બાળકોને અનુશાસનમાં રાખવા જરૂરી છે, પરંતુ આ દરમિયાન માતા-પિતાએ કેટલીક ભૂલો ટાળવી જોઈએ

balako mate tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ વાતમાં કોઈ શંકા નથી કે બાળકોને નાનપણથી જ શિસ્તબદ્ધ જીવન જીવવાની આદત પાડવી જોઈએ અને આમાં માતા-પિતા ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે માતા-પિતા આ ભૂમિકા ને સારી રીતે ભજવે છે તો બાળકો નાનપણથી જ શિસ્તમાં જીવવાનું શીખે છે અને તેઓ આગળ જતા તેમનું જીવન જીવવા સક્ષમ બને છે.

એકવાર આ ડિસિપ્લિન આવી જતા તેનો લાભ તેમને જીવનભર મળે છે. પરંતુ કોઈપણ વસ્તુને મન થી કરવું અને તે દબાણ કરીને કરાવવું એમાં ઘણો ફર્ક છે.

કેટલાક માતાપિતા તેમના બાળકને શિસ્તમાં રાખવા તો માંગતા હોય છે પરંતુ શિસ્તને બાળકની જીવનશૈલીનો ભાગ બનાવવાને બદલે તેઓ બોજરૂપ બનાવે છે અને બાળકો ખૂબ પરેશાન થઈ જાય છે.

બની શકે છે કે તમે પણ તમારા બાળકોને વધુ શિસ્તબદ્ધ રાખવા પણ માંગતા હોય તો તમારે કેટલીક ભૂલો કરવાની ટાળવી જોઈએ. આ ભૂલો તરત જ તેની અસર બતાવે છે અને લાંબા ગાળે બાળકો પર તેની નકારાત્મક અસરો પણ જોવા મળે છે.

મોટેથી બોલો : મોટાભાગના ઘરોમાં આ જોવા મળે છે એ તેઓ ખુબ જ ઊંચા અવાજે બોલે છે. જ્યારે બાળકો માતા-પિતાની વાત સાંભળતા નથી અથવા માતા-પિતા બાળકોને શિસ્ત આપવા માંગતા હોય ત્યારે તેઓ બાળક સામે ઊંચા અવાજે અથવા તો બૂમો પાડીને બરડ સ્વરમાં વાત કરે છે.

તમારા ઊંચા અવાજથી એકવાર બાળકો તે માતા-પિતાનું પાલન કરે છે પરંતુ આવું સતત કરવાથી બાળકમાં ઘણા નકારાત્મક ફેરફારો પણ આવે છે. સામાન્ય રીતે આવા બાળકો થોડા સમય પછી સ્વભાવે ગુસ્સે અને જીદ્દી થઇ જાય છે અને પછીથી તેઓ કોઈની વાત સાંભળતા નથી.

બાળકોની સરખામણી : ઘણી વખત એવું બને છે કે તમે તમારી આસપાસ એવા કેટલાક બાળકોને જોતા હશો, જે તેમનું જીવન શિસ્તબદ્ધ જીવન જીવે છે અને તેઓ બધું જ કામ સમયસર અને ખૂબ જ સરસ રીતે કરે છે. આવા બાળકોની પ્રશંસા કરવી જ જોઈએ અને જરૂરી પણ છે.

પરંતુ તમારા બાળકની સરખામણી ક્યારેય બીજા બાળક સાથે ના કરાવી જોઈએ. તમને તેમાં કોઈ નુકસાન દેખાતું નથી પરંતુ હકીકતમાં તે બાળકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને બાળકો બીજા બાળક સાથે સરખામણીને નકારાત્મક લેવાનું વલણ ધરાવે છે અને તે તેમના વર્તનને વધુ નકારાત્મક બનાવે છે.

જબરજસ્તી કરવી : જીવનમાં શિસ્ત હોવી જરૂરી છે પરંતુ તે કોઈના પર લાદી શકાય નહીં. જો તમે બાળકને ફક્ત શિસ્તબદ્ધ થવા માટે મોટા લેક્ચર આપો અથવા તેને કહો કે તેને આ સમયે આ કામ કરવું જ પડશે તો તે સમયે નહિ કરે, જેના કારણે તે શિસ્તને પોતાના જીવનશૈલીનો હિસ્સો બનાવી શકતો નથી. જો તમે ખરેખર ઈચ્છો છો કે બાળકો શિસ્તબદ્ધ જીવન જીવે તો તમારે તેમને તેના ફાયદા જણાવવા પડશે જેથી તેઓ શિસ્તમાં જીવવા માટે પ્રેરિત થશે.

ખોટા શબ્દોનો ઉપયોગ : આ કદાચ સૌથી મોટી ભૂલ છે જે માતાપિતા તરીકે તમે કરતા હશો. ચોક્કસ તમે બાળકને શિસ્તબદ્ધ જીવન આપવા માંગો છો અને તે કદાચ એક કે બે વાર તમારી વાત નથી સાંભળતા તો આ માટે બાળકોને ખોટા શબ્દો બોલવા કોઈપણ રીતે યોગ્ય નથી.

કેટલીકવાર માતાપિતા ગુસ્સામાં આવીને ઊંચા અવાજે ખોટા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. પરંતુ બાળકના બાળમન પર તેની ઊંડી અસર પડે છે. જેના કારણે તે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવા લાગે છે અને સ્વભાવ ચીડિયો બનાવી દે છે.

ખોટું ઉદાહરણ સેટ કરવું : આ ભૂલ મોટા ભાગના માતા-પિતા કરે છે. તે તેના બાળકને રાત્રે ફોન કે ટીવી જોવાની ના પાડે છે, મ, પરંતુ પોતે બેડ પર સૂઈને ફોનમાં સ્ક્રોલ કરે છે. આવું કરીને તમે બાળકોની સામે તમે ખોટું ઉદાહરણ આપી રહયા છો.

જો તમે ઈચ્છો છો કે બાળકો શિસ્તબદ્ધ જીવન જીવે તો સૌથી પહેલા તમારે તમારામાં પરિવર્તન લાવવું પડશે અને બાળક સામે તમારો પોતાનો દાખલો બેસાડવો પડશે. યાદ રાખો કે બાળકો તમે જે કઈ પણ કરો છો તેવું જ તમારા બાળકો પણ શીખે છે. તે તમારા શબ્દોને ફોલો નહિ કરે.

જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી માહિતી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.