meda khavaathi thata nuksan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે મેંદામાંથી બનતી જે કોઈ વસ્તુઓ છે એ ખાવાથી આપણું વજન વધે છે. આપણી ચરબી વધે છે અને આપણા શરીરમાં ચીકાશ વધે છે. એની કેટલીક વાત કરવાની છે.

meda khavaathi thata nuksan

આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ખાવા-પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, દાળ, સલાડ જેવી પૌષ્ટિક વસ્તુઓ નો ઉપયોગ ખોરાક તરીકે કરતા. ખીચડી ખાતામાં, ભાત ખાતા, કઢી ખાતા,  ગાયનું દૂધ પીતા હતા એવી જ રીતે હવે લોકોના આહારમાં ફાસ્ટ ફૂડ નું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લોકો પીઝા, બર્ગર, સેન્ડવિચ જેવી વસ્તુઓ સાથે કોલ્ડ્રિંક્સ નો ઉપયોગ ભોજન તરીકે કરવામાં આવે છે. અને ભોજનની સાથે કોલ્ડ્રિંક લેવા માંડ્યા છે.

meda khavaathi thata nuksan

સવારના નાસ્તામાં પણ પરોઠા તથા ભાખરી ને બદલે ઓટ્સ અને  બ્રેડ ખાવા લાગ્યા છે . સ્વાદિષ્ટ અને ઝડપથી મળી જતી આ બધી વસ્તુઓ જીભ ને તો ઘણી બધી સ્વાદ આપે છે અને જીભને આનંદ આપે છે,પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એમ નિષ્ણાત લોકો કહે છે, અને એના પરિણામો પણ છે.કારણ કે આ વસ્તુ માં મેંદાના લોટનો ખૂબ વધારે પડતો ઉપયોગ થતો હોય છે.મેંદામાંથી બનતી વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય માટે તો ખૂબ ખરાબ છે જેનાથી સ્વાસ્થ્ય બગડે છે પરંતુ શરીર પણ વધવા લાગે છે, શરીર બેડોળ થાય છે, શરીર કદરૂપું પણ થઈ જાય છે.

મેંદાનો લોટ બનાવવા માટે ઘઉંના તમામ પોષક તત્વોનો નાશ થઈ જતો હોય છે એટલા માટે મેંદામાંથી બનતી વસ્તુઓ સ્વાસ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે.તો નિષ્ણાંતો કહે છે. મેંદા માંથી બનતી વસ્તુઓથી પચવામાં ખૂબ ભારે છે.  આપણે એ જાણીએ છીએ. આજકાલ મીઠાઈઓની એટલી બધી ભરમાર માર્કેટમાં વધી ગઈ છે કે દરેક મોટા ભાગની મીઠાઈઓમાં મેંદાનો વધુ પડતો ઉપયોગ થાય છે, જેના કારણે પેટના દુખાવા, અપચો, ગેસ,કબજીયાત જેવી તકલીફો થઇ શકે છે એવું જાણકારો પણ કહે છે.

meda khavaathi thata nuksan

મેંદો આંતરડામાં ચોંટી જાય તો પણ ગંભીર સમસ્યા સર્જાય છે અને આપણે જોઈએ પણ છીએ. તેનાથી કબજિયાત પણ વધી જાય છે. કોઈ પણ કબજિયાત મટાડવા ની દવાઓ આવા સમયે લઈએ તો, મેંદો જે ચોંટી ગયેલ હોય છે એ ઉખડતો નથી.

મેંદા ને સફેદ બનાવવા માટે કેમિકલ ખૂબ ઉપયોગ થાય છે. મેંદામાં સ્ટારચ વધારે હોવાથી એ વજન વધારનાર છે. આ રીતે મેંદાની કેટલીક તમને ટૂંકમાં જે વાત કરી છે.  તો આપણે મેદાની બનેલી વસ્તુઓ ઘરમાં ન લાવીએ અને ઘરમાં પણ મેંદા નો પ્રયોગ ઓછો કરીએ એટલી સ્પષ્ટ સલાહ છે.

meda khavaathi thata nuksan

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા