weight loss tips at home
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

જો તમે પણ વજન ઓછું કરવા માટે ઘણા ઉપાયો કરીને થાકી ગયા છો તો, આ લેખમાં જણાવેલ કેટલાક ઘરેલુ ઉપાય, તમારું વજન ઓછું કરવાના સપનાને સાકાર કરી શકે છે. તો આવો જાણીયે..

તમારા આહરમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક લો. તે શરીરની ચરબી બર્ન કરવામાં ખૂબ મદદરૂપ થાય છે જેમાં તમે આહારમાં પનીર, કઠોળ, માછલી, ઇંડા, ટોફુ, લીલા પાંદડાવાળા શાકભાજી, એવોકાડો, બ્રોકોલી વગેરેનો તમારા આહારમાં સમાવેશ કરો.

તમે તમારા આહારમાં કાળા મરીનો સમાવેશ કરો કારણ કે તેમાં વજન ઘટાડવાના તત્વો રહેલા છે. તમે કાળા મરીના પાવડરનો ઉપયોગ છાશ, સલાડ વગેરેમાં કરી શકો છો. આ સાથે જીરાનું પાણી પણ પીવો.

જુરી વજન ઓછું કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. જીરું એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે અને મેટાબોલિઝમને વેગ આપે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું આખી રાત પલાળી રાખો અને સવારે તેને ગાળીને ખાલી પેટ પી જાઓ. તમે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

દરરોજ જે સફેદ મીઠું ખાઓ છો તેના બદલે સેંધા મીઠું અથવા બ્લેક સોલ્ટનો ઉપયોગ કરો. ઈલાયચી પણ વજન ઘટાડવામાં અસરકારક છે. તેને તેને આખી રાત પાણીમાં પલાળી રાખીને સવારે ખાલી પેટે તે પાણી પી જાઓ. તે ચયાપચયને વેગ આપીને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

દૂધીનું સેવન કરી શકો છો, તમે દૂધીનું શાક ખાઓ અથવા દૂધીનો રસ પણ વજન ઘટાડવા માટે અસરકારક છે. તમારા આહારમાં દહીં અને છાશનો સમાવેશ કરો કારણ કે તે આંતરડાને સ્વસ્થ રાખીને પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે અને વજનને નિયંત્રણ કરે છે.

આર્ટીફિશિયલ પીણાંને બદલે, દેશી પીણાં પીવો. જેમાં તમે નાળિયેર પાણી, શિકંજી, શેરડીનો રસ વગેરે પીવાનો આગ્રહ રાખો. કાકડી પણ ખાઓ. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. અળસીના બીજનું સેવન કરો, તેમાં ડાયેટરી ફાઇબર હોય છે, જે ભૂખને નિયંત્રણમાં રાખે છે.

એ જ રીતે ચિયાના બીજ પણ વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. અજમો પણ ખૂબ અસરકારક છે. અજમાને પાણીમાં ઉકાળી અલો અને તેને ગાળીને પાણીને હૂંફાળું પીવો. તુલસીના કેટલાક પાનને એક ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધુ ન થઈ જાય અને પછી તે પાણીને સવારે ખાલી પેટ પીવો. તે ચરબી બર્ન કરવામાં મદદ કરશે.

લસણ પણ વજન ઓછું કરે છે. લસણની થોડીક કળીને છોલીને મધમાં મિક્સ કરીને સ્ટોર કરો. દરરોજ સવારે ખાલી પેટે એક લસણની કળી ખાઓ. એક ગ્લાસ પાણીમાં એક ચમચી આખા ધાણા નાખીને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો અને આ પાણીને ગાળીને પી લો. વજન નિયંત્રણમાં આવશે.

એક ચમચી ગિલોયનો રસ પીવાથી પણ ઝડપથી વજન ઘટે છે. ગૂસબેરીનો રસ પીવાથી પણ વજન ઘટે છે. જીરું, શેકેલી હિંગ અને કાળું મીઠું સમાન માત્રામાં પીસીને પાવડર બાણાવીને તેને દહીં સાથે ખાઓ.

તમારા આહારમાં ગાજર, કેપ્સિકમ, વટાણા, ટામેટાં, બીટનો સમાવેશ કરો અને આ સાથે ઈંડા પણ ખાઓ. રોજ સવારે 8-10 મીઠા લીમડાના પાનને ચાવીને ખાવાથી પણ વજન ઘટે છે. દરરોજ એક સફરજન ખાઓ. જામફળ પણ વજન ઘટાડવા માટે જાણીતું છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા