ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા રોજિંદા જીવનમાં અપનાવો 10 ઉપયોગી ટિપ્સ

ghutan na dukhava ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉંમર વધવાની સાથે સાથે ઘૂંટણમાં ખેંચાણ, સોજો અને દુખાવો થવું સામાન્ય છે. જેના કારણે ઘણી વાર ચાલવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. નિષ્ણાતો માને છે કે જો તમે સમયસર પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો તો ઘૂંટણના દુખાવાને વધતા અટકાવી શકો છો.

1. શૂઝ અને સ્લીપર પર ધ્યાન આપો : કેટલીકવાર ઊંચી એડીવાળા સેન્ડલ, ખોટી સાઈઝના ચપ્પલ, અયોગ્ય ફિટિંગ અને નબળી ગુણવત્તાના ફૂટવેર પહેરવાના કારણે પણ ઘૂંટણમાં દુખાવો થઇ શકે છે.

2. ઘૂંટણને મશીન ન સમજવાની ભૂલ ના કરો : ઘૂંટણ કઈ મશીન નથી, જો તમે વધતી ઉંમરની સાથે એક્ટિવ રહો છો તે સારી બાબત છે, પરંતુ એવી કોઈ પ્રવૃત્તિ ના કરો જેનાથી સ્નાયુઓ અને સાંધાઓ પર જોર પડે. જો કસરત કરવાથી, ચાલવા કે ઘરના કામ કર્યા પછી ઘૂંટણ કે શરીરના બીજા ભાગો પર સાંધામાં દુખાવો થાય છે તો તરત જ ઓર્થોપેડિક ડોક્ટરને મળો.

3. વજન નિયંત્રણમાં રાખો : જે લોકોનું વજન ખુબ જ વધારે હોય છે, તેઓને ઘૂંટણના દુખાવાની સમસ્યા વધારે હોય છે. મોટાપાને ઓછું કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

4. તમારા શરીરની મુદ્રા પર ધ્યાન આપો : ચાલવાની, ઉઠવાની અને બેસવાની ખોટી રીતમાં જે મુદ્રા (પોશ્ચર) હોય છે તેનાથી પણ ઘૂંટણમાં દુખાવો થઇ શકે છે. આ માટે ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લો, તે તમને યોગ્ય મુદ્રામાં રાખવા, ઉઠવા અને ચાલવાની સાચી રીત જણાવશે.

આખો દિવસ ઉંચી હીલ્સ પહેરવાથી કમર અને ખભા અને પીંડીઓમાં દુખાવો થતો હોય છે. આ પીડામાંથી રાહત મેળવવા માટે સ્પોર્ટ્સ શૂઝ અને સ્નીકર્સ પહેરવાનો પ્રયાસ કરો.

5. સતત કામ ન કરો : ઘણા કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરો છો તો વચ્ચે વિરામ લો. પાણી પીવાના બહાને થોડું ચાલો અને પગને સ્ટ્રેચ કરો. જેથી કરીને મસલ્સ પણ એક્ટિવ રહે.

6. ડાઈટ અને કસરત : જો તમારે ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવો હોય તો સંતુલિત આહાર લો અને નિયમિત કસરત કરવાનો પ્રયાસ કરો.

7. કસરત કરો : ફિટ અને ફાઈન રહેવા માટે દરરોજ કસરત કરવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે તમારી અનુકૂળતા મુજબ સવારે કે સાંજે કસરત કરી શકો છો.

8. કસરત ક્યારે ન કરવી જોઈએ : જ્યારે શરીર ખૂબ જ થાકેલું હોય ત્યારે કસરત ન કરવી જોઈએ, કારણ કે થાકેલા શરીર સાથે ઘૂંટણ અને સ્નાયુઓ પર વધારાનો ભાર મૂકવો એ શરીર માટે સારું નથી.

9. શેક આપો : ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે ડોકટરોની સલાહ મુજબ આઈસ શેક અથવા ગરમ શેક (હોટ કોમ્પ્રેસ) આપો.

10. ટ્રેનરની સલાહ લો : આવી કસરત કરવાનું ટાળો જેનાથી ઘૂંટણમાં દુખાવો થાય છે, ખાસ કરીને જ્યારે ઘૂંટણમાં દુખાવો હોય ત્યારે ટેનિસ, બાસ્કેટબોલ અને ફૂટબોલ જેવી રમતો ના રમો. આનાથી રમ્યા પછી ઘૂંટણનો દુખાવો વધી શકે છે. ઘૂંટણને અચાનક આંચકો આપતી કોઈપણ પ્રવૃત્તિ ઘૂંટણના સાંધા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.