સૌથી પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો, જેમ કે પેટમાં ભારેપણું, કબજિયાત, ઝાડા અને ગેસની ફરિયાદ હોય તો દહીં ખાઓ. સંતુલિત આહાર લેવાનો પ્રયાસ કરો, કે જેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય. જે વસ્તુઓ ખાવાથી તમને તકલીફ થાય છે તે વસ્તુઓને ડાયરીમાં નોંધ કરો.
એસિડિટી અને ગેસ : સવારે બે કેળા ખાવા અને એક કપ દૂધ પીવાથી થોડા દિવસોમાં એસિડિટીની સમસ્યા દૂર થઇ શકે છે. સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને પીસેલું સેંધા મીઠું ભેળવીને પીવાથી ફાયદો થાય છે. દિવસમાં બે થી ત્રણ વાર, આદુના રસમાં ફુદીનાનો રસ સરખી માત્રામાં ભેળવી પીવાથી ફાયદો થાય છે.
એસિડિટીથી છુટકારો મેળવવા માટે આદુના રસમાં થોડું સેંધાનું મીઠું અને શેકેલું જીરું નાખીને સેવા કરો અને ઉપરથી અડધો ગ્લાસ છાશ પીવો. એક ચમચી અજમામાં ચોથા ભાગની ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ચાટવાથી ગેસની જલ્દી શાંત થઇ જશે. પેટમાં ગેસ થાય છે તો શુદ્ધ હિંગને પીસીને રૂ પર લઈને નાભિ પર રાખવાથી ગેસ નીકળી જશે અને પેટનો દુખાવો મટી જશે.
પેટનો દુખાવો : થોડો અજમો અથવા ફુદીનો ચાવવાથી પેટના દુખાવામાં આરામ મળી જાય છે. આમલીના 3 ગ્રામ કોમળ પાનને પીસીને તેમાં 1 ગ્રામ સેંધા મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે.
મૂળાના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી જમ્યા પછી થતા પેટના દુખાવા કે ગેસમાં આરામ મળે છે. 2-2 ગ્રામ જાંબુ અને કેરીની ગોટલીના ચૂર્ણને છાશ સાથે દિવસમાં ત્રણ વખત લેવાથી પેટનો દુખાવો મટે છે.
મેથીના પાવડરને દહીંમાં ભેળવીને ખાવાથી પેટની ખેંચાણ મટે છે અથવા મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ ભેળવીને પીવાથી પણ ખેંચાણ મટે છે. હિંગ અને કાળું મીઠું નાખીને ગરમ કરેલું તેલ પેટ પર લગાવવાથી આરામ મળે છે.
કબજિયાત : તમારા આહારમાં વધુ ફાઈબરનો સમાવેશ કરો, જેમાં પૂરતા પ્રમાણમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. દિવસની શરૂઆત એક ગ્લાસ નવશેકા પાણીથી કરો. દર કલાકે એક ગ્લાસ પાણી પીવાનું રાખો એટલે કે દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો.
સવારના નાસ્તા પહેલા બે મોટા પીળા પાકેલા સંતરાનો રસ પીવો. ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને એક ગ્રામ સેંધા મીઠું મિક્સ કરીને થોડા દિવસો સુધી સેવન કરવાથી જૂની કબજિયાત દૂર થાય છે.
રાત્રે હરડેનું ચૂર્ણને ફાકીને 250 મિ.લિ. હૂંફાળું પાણી પીવાથી સવારે ઉઠતાની સાથે જ પેટ સાફ થઈ જશે. સુતા પહેલા ગરમ પાણી સાથે 3 ગ્રામ વરિયાળીનું ચૂર્ણ લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. સવારે ખાલી પેટ બે સફરજન ખાવાથી પણ કબજિયાત મટે છે. સવારે કંઈપણ ખાધા વગર 4-5 સૂકી દ્રાક્ષ ખાવાથી પણ કબજિયાત આરામ મળે છે.
છાતીમાં દુખાવો : આલ્કોહોલ, મસાલેદાર વસ્તુઓ અને કેફીન અને ધૂમ્રપાનથી દૂર રહો, કારણ કે તેનાથી આ સમસ્યા વધી શકે છે. ટૂંકા અંતરે કંઈક અથવા બીજું ખાવાનું ચાલુ રાખો અને ચાવીને ખાઓ. ગરમ પાણીમાં આદુનો નાનો ટુકડો નાખીને થોડીવાર રહેવા દો અને જમતા પહેલા પી લો.
ઝાડા : લોહીવાળા ઝાડા થાય તો 10 ગ્રામ ગાયના દૂધનું માખણ ખાધા પછી ઉપરથી છાશ પી જવાથી ફાયદો થાય છે. વરિયાળી અને જીરુંને સરખી માત્રામાં લઈને શેકી લો અને પીસી લો. આ અડધી ચમચી ચુર્ણને પાણી સાથે લેવાથી ઝાડા માં રાહત મળે છે.
એક ચપટી સૂકું આદુ ને એક ચમચી મધ સાથે લેવાથી ઝાડામાં રાહત મળે છે. કાચા કેળાને બાફીને છોલી લો. એક વાસણમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં 2-3 લવિંગ નાખીને કેળું ઉમેરો. હવે ધાણા પાવડર, હળદર, રોક મીઠું મિક્સ કરેલું દહીં ઉમેરો. થોડું પાણી ઉમેરીને પકાવીને ખાવાથી ઝાડામાં વિશેષ લાભ થાય છે.
તો આશા છે કે તમને આ લેખ ઝાડા, કબજિયાત, પેટનો ગેસ અને એસીડીટીના ઘરેલુ ઉપચાર મદદરૂપ થશે. જો તમને આવા લેખ વાંચવાનો શોખ છે તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.