શું તમે પણ સવારે વહેલા ટિફિન માટે રસોઈ જલ્દી બની જાય તે માટે શાકભાજીને પહેલાથી જ સુધારીને ફ્રીજમાં રાખો છો? જો તમે પણ આવું કરતા હોવ તો તમને જણાવી દઈએ કે આમ કરવાથી શાકભાજીના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે.
તો હવે પોશાક તત્વો પણ નાશ નષ્ટ ના થઇ જાય અને સમયનો પણ બગાડ ના થાય તે માટે તમારે જરૂર જાણવું જોઈએ કે ફ્રિજમાં સમારેલા શાકભાજીને કેવી રીતે સ્ટોર કરી શકાય? તો ચાલો જાણીયે આ લેખમાં અલગ અલગ શાકભાજીને સ્ટોર કરવાની રીત.
1. લીલા પાંદડાવાળા શાકભાજી : લીલા પાંદડાવાળા શાકભાજી ખૂબ જ ઝડપથી સડવા લાગે છે જેમ કે પાલક, મેથી, કોથમીર વગેરે, તેથી જ્યારે પણ તમે તેને કાપીને ફ્રીજમાં રાખો ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લીલા પાંદડાવાળી શાકભાજીને ધોઈને તેની દાંડી કાઢીને પાંદડાને સારી રીતે કાપી લો.
તાજી શાકભાજીમાંથી સૂકા, સડેલા પાંદડા કાઢીને અલગ કરો, નહીં તો આખી શાકભાજી બગાડી શકે છે. પાંદડાવાળા શાકભાજીને હંમેશા કાગળમાં લપેટી રાખો જેનાથી તેમનો મોઈશ્ચર જળવાઈ રહે. જો તમારી પાસે કાગળ નથી તો તમે પાતળા સુતરાઉ કપડામાં પણ લપેટી શકો છો. ધ્યાન રાખો કે શાકભાજીને બે દિવસથી ઉપયોગ કરી લો.
2. કોબી અને બ્રોકોલી : કોબી અને બ્રોકોલીને કાપીને તેને હળવા ભીના કાગળ અથવા ટુવાલમાં લપેટીને ફ્રીજમાં મુકવાથી તેમની મોઈશ્ચર અને જરૂરી પોષક તત્વો પણ જળવાઈ રહે છે.
3. મૂળવાળા શાકભાજી : તેમાં બટાકા, ગાજર, મૂળા, બીટ વગેરે જેવા મૂળવાળા શાકભાજીમાં સમાવેશ થાય છે. તેમને કાપીને, એક બાઉલમાં થોડું પાણી લો અને પછી આ શાકભાજીને તેમાં નાંખો અને કપડા કે પ્લેટથી ઢાંકીને ફ્રીજમાં રાખો.
4. ડુંગળી- લસણ : ગ્રેવીવાળું શાક બનાવવા માટે ડુંગળી-લસણની પેસ્ટની ખૂબ જરૂર પડે છે. આવી સ્થિતિમાં, ઉતાવળમાં લસણની છાલ ઉતારવી અને આંખમાં આંસુ લાવે તેવી ડુંગળી કાપવી કોઈ સરળ કામ નથી.
તેથી તમે તેને અગાઉથી કાપીને ફ્રીજમાં રાખીનો તેનો ઉપયોગ કરી શકો છો. ડુંગળી અને લસણની છાલ કાઢીને, તેને કાપીને ફ્રિજમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. ધ્યાન રાખો કે ડુંગળીનો 24 કલાક અને લસણનો બે દિવસમાં ઉપયોગ કરી દેવો જોઈએ.
5. વટાણા : વટાણાનો ઉપયોગ અલગ અલગ નાસ્તાની વાનગીઓમાં થાય છે, પરંતુ તેને છાલવામાં વધુ સમય લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમને દિવસમાં કામ પછી ફ્રી સમય મળે ત્યારે વટાણાને છોલીને પ્લાસ્ટિકની થેલી અથવા એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખો.
6. કેપ્સીકમ : લાલ, લીલા અને પીળા સિમલા મરચાને કાપીને પ્લાસ્ટિકની થેલીમાં અથવા હવાચુસ્ત પાત્રમાં મૂકીને ફ્રિજમાં રાખો. તેને ભૂલથી પણ ભીના કપડામાં બાંધીને સ્ટોર કરવાનો પ્રયાસ ના કરો.
7. ભીંડી : ભીંડીને સુધારવામાં ઘણો સમય લાગે છે, તેથી જો તમે ઇચ્છતા હોવ કે સવારે બાળકોનું ટિફિન બનાવવાનું છે અને સમય ઓછો છે તો તેને રાત્રે જ સારી રીતે ધોઈ લો, પાણી સૂકવી લો અને કાપીને નેટ બેગમાં રાખીએ ફ્રીજમાં રાખો. તમે તેનો 4-5 દિવસ સુધી આરામથી ઉપયોગ કરી શકો છો.
આ સિવાય ધ્યાન રાખો કે ટામેટાં અને રીંગણને ક્યારેય પહેલાથી કાપીને ફ્રીજમાં ન રાખો. કારણ કે પછી થી તે ખાવા લાયક રહેશે નહીં અને તેમાં રહેલી નમી ઉડી જાય છે. એટલે જયારે જરૂર હોય ત્યારે જ તેમને કાપો.
હંમેશા મસાલેદાર શાક બનાવવાને બદલે ઓછા મસાલાવાળુ શાક બનાવો. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમે કલરફુલ મિક્સ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. તમે શાકભાજીને બાફીને ઉપરથી થોડો ચાટ મસાલો અને મીઠું ઉમેરીને સ્વાદિષ્ટ બનાવી શકો છો. આ શાકભાજીના ફાયદા વધારે મળશે.