Sunday, August 14, 2022
Homeચટણીજો તમને મસાલેદાર ચટણી ગમતી હોય તો સૂકા લાલ મરચાની ચટણી બનાવી...

જો તમને મસાલેદાર ચટણી ગમતી હોય તો સૂકા લાલ મરચાની ચટણી બનાવી જુઓ

કોઈ પણ ખોરાકની સાથે જો ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરમાં દરરોજ ગમે તે એક ચટણી બનાવીને રાખે જ છે. જો એ ચટણી ઘણા પ્રકારની હોય છે પરંતુ મોટાભાગના ઘરોમાં કોથમીર અને ફુદીનાની ચટણી વધારે બનતી હોય છે.

જો તમે પણ માત્ર એક જ પ્રકારની ચટણી ખાઈને કંટાળી ગયા હોવ તો આજે તમે એક નવી રીતે ચટણી બનાવી ને ઘરે ખવડાવી શકો છો. આજે અમે તમારા માટે સુકા લાલ મરચાની ચટણીની રેસિપી વિશે જણાવીશું.

જો તમને કાહટપટુ ખાવાનું વધારે પસંદ છે તો આ ચટણી સ્પેશિયલ તમારા માટે જ છે. તમે તેને એક રીતે નહીં પણ 2 રીતે પણ બનાવી શકો છો અને જાણી લો તેની બનાવવાની રીત વિશે.

1. લસણ લાલ મરચાંની ચટણી માટે સામગ્રી : 1 ઝીણી સમારેલી ડુંગળી, 3/4 કપ લસણની કળી, 15 -20 સૂકા લાલ મરચાં, 1 લીંબુનો રસ, જરૂર મુજબ પાણી, સ્વાદ માટે મીઠું, 2 લીલા મરચા અને તેલ.

4

લસણ લાલ મરચાંની ચટણી બનાવવાની રીત : ચટણી બનાવવા માટે, સૌથી પહેલા સૂકા લાલ મરચાને થોડી વાર માટે પાણીમાં પલાળી રાખો. જ્યારે તે થોડા નરમ થઈ જાય ત્યારે તેને મિક્સરમાં નાખીને પીસી લો. હવે તેમાં સૂકું લાલ મરચું, ડુંગળી, આદુ, લસણની કળીઓ, લીલું મરચું અને જરૂર મુજબ પાણી નાખીને ફરી એક મિક્સરમાં પીસી લો.

હવે પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ નાખીને ફ્રાય કરો. જયારે તે ફ્રાઈ થઇ જાય એટલે ઉપર મીઠું અને પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી દો. જ્યાં સુધી ચટણી ઉપર તેલ ના આવે ત્યાં સુધી પકાવો. પછી ઉપર લીંબુનો રસ નાખીને 2 મિનિટ સુધી પકાવો. તો તમારી લસણ સૂકા લાલ મરચાની ચટણી બનીને તૈયાર છે.

2 આમલી સૂકા લાલ મરચાની ચટણી માટે સામગ્રી : 1/2 કપ આમલી, 1/2 કપ ગોળ, 10 સૂકા લાલ મરચાં, 1/2 નાની ચમચી સૂંઠ પાવડર, સ્વાદ મુજબ મીઠું અને તેલ.

આમલી સૂકા લાલ મરચાની ચટણી બનાવવાની રીત : સૌથી પહેલા સુકા લાલ મરચાને હુંફાળા પાણીમાં પલાળીને નરમ થઇ જાય એટલે તેને મિક્સરમાં પીસી લો. બાજુમાં આમલીને પણ લગભગ 1 કલાક પાણીમાં પલાળીને રાખો.

હવે કોઈપણ વાસણમાં આમલીનો પલ્પ ગાળીને બાજુમાં રાખો. હવે ગેસ પર પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ, મીઠું, આમલીનું પાણી અને સૂકા લાલ મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર પકાવવા દો. જયારે પેસ્ટ થોડી ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

તો તમારી આમલી સૂકા લાલ મરચાની ચટણી બનીને તૈયાર થઇ ગઈ છે. આશા છે કે તમને અમારી આ રેસિપી જરૂર ગમી હશે. જો તમને ગમી હોય તો તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો. આવી જ રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -