AC પર પડેલા પીળા ડાઘને આ રીતે દૂર કરો, એસી એકદમ નવું સફેદ થઇ જશે

how to clean yellow plastic air conditioner
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ AC નો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તે ઉનાળામાં સૌથી જરૂરી ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાંની એક વસ્તુ AC છે. જો કે, તેનો રોજિંદા જીવનમાં ઘણો ઉપયોગ થાય છે અને તે ખૂબ જ ઝડપથી ગંદુ થઈ જાય છે. તમે ઘણી વખત જોયા હશે કે તેના પર પીળા ડાઘા પડી જાય છે.

આ પીળા ડાઘ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે, એટલું જ નહીં, ઘણી વખત સાફ કર્યા પછી પણ આ ડાઘ સંપૂર્ણપણે નીકળતા નથી. જ્યારે AC જૂનું થઇ જાય છે, ત્યારે તમને ઘણી વાર આ પ્રકારની સમસ્યા જોવા મળતી હશે.

જો તમારા AC પર પીળા ડાઘ દેખાઈ રહ્યા છે અને તે પાણીથી લૂછવા છતાં નીકળતા નથી તો તમારે બીજા ઉપાયો કરવાની જરૂર છે. ઘરમાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ ઘરે બનાવેલા ક્લીનર તરીકે થાય છે. તમે તેનો ઉપયોગ AC પર રહેલા પીળા ડાઘને દૂર કરવા માટે કરી શકો છો. તો ચાલો જાણીએ AC ના પીળા ડાઘ દૂર કરવાની રીત.

આલ્કોહોલથી પીળા ડાઘ દૂર કરો : જો તમારા AC પર પીળા ડાઘ પડી ગયા હોય તો તેને દૂર કરવા માટે તમે આલ્કોહોલનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં આલ્કોહોલ લો અને તેમાં કપડું ડુબાડો અને આ કપડાથી ACના ઉપરના ભાગ પર સારી રીતે લૂછી લો.

જો એકવાર લગાવ્યા પછી પણ સાફ થતું નથી, તો તેને ફરીથી આલ્કોહોલથી સાફ કરો. આ પછી, જો આસપાસ ધૂળ અને માટી ચોંટેલી હોય તો તેને પ્રવાહી સાબુ અને જૂના બ્રશની મદદથી સાફ કરો. તમારું AC એકદમ પહેલાના જેવું સફેદ થઇ જશે.

એક્સપાયર થયેલું એસ્ટ્રિજન્ટનો ઉપયોગ : એસ્ટ્રિજન્ટ એક મોઇચ્છરાઇઝર આવે છે. તો એક્સપાયર થયેલા મોઇચ્છરાઇઝરને ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ કરી શકો છો. ખરેખર તમે તેનો ઉપયોગ AC પરના પીળા ડાઘ દૂર કરવા માટે કરી શકો છો.

સૌથી પહેલા AC ને ભીના કપડાથી સાફ કરો, જેથી તેમાં ફસાયેલી ધૂળ અને માટી થોડી નરમ થઈ જાય. આનાથી પીળાશ દૂર કરવામાં તમને સરળતા રહેશે. હવે એક્સપાયર થયેલ એસ્ટ્રિજન્ટને કપડામાં બોળીને એસીના ઉપરના ભાગને ઘસીને સાફ કરી લો. આનાથી પીળાશ દૂર થશે અને AC એકદમ સ્વચ્છ દેખાશે.

બ્લીચનો ઉપયોગ : સફેદ એસીમાંથી પીળાશ સાફ કરવા માટે બ્લીચનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક કપ પાણીમાં 1 ચમચી બ્લીચને મિક્સ કરો. હવે આ સોલ્યુશનને AC પર લગાવો અને પછી તેને 1 કે 2 કલાક માટે લગાવેલું રહેવા દો. આ દરમિયાન AC ને પ્લાસ્ટિક પેપરથી ઢાંકી દો.

હવે 2 કલાક પછી બ્લીચ સાફ કરવા માટે સાબુ અને પાણીનું એક સોલ્યુશન તૈયાર કરો અને પછી તેને AC પર લગાવો. જો કે, બ્લીચનો ઉપયોગ કરતા પહેલા મોજા પહેરવાનું ભૂલશો નહીં. તે AC ના પ્લાસ્ટિકના ભાગને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમારે પહેલા તેનો એક નાનો ટેસ્ટ કરવો જોઈએ.

હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરો : તમે AC પર રહેલી પીળાશ દૂર કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ કરી શકો છો. આ માટે એક બાઉલમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ લો અને તેને બ્રશની મદદથી AC પર લગાવો. હવે તેને પ્લાસ્ટિક પેપરથી લપેટીને એક કે બે કલાક તડકામાં રાખો.

બે કલાક પછી હવે પ્લાસ્ટિકના કાગળને નીકાળો અને તેને સામાન્ય પાણીથી ફરીથી સાફ કરી લો. કેમિકલવાળા ક્લીનર્સનો ઉપયોગ કરતી વખતે હાથમાં મોજા જરૂર પહેરવા જોઈએ, તેની ચોક્કસ ખાતરી કરો.

AC માંથી પીળાશ દૂર કરવા માટે તમે આ બધી ટિપ્સને જમાવી શકો છો. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.