વધતી ઉંમરની સાથે સાથે યાદશક્તિ કમજોર થવી સામાન્ય વાત છે. ખાસ કરીને આ સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે. તમારી આજુબાજુ તમે જોતા હશો કે ઘણી સ્ત્રીઓ કમજોર યાદશક્તિની ફરિયાદ કરતા હોય છે, ઘણી વાર સ્ત્રીઓ નાની મોટી મહત્વની વસ્તુઓ ભૂલી જાય છે અને તે જ વસ્તુને યાદ કરવામાં કલાકો વિતાવે છે.
જો તમે પણ તે મહિલાઓમાં શામેલ ના થવા માંગતા હોય, તો આજથી જ તમારા ખોરાકમાં આ 2 વસ્તુઓ શામેલ કરો. જે મહિલાઓના તેમના ખોરાકમાં નારંગી અને લીલા શાકભાજીનો સમાવેશ કરે છે તેમને વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ ગુમાવવાનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે, આવું એમ નહિ પણ સંશોધન બહાર આવ્યું છે.
સંશોધન મુજબ જે મહિલાઓ લીલા પાંદડાવાળા શાકભાજી, ઘેરા નારંગી અને લાલ શાકભાજી, બેરી (સ્ટ્રોબેરી, બ્લેકબેરી, બ્લૂબેરી) ખાય છે અને નારંગીનો રસ પીવે છે, તેમની વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ ગુમાવવાનું જોખમ ઘટી જાય છે.
સંશોધનના તારણો દર્શાવે છે કે જે મહિલાઓ વૃદ્ધાવસ્થાના 20 વર્ષ પહેલા વધુ ફળો અને શાકભાજી ખાય છે તેમને વિચારવાની અને યાદશક્તિની સમસ્યા ઓછી થાય છે, પછી ભલે તે લોકો વધારે ફળો અને શાકભાજી ખાય કે નહીં.
મગજ તેજ રહેશે : જે મહિલાઓ વધુ શાકભાજી ખાય છે તેઓ ઓછી શાકભાજી ખાતી મહિલાઓની સરખામણીમાં નબળી વિચારવાની કુશળતા વિકસાવવાની શક્યતા 34 ટકા ઓછી હોય છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે સ્ત્રીઓ દરરોજ નારંગીનો રસ પીતી હતી તેઓ મહિનામાં ઓછામાં ઓછી એક વખત નારંગીનો રસ ન પીતી મહિલાઓની તુલનામાં નબળી વિચારવાની શક્યતા 47 ટકા ઓછી હતી.
સંશોધન શું કહે છે : બોસ્ટનની હાર્વર્ડ યુનિવર્સિટીના ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ચાંગઝેંગ યુઆને જણાવ્યું હતું કે, “આ સંશોધનની સૌથી આકર્ષક વિશેષતા એ હતી કે અમે 20 વર્ષના સમયગાળામાં સહભાગીઓને અનુસર્યા હતા. તે સામે આવ્યું છે કે યોગ્ય આહાર મગજને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ છે. ” આ સંશોધન ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલું છે.
આ સંશોધન કુલ 27,842 પુરુષો પર કરવામાં આવેલું હતું, જેમની સરેરાશ ઉંમર 51 હતી, તેમાંથી, 55 ટકા સહભાગીઓની યાદશક્તિ સારી હતી અને જ્યારે 38 ટકાની યાદશક્તિ ઠીક હતી અને માત્ર 7 ટકા સહભાગીઓની યાદશક્તિ કમજોર હતી.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.