બાળકો સ્વભાવે તોફાની હોય છે. ક્યારેક ક્યારેક તમને કામ તમારા ચહેરા પર હાસ્ય ક્યારેક તમે પરેશાન થઇ જાઓ છો. ક્યારેક બાળકો રમતી વખતે રમકડાં અને વસ્તુઓ તોડી નાખે છે અથવા કંઈક નુકસાન કરે છે. આ સ્થિતિમાં માતા-પિતા ઘણીવાર નાખુશ થઇ જાય છે અને તેમની હેરાનગતિ દૂર કરવા બાળકો પર ગુસ્સો કરે છે.
બની શકે કે તમે પણ એક દિવસ બાળકો પર ગુસ્સો કર્યો હશે અને પછીથી તમે તમારા મનમાં ખૂબ જ દુઃખી થયા હશો કે તમે આવું કેમ કર્યું. આ એવી સ્થિતિ છે જે દરેક માતા-પિતાએ સામનો કર્યો છે. હકીકતમાં જ્યારે પણ બાળકો તોફાન કરે છે ત્યારે માતાપિતા તેમનો ગુસ્સો ગુમાવે છે.
પરંતુ આ સ્થિતિમાં તમારે સમજણ બતાવવાની જરૂર છે કારણ કે એવી ઘણી ટિપ્સ છે જેનાથી તમે તમારી જાતને શાંત કરી શકો છો અને બાળકો પર બૂમો પાડવાની આદતને બદલી શકો છો. તો ચાલો આજે અમે તમને આવી જ કેટલીક સરળ ટિપ્સ વિશે જણાવીએ.
એક ઊંડા શ્વાસ લો : આ ગુસ્સાને શાંત કરવાની આ એક અસરકારક રીત છે. જો તમને બાળક તોફાન કરતુ હોય ત્યારે ગુસ્સો આવી રહ્યો છે તો તમે તેને કંઈ પણ કહો તે પહેલા ઊંડો શ્વાસ લો અને છોડો. તમે થોડી જ ક્ષણોમાં અનુભવશો કે તમારો ગુસ્સો ઘણી હદ સુધી ઓછો થઈ ગયો છે. આ પછી જ્યારે પણ તમે બાળક સાથે બેસીને વાત કરશો તો ચોક્કસ તમારો ગુસ્સો શાંત થઇ ગયો હશે.
કારણ જાણો : ઘણી વખત બાળકો ઘરમાં તોડફોડ કરી નાખે છે અથવા વધારે તોફાન કરે છે તો આવી સ્થિતિમાં માતાપિતા બાળકો પર બૂમો પાડે છે. પરંતુ ખરેખર બુમો પાડવી તે સમસ્યાનો ઉકેલ નથી. જો તમે ખરેખર પરિસ્થિતિ સુધારવા માંગતા હોય તો બાળકો પર ચીસો પાડવાને બદલે તેઓ શા માટે આમ કરે છે તેના કારણો જાણવાનો પ્રયત્ન કરો.
જ્યારે તમે કારણો જાણીને તેને દૂર કરી શકશો તો બાળકો પણ ખોટા કામ કરવાનું આપમેરે જ બંધ કરી દેશે અને પછી તમને તેમની સાથે ગુસ્સે થવાનું કોઈ કારણ નહીં મળે. આ એક એવો ઉપાય છે જે તમને લાંબા ગાળે કામ કરે છે.
તમારો સ્વર નરમ રાખો : સામાન્ય રીતે માતા પિતા બાળકોને રોકવા માટે ઉચ્ચેથી બૂમો પાડે છે. બાળકો ત્યારે તો અટકી જાય છે, પરંતુ જ્યારે તમે બૂમો પાડો છો ત્યારે તેઓ ક્યારેય તમારી વાત સમજવા માંગતા નથી અને વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કર્યા કરે છે. આ સિવાય કેટલીકવાર બાળકોને એવું પણ લાગે છે કે તેમના માતા-પિતા ફકત બૂમો જ પાડતા રહે છે અને આ સ્થિતિમાં તેઓ ગંભીરતાથી લેતા નથી.
પરંતુ બીજી રીતે જોઈએ તો, જો તમે નરમ ટોનનો અને સોફ્ટ રીતે વાત કરશો તો આવી પરિસ્થિતિમાં તે તેના માતાપિતાને ખુબ જ ધ્યાનથી સાંભળે છે અને તેમની વાત પણ માને છે. તેથી, જો તમને તમારા બાળક કંઈક કાર્ય કરે છે અને તમને ગમતું ના હોય તો પ ણ તેના પર બૂમો પાડવાને બદલે નરમ ટોનથી વાત કરો.
બનાવો કેટલાક નિયમો : જો તમે ખરેખર ઇચ્છતા હોય કે તમારી ચીસો પાડવાથી બાળક પર કોઈ વિપરીત અસર ના થાય તો ઘર માટે કેટલાક નિયમો નક્કી કરો. આ ફક્ત બાળકો માટે જ નહિ, ખાતરી કરો કે ઘરના દરેક સભ્ય તે નિયમોનું પાલન કરે છે.
આનાથી બાળકો પણ સારી રીતે વ્યવહાર કરે છે અને જો બાળકો તે નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તમે તેમને નાની સજા પણ કરી શકો છો. સજા કેવી હોવીજોઈએ તો, ઉદાહરણ તરીકે, તમે બે થી ત્રણ દિવસ તેમની સાથે બિલકુલ વાત કરવાનું બંધ કરી દો. તમે આપેલી આ સજા પર તમે કાયમ રહો. બાળક પોતાની જાતને સુધારવાનો આપમેરે પ્રયાસ કરે છે.
જો તમને આ લેખ જરૂર ગમ્યો હોય તો, આવી જ જીવનઉપયોગી માહિતી વાંચવી ગામતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.