knee joint pain in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પહેલાના સમયમાં એવું હતું કે જેમ જેમ ઉમર વધતી જાય તેમ સાંધાનો દુખાવો થતો હતો, પરંતુ હવે ઘણા લોકોને આ સમસ્યા નાની ઉંમરના લોકોને પણ ઝપેટમાં લઇ રહી છે. સાંધાના દુખાવાને લીધે લાંબા સમય સુધી ઉભા રહેવાથી કે બેસવાથી, ચાલવાથી પણ દુખાવો વધી જાય છે.

આવી સ્થિતિમાં સાંધાના દુખાવા માટેના આજે અમે આ લેખમાં 14 ઘરગથ્થુ ઉપચાર વિષે જણાવવા જઈ રહયા છીએ, જેને અપનાવીને તમે દુખાવામાંથી તરત જ રાહત મળી શકે છે. તો આવો જાણીયે સાંધાના દુખાવા માટેના આ 20 ઘરેલું ઉપચાર વિશે.

1) લીમડાના તેલથી માલિશ કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળી શકે છે. 2) પાણીમાં મુઠ્ઠીભર અજમો અને 1 મોટી ચમચી મીઠું નાખીને ઉકાળો. હવે તેના પર જાળી લગાવીને, કપડાને નીચોવી અને તેને ફોલ્ડ કરીને ગરમ કરો અને તેનાથી શેક કરો. દુખાવામાંથી તરત જ રાહત મળશે.

3) સરસવની પેસ્ટ લગાવવાથી પણ તમામ પ્રકારના દુખાવામાંથી આરામ મળે છે. 4) અજમાના બીજને પાણીમાં પકાવો અને તે પાણીની વરાળને દુખતી જગ્યા પર આપવાથી ટૂંક સમયમાં દુખાવો દૂર થઈ જશે.

5) લસણની બે કળીને વાટીને તલના તેલમાં ગરમ ​​કરીને સાંધાના દુખાવા પર માલિશ કરવાથી પણ ઘણો ફાયદો થશે. 6) જયારે પણ દુખાવો થાય ત્યારે કપડાને ગરમ કરીને સાંધા પર શેક આપવાથી પણ ઘણી રાહત મળે છે.

7) અજમો અને લસણને કડવા તેલમાં બાળીને તે તેલની માલિશ કરવાથી દરેક પ્રકારના દુખાવા દૂર થઇ શકે છે. 8) વિનેગર અને ઓલિવ ઓઈલને મિક્સ કરીને મસાજ કરવાથી પણ રાહત મળે છે.

9) 4-5 લીંબુના ટુકડાને કપડામાં બાંધીને થોડી વાર ગરમ તલના તેલમાં બોળી રાખો અને પછી તેને ઘૂંટણ પર મુકવાથી રાહત મળે છે. 10) રાઇને પીસીને ઘૂંટણ પર લગાવી લો. તમને તરત જ ફર્ક જોવા મળશે.

11) હુંફાળા પાણીમાં સેંધા મીઠું નાખીને સ્નાન કરવાથી ફાયદો થાય છે. 12) તજ પાવડર અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને સાંધાઓની માલિશ કરવાથી જલ્દીથી ફર્ક જોવા મળશે.

13) જામફળના પાનને પીસીને દુખાવાની જગ્યા પર લગાવવાથી પણ લાભ થાય છે. આ સિવાય, જામફળના પાનને પાણીમાં ઉકાળીને આ પાણીથી શેકાઈ કરવાથી પણ ફાયદો થાય છે.

14) કાચની બોટલમાં અડધો લીટર તલનું તેલ અને 10 ગ્રામ કપૂર ભેળવીને તડકામાં રાખો અને જ્યારે આ બંને ઓગળીને એકબીજામાં ભળી જાય ત્યારે આ તેલથી સાંધાના દુખાવા પર માલિશ કરો, તમને તરત જ રાહત મળશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા