દરેક પ્રકારના મસાલાની પોતાની આગવી સુગંધ અને સ્વાદ હોય છે અને દરેક મસાલાનો ઉપયોગ અલગ અલગ વાનગી બનાવવામાં થાય છે. આ સુગંધ અને સ્વાદ ક્યારેક આપણી કેટલીક ભૂલોને કારણે બગડી જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આ લેખમાં આપવામાં આવેલી ટિપ્સને ફોલો કરશો તો મસાલા લાંબા સમય સુધી તાજા રહેશે.
1) અલગ બોક્સમાં રાખો : જો તમે મસાલાને લાંબા સમય સુધી સુરક્ષિત અને તાજા રાખવા માંગતા હોવ તો તેને અલગ અલગ ડબ્બામાં રાખો. આ તેમની સુગંધ લાંબા સમય સુધી રહેશે. જ્યારે તમે બધા ડબ્બાને એકસાથે રાખો છો તો તેમની સુગંધ એકબીજા સાથે ભળી જાય છે, જેના કારણે મસાલા તેમની પોતાની સુગંધ ગુમાવે છે. આ સિવાય મસાલામાં પોતાનું તેલ પણ હોય છે જે તેને સુગંધિત બનાવે છે. તેથી તેને યોગ્ય રીતે સ્ટોર કરવું મહત્વપૂર્ણ છે.
2) ડબ્બામાં જ રાખો : ઘણા લોકો મસાલાને કાગળની પુડીમાં કે પ્લાસ્ટિકમાં બાંધીને રાખે છે. મસાલાને રાખવાની આ રીત ખોટી છે. જ્યારે તમે મસાલાને કાગળ અને પુડીઓમાં બાંધીને રાખો છો તો તેની સુગંધ અને તેમાં રહેલું તેલ હવામાં ભળી જાય છે. જેના કારણે મસાલામાંથી સુગંધ અને તેનો સ્વાદ ખોવાઈ જાય છે અને જ્યારે તેનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે ત્યારે તેનો સારો સ્વાદ આવતો નથી.
3) ભેજ અને ગરમીથી બચાવો : વધુ પડતા ભેજ અને ગરમીથી મસાલા પર અસર પડે છે. ખાસ કરીને ચોમાસામાં મસાલાને ભેજથી બચાવવાની જરૂર હોય છે. કારણ કે જ્યારે ભેજ અને વધુ ગરમીના સંપર્કમાં આવે છે ત્યારે મસાલા તેમનો મૂળ રંગ અને સ્વાદ ખોઈ બેસે છે.
4)વધુ પડતા મસાલાનો ઉપયોગ ના કરશો : રસોઈમાં ક્યારેય મસાલાનો વધારે પડતો ઉપયોગ થતો નથી. કારણ કે વધુ પડતા મસાલા ખાવાનો સ્વાદ બગાડે છે. જો તમારે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય તો તાજા પીસેલા મસાલાનો જ ઉપયોગ કરવાનો આગ્રહ કરો. તૈયાર મસાલા કરતાં તાજા પીસેલા મસાલા વધારે સ્વાદિષ્ટ અને સુગંધિત હોય છે.
5) વરસાદમાં વધારે કાળજી રાખો : વરસાદની ઋતુમાં મસાલાનું વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ચોમાસાની ઋતુમાં મસાલા ઝડપથી ભીના થઈ જાય છે, જેના કારણે તે ઝડપથી બગાડી જાય છે.
6) સ્ટીલના ડબ્બામાં રાખો : મસાલા હંમેશા સ્ટીલના ડબ્બામાં જ રાખવા જોઈએ. આ કારણે તેઓ વરસાદ અને તડકાથી પણ બચી જાય છે અને લાંબા સમય સુધી તાજા રહે છે અને તેમની સુગંધ ગુમાવતા નથી.
7) મસાલા ઓછી માત્રામાં ખરીદો : મસાલા હંમેશા ઓછી માત્રામાં ખરીદવા જોઈએ. કારણ કે મસાલાની જીવન રેખા બે થી ત્રણ મહિનાની હોય છે. જો કે મસાલા હંમેશા વધુમાં વધુ એક મહિના માટે જ ખરીદવા જોઈએ. કારણ કે એક મહિના પછી મસાલા જૂના થઈ જાય છે અને તેની સુગંધ ઓછી થતી જાય છે.
8) જો તમે આખા મસાલા વધારે માત્રામાં ખરીદ્યા હોય તો તેને એરટાઈટ કન્ટેનરમાં જ રાખો અને ફ્રિજમાં રાખો. તેનાથી તે ખરાબ નહીં થાય. આખા મસાલા લગભગ ત્રણ વર્ષ સુધી ફ્રિજમાં અને પીસેલા મસાલા લગભગ છ મહિના સુધી ખરાબ થતા નથી.
એક ખાસ વાતનું પણ ધ્યાન રાખો કે, આપણે મોટા ભાગના મસાલાને શેકીએ છીએ, પરંતુ અમુક મસાલા એવા પણ છે જેને ના શેકવા જોઇએ, જેમ કે કાળું મીઠું, હળદર પાવડર, આમચૂર અને હિંગને શેકવાની જરૂર નથી હોતી. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.