઝડપથી નાના મોટી બીમારી ઓ પણ વધવા લાગી છે. અત્યાર નાં સમય મા તમે નાના હોય કે મોટાં બધા લોકોને પગ નાં પ્રોબલમ હોય છે. તેમાં પણ મોટાં ભાગના લોકોને ગોઠણ નાં દુખાવા નો પ્રોબલમ હોઈ છે. તો આજે તમને ગોઠણ નાં દુખાવા થી કઈ રીતે તમે ઘરેલુ ઉપાય કરીને બચી શકો છો જેથી તમારે ગઢપણ માં કે જુવાની માં કોઈના શહારે કે ટેકા વગર ચાલી શકી છો. તો એકવાર આ ઉપાયો જોઈલો.
હાલના સમય માં ગોઠણના દુખાવાની સમસ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. આયુર્વેદ અનુસાર ૮૦ પ્રકારના વાયુના રોગો થાય છે . આયુર્વેદનો એક સ્પષ્ટ સિદ્ધાંત છે કે જ્યાં દુખાવો થાય છે ત્યાં ત્યાં વાયુનો પ્રકોપ સમજવો અથાત વાયુ વગર દુખાવો થતા નથી. વાયુજન્ય રોગોને વાત વ્યાધિ કહેવામાં આવે છે.
આ પ્રકારના રોગોમાં ગોઠણ નો દુખાવો એક મહત્વનો રોગ છે. ગોઠણ એ સંધિ પ્રદેશ છે. જ્યાં બે કે તેથી વધારે સાંધાઓ ભેગા થાય તેને સંધિ પ્રદેશ કહેવામાં આવે છે. સાંધાઓમાં દુખાવો થાય તેને સંધિવાત પણ કહેવામાં આવે છે. સંધીવાત માં શરીરના તમામ સાંધા દુખે છે. તેમ જ આમવાત નામના રોગોમાં પણ સાંધાઓ દુખે છે.
જો માત્ર ગોઠણ નો દુખાવો થતો હોય તો તે રોગ અને સ્થાનનું મહત્ત્વ વધી જાય છે. શરીરમાં અપકવ આહાર રસની વૃદ્ધિ થાય અને તે કાચો અને ચીકણો રસ સાંધામાં જમા થાય ત્યારે તે સ્થાન પર સોજો આવે છે, અને સતત દુખાવો થાય છે. તે પ્રમાણે ગોઠણના સાંધા માં આમદોષ એકત્રિત થાય છે. ત્યારે ગોઠણમાં વેદના થાય છે અને ત્યાં સોજો પણ આવી જાય છે.
તો આપણે જાણીશું આપણે કે ગોઠણ ના દુખાવા થવાની પાછળ કારણ શું છે.
મિત્રો અતી વાયુ ઉત્પન્ન પણ કરે તેવો ખોરાક લેવાથી વાયુ ઉત્પન્ન થાય છે પરિણામે ગોઠણ ના દુખાવા વધે છે. અતિ પ્રમાણમાં ખારા રસનું સેવન કરશો તો પણ ગોઠણ ના દુખાવા વધવા લાગશે. તીક્ષ્ણ અને ઉષ્ણ અતિપાનનું સેવન કરવાથી પણ વાયુના રોગો વચ્ચે તથા ગોઠણ ના દુખાવા માં વધારો થશે. અતિ પ્રમાણમાં ઉજાગરા કરવા થી અતિ ઉપવાસ કરવાથી અને અતિ પ્રમાણમાં વ્યાયામ કરવાથી પણ ગોઠણ ના દુખાવા તથા વાયુના રોગોમાં વધારો થશે. વાગવાથી કે પડવાથી વગેરે અનેક કારણોથી વાયુ પ્રકોપ થાય છે તેથી વાયુજન્ય રોગોમાં વધારો થાય છે.
ગોઠણ ના દુખાવા માં વાયુ, કફ, રક્ત અને આમદોષ નું મહત્વ હોય છે. વિકૃત થયેલો વાયુરક્ત તથા કફ ને પ્રકુપિત કરે છે. ત્યારે ગોઠણમાં સોજા તથા દુખાવો થાય છે.ત્યારે તે ગોઠણના સાંધાઓમાં જમા થાય છે, તેથી ગોઠણ માં દુખાવા સાથે સોજો પણ આવી જાય છે અને ગોઠણ જકડાઇ જાય છે. ગાઉટ નામના રોગોમાં પણ ગોઠણ માં સોજો આવે છે અને ભયાનક દુખાવો થાય છે.
શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય અને લોહી સાથે મળીને સાંધાઓમાં જમા થાય તો ધીમે ધીમે મોટા સાંધાઓમાં દુખાવો કરવા લાગે છે. તો ધીમે ધીમે તે મોટા સાંધામાં પણ દુખાવા કરવા લાગે છે . યુરિક એસિડ જ્યારે મોટા સાંધાઓમાં જમા થાય ત્યારે ગાંઠ જેવો કઠણ સોજો અને દુખાવો થાય છે.
શું ખાટા ફળો ખાવાથી સાંધાના કે ગોઠણના દુખાવા વધે?
હવે આપણે જાણીશું કે ગોઠણ ના દુખાવા ના લક્ષણો.
આપણને ખબર કેમ પડે ગોઠણ ના દુખાવા ની શરૂઆત થઈ છે? તો સામાન્ય રીતે ૫૦ વર્ષ બાદ ગોઠણ માં સોજો આવે છે પરંતુ હાલના સમયમાં નાની ઉંમરે સોજા અને દુખાવાની દવા લાગ્યા છે એનું કારણ છે આપણી ખાણીપીણી ગોઠણ પર હથેળી રાખતા તે ભાગ જો ગરમ લાગે, ચાલવામાં બેસવામાં કે બેસીને ઊભા થવામાં સતત દુખાવો થાય અને ગોઠણ ના ઉપરના ભાગમાં ગોળાકાર સહેજ ઊંચાઈવાળો સોજો આવે અને ચામડી લાલ થઈ જાય તો સમજવું મિત્રો કે ગોઠણ ના દુખાવા ની શરૂઆત થઈ ગઈ છે.
મિત્રો આ ગોઠણના દુખાવાની સારવાર ખૂબ જ અગત્યની છે. ગોઠણ ના દુખાવા ની શરૂઆત થાય તરત જ તેની સારવાર કરવી. તેની ઉપેક્ષા તો બિલકુલ કરવાની નથી. જો તમે મિત્રો ઉપેક્ષા કરશો તો તે ભયંકર બને છે અને ગોઠણ નું ઓપરેશન કરાવવું પડે છે, સાંધા બદલવા પડે છે. આવી સ્થિતિ પેદા ન થાય તે માટે મિત્રો શરૂઆતમાં જ યોગ્ય સારવાર કરવી જરૂરી છે .
હવે આપણે ગોઠણ ના ઘરેલુ ઉપયોગ વિશે જાણીએ
ગોઠણ ના દુખાવા માં નગોડ નામની વનસ્પતિના પાન ગોઠણ બાંધવા અને તેનો વરાળીનો શેક લેવો. આ પ્રયોગ કરવાથી ગોઠણ ના દુખાવા માટે ધીરે દૂર થવા લાગે છે.
સૂંઠનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પણ રોગ તથા ગોઠણ ના દુખાવા ઓછા થઈ જાય છે .
નગોડ વનસ્પતિ માંથી બનતી નગોડ ઘન નું સેવન કરવાથી ગોઠણ ના દુખાવા ના રોગ, સાયટિકા , આર્થરાઇટિસ વગેરેમાં ખૂબ જ લાભ થશે અને ધીરે ધીરે આ તમામ રોગો મટવા લાગે છે. તેના માટે નગોડ ઘન નું સેવન ખૂબ જ જરૂરી છે.
આયુર્વેદ નાં ચૂર્ણ જેવાકે અજમોદાદી ચૂર્ણ, નારસિહ ચૂર્ણ, ત્રિકટુ , આમવાતારી ચૂર્ણ, સિંહનાદ, ગૂગળ, વાતગજકુશ રસ વગેરે ઔષધો વૈદ્યની સલાહ પ્રમાણે લેવાથી પણ ખૂબ જ લાભ થાય છે.
સાદી હરડે તથા એરંડભ્રષ્ટ હરદેના સેવનથી પણ આમદોષ શાંત થાય છે. તેથી દુખાવામાં રાહત થવા લાગે છે. મિત્રો હરડેનું સેવન વાત પિત્ત અને કફ ત્રીદોષ નાશક છે તેથી જે વ્યક્તિ નિરોગી રહેવું હોય આ પ્રકારના દુઃખાવામાંથી મુક્તિ થતી હોય તેવા લોકોએ હળદરનું સેવન કરવું હિતાવહ છે.
ગળો,અશ્વગંધા, સાટોડી, હળદર જેવી વનસ્પતિ નું સેવન કરવાથી પણ આ પ્રકારના રોગોમાં ખૂબ જ લાભ થાય છે. વધતી ઉંમરે હાડકાં નબળા ન પડે તે માટે ગાયનું દૂધ, ખજૂર, લીલા શાકભાજી નો પ્રયોગ કરવો. માત્ર વિટામીન કેલ્શિયમ ની દવા ઉપર મિત્રો આધાર રાખવો નહીં. તો આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીશું તો હાડકાના દુખાવામાં ખૂબ જ આપણે લાભ અને ધીરે ધીરે આપણને મુક્તિ મળશે.
ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.