તમે ઘરની સફાઈ ભલે દિલથી કરતા હોય, પણ બાથરૂમ જ ગંદુ રહે તો શું ફાયદો? બાથરૂમને ગંદુ રાખવાથી ઘરમાં તેની દુર્ગંધ તમને શરમમાં મૂકી દે છે. બાથરૂમમાંથી આવતી દુર્ગંધ મહેમાનોની સામે ખરાબ લાગે છે.
તમે બાથરૂમને ભલે ગમે તેટલું સજાવો, પરંતુ જો બાથરૂમ સાફ ન હોય તો તેમાંથી દુર્ગંધ આવવાની જ છે. ઘણી વખત એવું થાય છે કે તમે બાથરૂમ સાફ કરો છો, પરંતુ સારી રીતે સાફ કરવાથી પણ તેની દુર્ગંધ જલ્દી જતી નથી. આવું એટલા માટે થઈ શકે છે કે બાથરૂમ સાફ કરતી વખતે તમે કેટલીક ભૂલો કરી હશે.
તમારા માટે એ સમજવું જરૂરી છે કે ક્યારેક બાથરૂમમાંથી ભૂલોને કારણે જ દુર્ગંધ આવે છે અને તેને દૂર પણ કરી શકાય છે, પરંતુ શું કરીએ તો બાથરૂમની દુર્ગંધ જતી રહે? બસ ફક્ત કેટલીક મહત્વપૂર્ણ બાબતોને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ અને કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ.
બાથરૂમમાં ભીના કપડા ના રાખો : તમે બાથરૂમ સાફ કરીને બહાર નીકળો, તેમ છતાં બાથરૂમમાં દુર્ગંધ આવે છે? આ દુર્ગંધ ભીના કપડાં છોડવાના કારણે પણ આવે છે. આ પરસેવાવાળા ભેગા કરેલા કપડામાં જંતુઓ આવવા લાગે છે અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તો સ્નાન કર્યા પછી ભીના કપડા ના છોડો. તેને ધોઈ લો અથવા બાથરૂમમાંથી બહાર કાઢી લો.
આખો દિવસ બાથરૂમ બંધ ના રાખો : જો તમે આખો દિવસ બાથરૂમ બંધ રાખો છો તો તે પણ ખોટું છે. બાથરૂમમાં બનેલી વરાળ અને હવાને બહાર કાઢવી જરૂરી છે. જો તમે તે બહાલ નહીં કાઢો તો તે દુર્ગંધમાં પરિણમશે. જો તમારા બાથરૂમમાં વેન્ટિલેશન માટે જગ્યા નથી, તો એક્ઝોસ્ટ ફેન લગાવો.
ટોયલેટ સાફ રાખો : અત્યારે શૌચાલય અને બાથરૂમનું કોમ્બાઈન હોય છે અને જો શૌચાલય જ સ્વચ્છ નહીં હોય તો દુર્ગંધ આવાની જ છે. શૌચાલયનો વારંવાર ઉપયોગ થતો હોવાથી તેને ફ્લશ કરો. ટોયલેટ ફ્લશમાં એસેન્સિયલ ઓઈલના ટીપાં નાખવાથી પણ ગંધ દૂર થઈ જશે. જ્યારે પણ તમે ટોયલેટનો ઉપયોગ કરો ત્યારે ફ્લશ કરો અને ફ્લૅપ બંધ કરો.
બાથરૂમ ભીનું ક્યારેય ના રાખો : તમે સ્નાન કર્યા પછી અથવા કપડાં ધોયા પછી બાથરૂમ ભીનું છોડી દો છો? તો આ આદત ખોટી છે. જો બાથરૂમ સૂકું નહીં હોય તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. કેટલીકવાર સાબુ અને પાણી જમવાથી પણ ગટર બ્લોક થઇ જાય છે અને તેમાંથી દુર્ગંધ આવે છે, તેથી ઉપયોગ કર્યા પછી બાથરૂમને વાઇપરથી સાફ કરો.
દરરોજ ડસ્ટબિન સાફ કરો : આજે મોટાભાગના ઘરોમાં બાથરૂમમાં ડસ્ટબિન હોય છે જેથી કરીને તૂટેલા વાળ, ગંદા ટિશ્યુ પેપર અને બધી ગંદી વસ્તુઓ બાથરૂમના ફ્લોર પર રહેવાને બદલે તેને ડસ્ટબિનમાં નાખીએ. જો કે, આપણે દરરોજ તેને સાફ કરવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે.
ડસ્ટબીનમાં પડેલી વસ્તુઓને કારણે પણ બાથરૂમમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તમારા ડસ્ટબિનને સાફ કર્યા પછી, તેને ધોઈને સૂકવીને ફરીથી ઉપયોગ કરો. જેના કારણે ડસ્ટબીન પણ સાફ રહેશે અને દુર્ગંધ પણ નહીં આવે.
બેસિન ઓવરફ્લોનું ધ્યાન રાખો : બેસિનની પાછળ અથવા આગળના ભાગમાં ગોળાકાર હોલ હોય છે, તેને ઓવરફ્લો કહેવામાં આવે છે. જો તેમાં પાણી ભરાઈ જાય અને તેની આસપાસની ગંદકી બેસિનમાં અને તેની આસપાસ જામશે, જેના કારણે ફંકી ગંધ આવી શકે છે. જો પાણી જામવા લાગે તો તેની આસપાસ સોડા અને વિનેગર નાખીને સાફ કરો.
શું તમે પણ આ ભૂલો નથી કરતા ને? જો તમે ભૂલથી પણ આવું કરી રહ્યા છો તો આ આદતો આજે જ બદલો. તમારા બાથરૂમને સાફ રાખો અને તેમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થઇ જશે. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.