કપડાં સીવવા માટે સિલાઈ મશીનનો ઉપયોગ કરો છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો

sewing machine tips for beginners
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે પણ મોટાભાગની મહિલાઓ ઘરે સિલાઈ મશીનનો ઉપયોગ કરે છે. ઘરે સિલાઈ મશીન રાખવાથી તમે કોઈપણ વસ્તુને તમારા સમય મુજબ સરળતાથી સીવી શકો છો. સમયની સાથે સાથે મોંઘવારી વધવાને કારણે આજકાલ મહિલાઓ ઘરે જ કપડા સીવવાનું પસંદ કરે છે.

જો તમારી પાસે પણ ઘરમાં એક સિલાઈ મશીન છે તો તમારે કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બીજા મશીનોની જેમ તેમાં પણ વધારે કાળજી લેવી પડે છે. જો મશીન ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઝડપથી બગડી જાય છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને એવી ભૂલો વિશે જણાવીશું જે સિલાઈ મશીનનો ઉપયોગ કરતી વખતે આપણે વારંવાર કરતા હોઈએ છીએ. જેના કારણે મશીનને નુકસાન થવાનો ડર રહે છે. જો તમારા ઘરમાં પણ સિલાઈ મશીન છે તો આ લેખ તમારા માટે છે.

ખોટા કપડાની સિલાઈ ના કરો : કપડાંમાં ઘણી ક્વોલિટી હોય છે અને કેટલાક એવા પણ હોય છે જે જાડા અને ખૂબ જ સ્મૂથ હોય છે. આવા કપડાં સીવવા માટે મહિલાઓ કપડા ઉપર કાગળ મૂકીને સીવે છે. જો કે આવા કપડા સીવતી વખતે તમારે ક્યારેય ઉતાવળ ના કરવી જોઈએ.

આ સિવાય કેટલાક લોકો તેના પર પ્લાસ્ટિકની થેલીઓ કે જાડા કપડા પણ સીવવાનું શરૂ કરી દે છે. આના કારણે ધાગા મશીનની અંદર ફસાઈ શકે છે અથવા સોય તૂટી શકે છે. તેથી આવા કપડાં માટે સિલાઇ મશીનનો ઉપયોગ કરવાનું ટાળો. જો કે આજકાલ ઈલેક્ટ્રોનિક મશીનો આવી ગયા છે, પરંતુ આ માટે ફેબ્રિક સીવતી વખતે ધ્યાનમાં રાખો.

સીવણ મશીનની જાળવણી ના કરવી : જો સિલાઈ મશીનની યોગ્ય રીતે જાળવણી કરવામાં ના આવે તો ઝડપથી બગડતી રહે છે. સમય સમય પર તેની સફાઈ અને તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે સીવવા બેસો ત્યારે એકવાર તમારા મશીનને તપાસી લો. કાટ લાગવાને કારણે ક્યારેક મશીન ભારે ચાલે છે.

સીવણ મશીન કેવી રીતે ચલાવવું : જ્યાં સુધી તમે સિલાઈ મશીન કેવી રીતે ચલાવવું તે જાણતા ના હોય ત્યાં સુધી તેને ખરીદવાની ભૂલ કરશો નહીં. શરૂઆતમાં, આપણે આપણા શોખ પૂરો કરવા માટે મોંઘા સિલાઈ મશીનો ખરીદીએ છીએ, પરંતુ જો આપણે તેને કેવી રીતે ચલાવવું તે જાણતા હોતા નથી અને તે બગડી જાય છે.

જો આપણને સંપૂર્ણ જ્ઞાન ન હોય તો આપણે ખોટા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તેથી જ્યાં સુધી તમે સારી રીતે જાણતા ના હોય તો ત્યાં સુધી સિલાઇ મશીન પર પૈસાનું રોકાણ કરવાની જરૂર નથી. જો તમે સિલાઈ મશીન ખરીદ્યું છે તો ઓછામાં ઓછું તેને ઓપરેટ કરવાનું સામાન્ય નોલેજ તો હોવું જોઈએ.

ખોટી સોયનો ઉપયોગ કરશો નહીં : જો તમે સિલાઈ મશીનમાં ખોટી સોયનો ઉપયોગ કરશો તો તે ફેબ્રિકને સીવવાને બદલે મશીનને નુકસાન પહોંચાડશે. કપડાંની સારી સિલાઈ થાય તે માટે તમારે યોગ્ય સોયનો ઉપયોગ કરવો જોઈએ.

જ્યારે તમે મશીનમાં સોય સેટ કરો છો ત્યારે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે તે ઢીલી અથવા ટાઈટ ન હોય. સિલાઈ મશીનમાં સોય ગોઠવવાની સાથે દોરાને સારી રીતે ગોઠવો. જો દોરો સારી રીતે લગાવવામાં આવશે તો મશીન સરળતાથી ચાલી શકશે.

સિલાઈ મશીન સતત ન ચલાવો : ઘણી વખત જ્યારે આપણે કપડા સીવવા બેસીએ છીએ ત્યારે તેને સતત ચલાવતા રહીએ છીએ , તેથી વચ્ચે વચ્ચે થોડો આપણે સિલાઈ મશીનને બ્રેક આપવો જોઈએ. સતત કામ કરવાને લીધે મશીન ગરમ થાય છે અને ઝડપથી ખરાબ થઇ જાય છે.

તેથી સતત ચાલુ રાખવાને બદલે તેને વચ્ચે 20 કે 10 મિનિટનો બ્રેક આપો. તે જ સમયે, મશીનને લાંબા સમય સુધી બંધ ન રાખો. મહિનામાં એકવાર તેનો ઉપયોગ જરૂર કરો. તો અમને આશા છે કે તમને આ માહિતી ગમી હશે. આવા બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.